રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|7. કાઠીકુળ}} '''ગરુડની''' મા અને નાગની મા, બેય શોક્યું. બેય કશ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 28: | Line 28: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી, | {{space}}દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી, | ||
એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા. | {{space}}એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 36: | Line 36: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ. | {{space}}ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’.) | તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
{{space}}ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ; | |||
{{space}}ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર, | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર; | |||
{{space}}ઢેલી શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર. | |||
{{space}}સંવત ખટ સતાશીએ, આસો માસ ઉદાર; | |||
{{space}}માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે, | |||
{{space}}ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે જેતપરના રાજવી! તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત, તો હે ચાંપરાજ વાળા! એભલના પુત્ર! તારી નિંદા થાત.] | |||
પછી સૂરવાળો વઢવાણમાં થયા. પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી. | |||
એભલના ત્રણ : અણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત આવી છે — | |||
ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતેય બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળિ છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું. | |||
બેનોએ કહ્યું, “માડી મેરખિયા! જા વળે, શેળાઈત વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.” | |||
મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોડ (રક્ત) પીવા. | |||
વળામાં ખબર પડી. વાર ચડી. | |||
મેરખિયે સાતેય બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સૅ, અહવાર આવતા સૅ.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.) | |||
સાતેય બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્યા, ને લોહીની લાખ કરી. મંડી ભેળીઓ રંગવા. | |||
પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો : “એલા, આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં!” | |||
સાતેય બેનોને જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતેય બોન્યું ના’ય છે! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે. | |||
શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.” | |||
આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.” | |||
વળે એભલ વાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે. | |||
વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો. | |||
અણાનો ગોલણ વાળો. ગોલણ અને નેત્રમની પ્રેમકથાના દુહા છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં; | |||
{{space}}દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે, | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}સૂઘરીઉં સગા! ફોડે માળા કરતિયું, | |||
{{space}}એણી ગૂંથણ ગોલણિયા! તું પાસે તળાજા-ધણી! | |||
{{space}}કળેળ્ય મા તું કાગ, ગાંજે જે ગોલણ તણે; | |||
{{space}}હૈયા હજી મ ફાટ્ય, નિસાસે નેત્રમ તણે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે કાગડા! તું ગોલણને ગામે (ગાંજે) ન વિલાપ કર. ને હે હૈયા! નેત્રમને નિ:શ્વાસે તું ન ફાટતું.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}પગ દુઃખે ને પીડા કરે, કસટાયેં કાળા! | |||
{{space}}ગોલણ, તમાણાં ગોતરૂ, વારૈયો વાળા! | |||
{{space}}નૈ સગો, નૈ સાગવો, નૈ માડીજાયો ભા; | |||
{{space}}વાલો હોય તો વારીએં, જેના ઘટમાં સાલે ઘા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચીતળથી જેતપુરનું પાટ સ્થાપ્યું ચાંપરાજે ને શેળાઈતે. ઉજ્જડ ટીંબો વાસ્યો. જૂનેગઢ તે વખતે ચૂડાસમાનું રાજ. | |||
{{Poem2Close}} | |||
<center></center> | |||
શેળાઈત નવઘણની સાથે સિંધની ચડાઈમાં હતો — | |||
<poem> | |||
{{space}}નવ લાખે નવઘણ ચડ્યો, વડી જાહલરી વાર; | |||
{{space}}શેળાતને સૂરજ સાયદે, પૂગ્યું સિંધમાં પાળ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
રણમાં નવ લાખને પાણી ન મળે. શેળાઈત કહે છે કે હું સૂરજનો પોતરો છું, મારા છાયામાં કૂઈ ગાળો. કૂઈ ગાળી. મીઠું પાણી નીકળ્યું. આજ રણને કાંઠે શેળાઈત કૂઈ છે. | |||
{{Poem2Close}} | |||
<center></center> | |||
{{Poem2Open}} | |||
જેતપુર છૂટ્યું ને સરધાર આવ્યા — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}જાડેજાને જે રિયા, શેળાઈતે સજડે; | |||
{{space}}બેઠો સરધારને બેસણે, (તેદી) ઘા માન્યો ઘણે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
શેળાઈતનો ધાન. એણે સરધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરા : ઉગો ધાનનો : વણાર ધાનનો : વાઘડો ધાનનો : એના વાઘોચી આયર. | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
શેળાઈતનો ધાન. એણે સરધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરા : ઉગો ધાનનો : વણાર ધાનનો : વાઘડો ધાનનો : એના વાઘોચી આયર. | |||
પીઠવો ધાનનો, એના ચાકબોરિયા થયા. | |||
અણોતરો ધાનનો, એના ઢેઢવાજસુર (પાળિયાદ). | |||
જોગરો ધાનનો, એના કોળી વાળા થયા. | |||
કાનો ધાનનો, બાળવાન ધાનનો, એના નરા ચારણ થયા. | |||
વેળાવળ ધાનનો, એની ત્રણ પરજું થઈ : ખાચર, ખુમાણ ને વાળા. | |||
વળોચજી ધાનનો, તે જામની સામે લડ્યો. એના દુહા : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}તેવાળે તોરણ કર્યં, ઝડપે માથાં જામ, | |||
{{space}}પાછું ઈ પાવરધણી, કાઠી ન જોયું કામ. | |||
{{space}}આરાંતણી ઓરણી, ડાઢાં લોહદંતાળ, | |||
{{space}}વાળો વાવણહાર, વળોચહરો વોચાઉત. | |||
{{space}}નર સ્રોવર નરખેં કરે, જોયા છ ઘણેઘણાં; | |||
{{space}}નીર નીંગોળ તણાં, વોચાઉત વાને બિઆં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[માણસોએ બીજાં સરોવરો તો ઘણાં જોયાં હશે પણ વળોચના દીકરાએ ભરેલા સરોવર (નીંગાળ)નાં પાણી તો રંગે બીજાં (બિઆં) જ હતાં.] | |||
ઉગાએ રા’ ખેરડિયા અને મેઘાણંદ ચાવડાને મદ્રાસના રાજા પાસેથી છોડાવ્યા. | |||
<center></center> | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
વળોચે દિલ્લીનો ફેરો (લૂંટ) કર્યો. સાંકડમાં આવી ગયા. એમાં એક મુસલમાન હજામનો ડેલો આવ્યો, તેણે આડા હાથ દઈને બચાવ્યા. એનું નામ કુંવરો હજામ. એણે કહ્યું કે મેં તો તમને આડા હાથ દીધા, પણ બાદશાહ મને તોપે બાંધશે. એટલે વળોચે એને પોતાની સાથે લીધો, એના દીકરાનું બિરદામણું આ દુહામાં છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}નખ લેતલ મોં નાક, સર માથે ફેરછ સજસ; | |||
{{space}}હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુંવરાંઉંત. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વાળા વળોચે કુંવરા હજામની દાઢી પડાવી, ભેળો ખવરાવી હિન્દુ બનાવ્યો, ને વરદાન દીધું કે “જીવતાં હિન્દુ, મુવાં મુસલમાન.” એ રીતે એના વંશજો મરે ત્યારે પગના એક અંગૂઠાને અગ્નિનો દાગ દઈને પછી દાટે છે. | |||
{{Poem2Close}} | |||
<center></center> | |||
{{Poem2Open}} | |||
વેળાવળજી વાળાનો મેલીકાર (સૈન્ય) કાળાવડ ગામને પાદર હતો, ત્યાં વીહળા પટગરની દીકરી, રૂપદે નામે, હાથમાં પાડરુ દોરીને તળાવમાં ભેંસું દોવા જાય. | |||
પૂછ્યું : “આ કોણ?” | |||
“ઈ કાઠી.” | |||
“કાઠી કોણ?” | |||
“કાઠી છ જાતના : પટગર, માંઝરિયા, જાતવડા, નાટા વગેરે છ કુળ : વેરાટને શહેર જે દી કોરવોએ ગાયું તગડાવિયું : કોણ તગડે? રજપૂતે તો ન તગડી, પછી કાઠનો ઘોડો ને કાઠનો અસવાર કરી તગડાવિયું. એના છ વળીના કાઠી. કૃષ્ણે કહ્યું, “વાહ કાઠીડા! શાબાશ છે, કાઠીડા!” | |||
વેળાવળજી કહે કે “ત્યારે લ્યોને નાખીએં એની દીકરીનું માગું.” પટગરોએ જવાબ દીધો : “બહુ સારું, બા! અમે બે પગથિયાં ચડ્યાં.” | |||
એ રીતે વાળા ઠાકર આળસીને કાઠી થયા, મામડિયા ચારણની દીકરિયુંનો શરાપ ઊતર્યો. | |||
કાઠીઓને સંધના જામની ભૂંસ બહુ લાગી એટલે ઢાંક મૂકીને ઓલ્યે કાંઠે પાવરમાં ઊતર્યા. | |||
સંધના અબડા જામને ખબર પડી એટલે એણે ફોજ લઈને પાવર ઘેર્યું. માગું મોકલ્યું કે તમારા દીકરાની વહુ આલો. ડાયરો મૂંઝાણો. | |||
વળતે દી અડમલિયા હજામ વાળા વળોચનું વતું કરે. બોકડો છીંક્યો એટલે હજામે મારી લાપોટ ને કહ્યું, “એલા માઉગર! બારોટ નોંઘણની અને વાળા વળોચની ગઈ એમ તારી યે ભેળી કીં ગઈ! માંગરના!” | |||
વળોચજીએ પૂછ્યું : “એમ કેમ બોલછ?” | |||
“તયેં પછી મૂંઝાઈને શું બેઠા છો? જવાબ દ્યોને અબડાને, કે બાઈને આશા છે, માટે બાળક અવતરે પછી લઈ જા. ત્યાં પ્રભુ રાજા સરજાડશે.” આમ હજામની મત્ય ચાલી, તેથી ‘હજામત્ય’ શબ્દ થયો! | |||
અબડો પાવર માથે થાણું મૂકીને ગયો. | |||
આંહીં જોધપુરના રાઠોડે લાખામાચી ગામ વાસ્યું. ત્યાંથી રાઠોડ પાવર આવીને મળ્યા. દીકરિયું દીધી ને લીધી. ત્યાં તો પાંચ પરમાર રજપૂત પણ આવ્યા. | |||
રાઠોડની તેર સાખું છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}પ્રથમ સૂર સંધવ, બીઓ બંગણહાર નરેસર, | |||
{{space}}એડા રાય રાઠોડ, ચેતકરા, દાનેસરા, | |||
{{space}}જળખેઠિયા, કમધજ, ધનડૂબડિયા, પરધરા, | |||
{{space}}વાજા, વાઢેળ, કહાં પીઠ કોટેચા, | |||
{{space}}જમના ત્રટે જોજડાં, ખેડે હાથ સવતનરા, | |||
{{space}}એટલી સાખ ઉપાવતાં તેર સાખ રાઠોડ તવાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમાં ધાધલ મુખ્ય શાખા. એ બધા વટલાઈને કાઠી બન્યા. | |||
ચાર કુળ પરમારનાં વટલાણાં તેની કાઠી શાખા — જેબલિયા, બાયલ, વીંછિયા ને માલા. | |||
ચોહાણ વટલાણા તેની પાંચ કળી : ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર ને ભીંસરિયા. | |||
એનો દુહો છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર, ભીંસરિયા, | |||
{{space}}માલેં બાધા મૂળવા, સગળાય સોનાંગરા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ રીતના વળાટમાંથી કાઠી એવું કુળ થયું : બથમાં આવે એવું એકલઠું. | |||
દેવકરણિયો ધાધલ અને સાણિયો વીંછિયો વાળા વળોચ ભેગા હતા. | |||
પછી સૌએ નક્કી કર્યું : બાંધો પરિયાણ, અબડા જામને ટીપી નાખીએ. | |||
વાઢાળાઓને તેડાવ્યા. તરવારું માંડી સજાવા. | |||
અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?” | |||
“ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}વિવા કર પાંણે વઢે, | |||
{{space}}છાણે સોમલિયા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[સોમવંતીના કુળના લોકો વિવા કરીને પછી છાણે અને પથ્થરે લડાઈ કરે.] | |||
“અમે પે’લાં પાણે ને પછેં છાણે આવીએં. પછેં લાકડીએ ને પાકડીએ, પછેં ઝાટકે ફાટકે થાય.” એક કાઠીને લૂગડાં પહેરાવીને વર કર્યો. એમ લગનનો ડોળ કરીને અબડા જામનાં માણસોને મારી નાખ્યાં. પછી ત્યાંથી થાન કબજે કર્યું. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}થાન કંડોળા, થર પટણ, નવસો વાવ કૂવા; | |||
{{space}}રાણા પહેલા રાજિયા, થાન બાબરિયા હુવા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
થાનમાં સાંઢ ને સીંઢ બાબરિયા હતા તેને ધબેડીને રાજ લીધું. | |||
<center></center> | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
અબડે જામે ફેરફાર કરીને થાન ઘેર્યું તે ટાણે સૂરજ વાળા વેળાવળજીને સોણામાં આવ્યા. સોણામાં સૂરજે લીલીયું સોપારીયું દીધી, ફૂલ દીધાં, સવા પો’ર દિ’ ચડ્યે આ વાવમાંથી સવામણ હેમની સાંગ અને ઝાળે ઝાળે રોઝો ઘોડો નીકળશે એવું વરદાન દીધું. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}સંવત તેર બોંતેર, આપ સૂરજગઢ આયા, | |||
{{space}}પાવર પડતું મેલ્ય, પડ પંચાળ રચાયા, | |||
{{space}}જાડેજા લાગે જોર, પીવા ન દીએ પાણી, | |||
{{space}}સૂરજ આલી સાંગ, હેમ હાથોહાથ આણી. | |||
{{space}}ઘર પંચાળ કાઠી ધણી, કોણ બીઓ સમવડ કરે, | |||
{{space}}જાડેજ કઢ્યો જદુરાણપત્ય, ઈ વાળે વેળાવળે. | |||
</poem> | |||
<center></center> | |||
{{Poem2Open}} | |||
એ રીતે વિજય કર્યો. વેળાવળજીને ત્રણ દીકરા : વાળોજી વેળાવળનો, ખુમાણ વેળાવળનો, લાલુ વેળાવળનો. વાળોજીનો વસ્તાર વાળા કહેવાણા; ખુમાણનો નાગપાળ થયો. | |||
નાગપાળ ખુમાણનો, માણસુર ખુમાણનો, ખાચર નાગપાળનો ને ખીમાણંદ ખાચરનો, ને ખીમાણંદથી ખાચર શાખ પડી. માણસુરથી ખુમાણ શાખ પડી. લાલુને જેતપરમાં થોડે થોડે ગરાસ ઘેરો થયો. | |||
ખીમાણંદથી ખાચરનો વસ્તાર આ રીતે ઊતર્યો : વાજસૂર ખીમાણંદનો, નાગસૂર વાજસૂરનો, નાગાજણ નાગસૂરનો, કાળો નાગાજણનો. | |||
આ કાળા ખાચર થાનથી ગુગળીઆણે રહેવા ગયા. કાળાને બે દીકરા. સામત કાળાનો ને ઠેબો કાળાનો. ઠેબાને બે દીકરા, લખો ઠેબાનો, ને દાનો ઠેબાનો. | |||
<center></center> | |||
ગુગલિયાણાને ચૉરે સાતસો ચાખડિયું ઊતરે (એટલે સાતસો આગેવાનો બેસતા) ને બાઈયું ચોટીલે હટાણે જાય. ચોટીલામાં તે સમે જગશિયા પરમારની ગાદી. પરમારને કોઈએ કહ્યું કે ગુગલિયાની કાઠિયાણી બાઈયું ગાર રૂપાળી કરે છે. એટલે હટાણે આવેલી બાઈયુંને પરમારે ગઢમાં ગાર કરવા રાત રોકી. કાઠિયાણીનાં છોકરાં ઘેરે રેઢાં ને ભૂખ્યાં રહ્યાં. તેને મરદો સાચવતા બેસી રહ્યા. વળતે દી બાઈયું ઘેરે આવી ત્યારે વાત કરી. કાઠી દાયરો ચોટીલા માથે જુક્તિથી મહેમાનદાવે આવ્યા, ને પછી તરવારો ખેંચી પરમારોને વાઢ્યા. ચોટીલા સર કર્યું. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{space}}સંવત સોળ દસ સાત, વાર ભોમે પરમાનાં, | |||
{{space}}આસો માસ ઉદાર, જકે બીજ ઊજળ જાનાં; | |||
{{space}}ધંધ કર્યો ખગધાર, પાંચ મતો પરમાનો, | |||
{{space}}ચોટીલપંથ સૌ સાથ, યું કર ગોઠે આનો; | |||
{{space}}પ્રજરૂપ ભૂપ કાંઠાપતિ, વીખમ વેર વિચારીઓ! | |||
{{space}}તણ દી નાગ સામત તણે, મહદ જગશિયો મારિયો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[સંવત સોળસો સત્તરમાં આસો માસની ઊજળી બીજ ને મંગળવારે, તલવારની ધારે ઘમસાણ મચાવ્યું. ચોટીલા-પતિને ગોઠ (મહેફિલ) કરવા તેડાવ્યો. પછી પરજ (શાખાઓ)ના સ્વામી કાઠીરાજે વિષમ વેર વિચાર્યું અને સામત ખાચરના દીકરા નાગે મર્દ જગશિયા પરમારને માર્યો.] | |||
આ બનાવને લગતી એક કહેવત છે : “લખા વાંદર ઘેર્ય” : એટલે કે જગશિયા પરમારને કાઠીરાજ સામત ખાચરે ગોઠમાં બોલાવ્યા, પછી અગાઉથી સંકેત કર્યા મુજબ સામત ખાચરે પોતાના ભત્રીજા લખા ઠેબાણીને સનસમાં કહ્યું કે “લખા, બાપ, વાંદર ઘેર્ય” (વાંદર નામની આપણી ઘોડીને પાણી પાઈ આવ) લખો બહાર ગયો, પણ હિંમત ન કરી શક્યો. એટલે પેશાબ કરી આવીને પાછો દાયરામાં આવી બેસી ગયો. બીજી વાર કહ્યું, ને લખો ઊઠ્યો નહીં, ત્યારે સામતના દીકરા નાગે કહ્યું, “બાપુ, વાંદરને લખો ઘેરે તો જ થાય, કે બીજો કોઈ ઘેરે તો ચાલે?” જવાબમાં સામત ખાચરે કહ્યું, “બાપ, ગા વાળે ઈ અરજણ.” એટલે નાગે ઊઠી, તલવાર ખેંચી જગશિયાને ઝાટકે દીધો. | |||
તે સમયથી વ્યંગમાં કાઠીઓ લખાના વસ્તારને ‘લખા મુતરણીના’ કહે છે. | |||
<center></center> | |||
પાંચાળમાં આટકોટ પાસે મૂળ ગોરીગઢ નામે ગામ. ત્યાં ચાર ગોરી ભાઈઓનું રાજ : કાળુ પીર, પઠાણ પીર, બાળો પીર ને ફાજલ પીર. ચારેય ભાઈએ વાઘેલાઓ (સોલંકીઓ!) સામે લાખા ફુલાણીને મદદ કરી, એ લડાઈમાં ચારેયનાં માથાં પડ્યાં ને ધડ લડ્યાં. પછી ત્યાં જસા કુંભારે પોતાના નામથી ગામ જસદણ બાંધ્યું. જસાને મારીને એ ગામ જસા ખુમાણે લીધું. જસો ખુમાણ ગુગળિયાણેથી નોખો પડેલ. | |||
એક વાર જસા ખુમાણને ઘેર કારજ હતું. ત્યાં અળાઉનો કાઠી લૂણવીર ખાચર આવેલો, તે જસાના દીકરા સુરગની વહુને સવેલી ઉપાડીને ભાગ્યો. વાંસે વાર ચડી. ખંભાળા ને વાંકિયા વચાળે વાર પૂગી, ત્યાં લૂણવીરને હરાવ્યો. વેર થયાં, પછી લખાણીઓએ જસદણ લીધું. | |||
ખુમાણો રાણીગામ ને દેપલે ગયા ને થાનવાળા બાબરીઆઓને ત્યાંથી પણ ઠેલી ઠેલી દરિયાને કાંઠે કાઢ્યા. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 6. દરિયાપીરની દીકરી | |||
|next = 8. જનમના જોગી | |||
}} |
Latest revision as of 15:21, 16 May 2022
ગરુડની મા અને નાગની મા, બેય શોક્યું. બેય કશ્યપની રાણીયું. બેય વચ્ચે વાદ થયો : સૂરજના ઘોડા કેવા? સપતાસ કે કાળચરા (શ્વેત કે કાળા)?
નાગની મા કહે કે કાળા, ને ગરુડની મા કહે કે ધોળા. બેમાંથી જે હારે તે જીતેલીને ઘેરે દાસી બને એવો કરાર થયો. નાગની માતાએ પોતાના નવેય દીકરાને મોકલ્યા તે સૂરજના ઘોડાને પેટાળે વીંટળાઈ ગયા. સૂરજના ઘોડા કાળા દેખાણા. ગરુડની મા હારી, એટલે નાગની માને ઘેરે દાસીપણું કરે. ઘણે દીએ ગરુડ ગાગરડીમાંથી સેવાઈને બહાર નીકળ્યા. જોવે તો માને માથે ટાલ! હેં મા? શા કારણે આ ટાલ! મા પાસેથી આખી વાત જાણી નક્કી કર્યું. “નવે ય નાગને ન આરોગી જાઉં તો હું ગરુડ નહીં.” માંડ્યો પકડવા ને ગળવા. આઠ ગળ્યા ને એક નાગ ભાગ્યો. મેરુ પર્વતની તળેટીમાં નાગ તમરનો નેસ. ત્યાં પાડો થઈને ખાડુ ભેગો ચરવા મંડ્યો નાગલિયું ભેંસ્યું. ત્યાં ગરુડનો તાપ ન ઝીલી શક્યો. આળોટીને ચારણ થયો. નાગ તમરે ભેંસું ચારવા રાખ્યો, પોતાની દીકરી દીધી. પૂછ્યું : “એલા તારું નામ?” કહે કે “નાગ પિંગલ.” નાગપાંચમ આવી એટલે બાઈ ચાલી પૂજવા. હસીને પુરુષ કહે કે “તારા તો ઘરમાં જ દેવસ્તાનું છે. જોજે બીતી નૈ હો?” એમ કહીને પુરુષે અજાજૂડ નાગનું રૂપ લીધું. બાઈથી રાડ પડાઈ ગઈ, “વોય! નાગ!” ખોરડા માથે ગરુડ બેઠેલો, તેણે સાંભળ્યું. નાગ રૂપ ધારીને ઝડપ્યો, નહોરમાં ઉપાડ્યો, ને દરિયા-કાંઠે મગરમચ્છ બેઠેલ તેને માથે બેસીને એનો ભક્ષ કરવા બેઠો. મગર બૂડ્યો, તો એનેય ચાંચમાં લઈને ઉપાડ્યો. મેરુ પર્વતની દખણાદી કોરે સુવરણ જેવી ભોમ, જાંબુડાનું ઝાડવું, ચોરાશી જોજન ડાળ લાંબી, અશવ પરમાણે (ઘોડા જેવડાં) ફૂલ, ગજ પરમાણે ફળ, તેના રસમાંથી જાંબુવતી નદી જમનાજી નીસરી તે જાંબુડાનો રસ આ પછમ ધરામાં આવ્યો. તેથી આ જાંબુદીપ કહેવાણો. ગરુડ આ જાંબુડાની ડાળ માથે બેઠો. ડાળ ફેંસાણી, એને પણ નોરમાં લઈને ઊડ્યો, તે મેરુનું સાતમું ટૂંક હળવટ એને માથે જઈ બેઠો. ટૂંક ફેંસાણું, એનેય નોરમાં લીધું. ગરુડને એંકાર આવ્યો કે આ મેરુ જેવાય ખરેડવા મંડ્યા! હવે મારો ભાર ધરતી ન ઝીલે! હવે તો આકાશમાં જ પહોંચું. આકાશમાં સૂરજનો રથ ચાલ્યો જાય, એમાંથી ગરુડને અરુણે ભાળ્યો. “ક્યાં જાછ એલા ગરુડ? એલા આગળ ક્યાંઈ બેસ એવું નથી. આવ મારા ઠૂંઠા ઉપર બેસ.” “અરે તો તો તને સાતમે પાતાળ ખોસી દઈશ!” ગરુડ તો ઊડ્યો. એના નોરમાં પડ્યાં પડ્યાં નાગે નવ ખંડ જોયા. બહુ સ્તુતિ કરી : હે ગરુડજી, તારા નામની કિતાબ કરું, જો મને મૂકી દે તો હું શાસ્તર બનાવું. ગરુડે મગરમચ્છનાં હાડકાં, ડાળ, હળવટ અને મેરુનું ટૂંક લઈને દરિયામાં પડતું મૂક્યું. એને માથે લંકાનો ગઢ થયો. અને પછી આ નાગે આખી પૃથ્વી દીઠી તે પરથી નાગપિંગલ રચ્યું, ને એના દીકરા હમીરે હમીરપિંગલ રચ્યું. આમ ચારણ નાગમાંથી ઉત્પન્ન થયો. એના વંશવારસે કાઠીકુળની ઉત્પત્તિ વર્ણવી : સૂરજનો કરણ : કરણનો વરકેત : વરકેતનો રજકેત : રજકેતનો ધીરકેત : ધીરકેતનો બ્રહ્મકેત : બ્રહ્મકેતનો વીજકેત : વીજકેતનો કાણદેવ : કાણદેવનો દેગ : દેગનો દેગમ : દેગમનો આણો : આણાનો માણો : માણાનો એભલ પહેલો : એભલનો રવિચળ. માણો પંજાબમાંથી કાશીએ આવ્યા :
દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી,
એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા.
[માણાએ કાશી જીતી લઈને દાન (દાત)માં અર્પણ કરી, એ વાત વિખ્યાત છે. પછી કાઠી ગોકુળ આવ્યા.] કાશીમાં સોરંભનો ઘાટ બંધાવ્યો. ગોકળમાં ધનેસર તુંવર રાજ કરે તેને હરાવ્યો :
ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ.
તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’.)
ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ;
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી :
માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;
ઢેલી શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.
સંવત ખટ સતાશીએ, આસો માસ ઉદાર;
માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર!
દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છે :
જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,
ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત!
[હે જેતપરના રાજવી! તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત, તો હે ચાંપરાજ વાળા! એભલના પુત્ર! તારી નિંદા થાત.] પછી સૂરવાળો વઢવાણમાં થયા. પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી. એભલના ત્રણ : અણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત આવી છે — ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતેય બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળિ છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું. બેનોએ કહ્યું, “માડી મેરખિયા! જા વળે, શેળાઈત વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.” મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોડ (રક્ત) પીવા. વળામાં ખબર પડી. વાર ચડી. મેરખિયે સાતેય બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સૅ, અહવાર આવતા સૅ.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.) સાતેય બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્યા, ને લોહીની લાખ કરી. મંડી ભેળીઓ રંગવા. પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો : “એલા, આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં!” સાતેય બેનોને જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતેય બોન્યું ના’ય છે! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે. શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.” આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.” વળે એભલ વાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે. વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો. અણાનો ગોલણ વાળો. ગોલણ અને નેત્રમની પ્રેમકથાના દુહા છે :
અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;
દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે,
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.]
સૂઘરીઉં સગા! ફોડે માળા કરતિયું,
એણી ગૂંથણ ગોલણિયા! તું પાસે તળાજા-ધણી!
કળેળ્ય મા તું કાગ, ગાંજે જે ગોલણ તણે;
હૈયા હજી મ ફાટ્ય, નિસાસે નેત્રમ તણે.
[હે કાગડા! તું ગોલણને ગામે (ગાંજે) ન વિલાપ કર. ને હે હૈયા! નેત્રમને નિ:શ્વાસે તું ન ફાટતું.]
પગ દુઃખે ને પીડા કરે, કસટાયેં કાળા!
ગોલણ, તમાણાં ગોતરૂ, વારૈયો વાળા!
નૈ સગો, નૈ સાગવો, નૈ માડીજાયો ભા;
વાલો હોય તો વારીએં, જેના ઘટમાં સાલે ઘા.
ચીતળથી જેતપુરનું પાટ સ્થાપ્યું ચાંપરાજે ને શેળાઈતે. ઉજ્જડ ટીંબો વાસ્યો. જૂનેગઢ તે વખતે ચૂડાસમાનું રાજ.
શેળાઈત નવઘણની સાથે સિંધની ચડાઈમાં હતો —
નવ લાખે નવઘણ ચડ્યો, વડી જાહલરી વાર;
શેળાતને સૂરજ સાયદે, પૂગ્યું સિંધમાં પાળ.
રણમાં નવ લાખને પાણી ન મળે. શેળાઈત કહે છે કે હું સૂરજનો પોતરો છું, મારા છાયામાં કૂઈ ગાળો. કૂઈ ગાળી. મીઠું પાણી નીકળ્યું. આજ રણને કાંઠે શેળાઈત કૂઈ છે.
જેતપુર છૂટ્યું ને સરધાર આવ્યા —
જાડેજાને જે રિયા, શેળાઈતે સજડે;
બેઠો સરધારને બેસણે, (તેદી) ઘા માન્યો ઘણે.
શેળાઈતનો ધાન. એણે સરધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરા : ઉગો ધાનનો : વણાર ધાનનો : વાઘડો ધાનનો : એના વાઘોચી આયર.
શેળાઈતનો ધાન. એણે સરધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરા : ઉગો ધાનનો : વણાર ધાનનો : વાઘડો ધાનનો : એના વાઘોચી આયર. પીઠવો ધાનનો, એના ચાકબોરિયા થયા. અણોતરો ધાનનો, એના ઢેઢવાજસુર (પાળિયાદ). જોગરો ધાનનો, એના કોળી વાળા થયા. કાનો ધાનનો, બાળવાન ધાનનો, એના નરા ચારણ થયા. વેળાવળ ધાનનો, એની ત્રણ પરજું થઈ : ખાચર, ખુમાણ ને વાળા. વળોચજી ધાનનો, તે જામની સામે લડ્યો. એના દુહા :
તેવાળે તોરણ કર્યં, ઝડપે માથાં જામ,
પાછું ઈ પાવરધણી, કાઠી ન જોયું કામ.
આરાંતણી ઓરણી, ડાઢાં લોહદંતાળ,
વાળો વાવણહાર, વળોચહરો વોચાઉત.
નર સ્રોવર નરખેં કરે, જોયા છ ઘણેઘણાં;
નીર નીંગોળ તણાં, વોચાઉત વાને બિઆં.
[માણસોએ બીજાં સરોવરો તો ઘણાં જોયાં હશે પણ વળોચના દીકરાએ ભરેલા સરોવર (નીંગાળ)નાં પાણી તો રંગે બીજાં (બિઆં) જ હતાં.]
ઉગાએ રા’ ખેરડિયા અને મેઘાણંદ ચાવડાને મદ્રાસના રાજા પાસેથી છોડાવ્યા.
વળોચે દિલ્લીનો ફેરો (લૂંટ) કર્યો. સાંકડમાં આવી ગયા. એમાં એક મુસલમાન હજામનો ડેલો આવ્યો, તેણે આડા હાથ દઈને બચાવ્યા. એનું નામ કુંવરો હજામ. એણે કહ્યું કે મેં તો તમને આડા હાથ દીધા, પણ બાદશાહ મને તોપે બાંધશે. એટલે વળોચે એને પોતાની સાથે લીધો, એના દીકરાનું બિરદામણું આ દુહામાં છે :
નખ લેતલ મોં નાક, સર માથે ફેરછ સજસ;
હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુંવરાંઉંત.
વાળા વળોચે કુંવરા હજામની દાઢી પડાવી, ભેળો ખવરાવી હિન્દુ બનાવ્યો, ને વરદાન દીધું કે “જીવતાં હિન્દુ, મુવાં મુસલમાન.” એ રીતે એના વંશજો મરે ત્યારે પગના એક અંગૂઠાને અગ્નિનો દાગ દઈને પછી દાટે છે.
વેળાવળજી વાળાનો મેલીકાર (સૈન્ય) કાળાવડ ગામને પાદર હતો, ત્યાં વીહળા પટગરની દીકરી, રૂપદે નામે, હાથમાં પાડરુ દોરીને તળાવમાં ભેંસું દોવા જાય. પૂછ્યું : “આ કોણ?” “ઈ કાઠી.” “કાઠી કોણ?” “કાઠી છ જાતના : પટગર, માંઝરિયા, જાતવડા, નાટા વગેરે છ કુળ : વેરાટને શહેર જે દી કોરવોએ ગાયું તગડાવિયું : કોણ તગડે? રજપૂતે તો ન તગડી, પછી કાઠનો ઘોડો ને કાઠનો અસવાર કરી તગડાવિયું. એના છ વળીના કાઠી. કૃષ્ણે કહ્યું, “વાહ કાઠીડા! શાબાશ છે, કાઠીડા!” વેળાવળજી કહે કે “ત્યારે લ્યોને નાખીએં એની દીકરીનું માગું.” પટગરોએ જવાબ દીધો : “બહુ સારું, બા! અમે બે પગથિયાં ચડ્યાં.” એ રીતે વાળા ઠાકર આળસીને કાઠી થયા, મામડિયા ચારણની દીકરિયુંનો શરાપ ઊતર્યો. કાઠીઓને સંધના જામની ભૂંસ બહુ લાગી એટલે ઢાંક મૂકીને ઓલ્યે કાંઠે પાવરમાં ઊતર્યા. સંધના અબડા જામને ખબર પડી એટલે એણે ફોજ લઈને પાવર ઘેર્યું. માગું મોકલ્યું કે તમારા દીકરાની વહુ આલો. ડાયરો મૂંઝાણો. વળતે દી અડમલિયા હજામ વાળા વળોચનું વતું કરે. બોકડો છીંક્યો એટલે હજામે મારી લાપોટ ને કહ્યું, “એલા માઉગર! બારોટ નોંઘણની અને વાળા વળોચની ગઈ એમ તારી યે ભેળી કીં ગઈ! માંગરના!” વળોચજીએ પૂછ્યું : “એમ કેમ બોલછ?” “તયેં પછી મૂંઝાઈને શું બેઠા છો? જવાબ દ્યોને અબડાને, કે બાઈને આશા છે, માટે બાળક અવતરે પછી લઈ જા. ત્યાં પ્રભુ રાજા સરજાડશે.” આમ હજામની મત્ય ચાલી, તેથી ‘હજામત્ય’ શબ્દ થયો! અબડો પાવર માથે થાણું મૂકીને ગયો. આંહીં જોધપુરના રાઠોડે લાખામાચી ગામ વાસ્યું. ત્યાંથી રાઠોડ પાવર આવીને મળ્યા. દીકરિયું દીધી ને લીધી. ત્યાં તો પાંચ પરમાર રજપૂત પણ આવ્યા. રાઠોડની તેર સાખું છે :
પ્રથમ સૂર સંધવ, બીઓ બંગણહાર નરેસર,
એડા રાય રાઠોડ, ચેતકરા, દાનેસરા,
જળખેઠિયા, કમધજ, ધનડૂબડિયા, પરધરા,
વાજા, વાઢેળ, કહાં પીઠ કોટેચા,
જમના ત્રટે જોજડાં, ખેડે હાથ સવતનરા,
એટલી સાખ ઉપાવતાં તેર સાખ રાઠોડ તવાં.
એમાં ધાધલ મુખ્ય શાખા. એ બધા વટલાઈને કાઠી બન્યા. ચાર કુળ પરમારનાં વટલાણાં તેની કાઠી શાખા — જેબલિયા, બાયલ, વીંછિયા ને માલા. ચોહાણ વટલાણા તેની પાંચ કળી : ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર ને ભીંસરિયા. એનો દુહો છે :
ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર, ભીંસરિયા,
માલેં બાધા મૂળવા, સગળાય સોનાંગરા.
આ રીતના વળાટમાંથી કાઠી એવું કુળ થયું : બથમાં આવે એવું એકલઠું. દેવકરણિયો ધાધલ અને સાણિયો વીંછિયો વાળા વળોચ ભેગા હતા. પછી સૌએ નક્કી કર્યું : બાંધો પરિયાણ, અબડા જામને ટીપી નાખીએ. વાઢાળાઓને તેડાવ્યા. તરવારું માંડી સજાવા. અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?” “ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.”
વિવા કર પાંણે વઢે,
છાણે સોમલિયા.
[સોમવંતીના કુળના લોકો વિવા કરીને પછી છાણે અને પથ્થરે લડાઈ કરે.]
“અમે પે’લાં પાણે ને પછેં છાણે આવીએં. પછેં લાકડીએ ને પાકડીએ, પછેં ઝાટકે ફાટકે થાય.” એક કાઠીને લૂગડાં પહેરાવીને વર કર્યો. એમ લગનનો ડોળ કરીને અબડા જામનાં માણસોને મારી નાખ્યાં. પછી ત્યાંથી થાન કબજે કર્યું.
થાન કંડોળા, થર પટણ, નવસો વાવ કૂવા;
રાણા પહેલા રાજિયા, થાન બાબરિયા હુવા.
થાનમાં સાંઢ ને સીંઢ બાબરિયા હતા તેને ધબેડીને રાજ લીધું.
અબડે જામે ફેરફાર કરીને થાન ઘેર્યું તે ટાણે સૂરજ વાળા વેળાવળજીને સોણામાં આવ્યા. સોણામાં સૂરજે લીલીયું સોપારીયું દીધી, ફૂલ દીધાં, સવા પો’ર દિ’ ચડ્યે આ વાવમાંથી સવામણ હેમની સાંગ અને ઝાળે ઝાળે રોઝો ઘોડો નીકળશે એવું વરદાન દીધું.
સંવત તેર બોંતેર, આપ સૂરજગઢ આયા,
પાવર પડતું મેલ્ય, પડ પંચાળ રચાયા,
જાડેજા લાગે જોર, પીવા ન દીએ પાણી,
સૂરજ આલી સાંગ, હેમ હાથોહાથ આણી.
ઘર પંચાળ કાઠી ધણી, કોણ બીઓ સમવડ કરે,
જાડેજ કઢ્યો જદુરાણપત્ય, ઈ વાળે વેળાવળે.
એ રીતે વિજય કર્યો. વેળાવળજીને ત્રણ દીકરા : વાળોજી વેળાવળનો, ખુમાણ વેળાવળનો, લાલુ વેળાવળનો. વાળોજીનો વસ્તાર વાળા કહેવાણા; ખુમાણનો નાગપાળ થયો. નાગપાળ ખુમાણનો, માણસુર ખુમાણનો, ખાચર નાગપાળનો ને ખીમાણંદ ખાચરનો, ને ખીમાણંદથી ખાચર શાખ પડી. માણસુરથી ખુમાણ શાખ પડી. લાલુને જેતપરમાં થોડે થોડે ગરાસ ઘેરો થયો. ખીમાણંદથી ખાચરનો વસ્તાર આ રીતે ઊતર્યો : વાજસૂર ખીમાણંદનો, નાગસૂર વાજસૂરનો, નાગાજણ નાગસૂરનો, કાળો નાગાજણનો. આ કાળા ખાચર થાનથી ગુગળીઆણે રહેવા ગયા. કાળાને બે દીકરા. સામત કાળાનો ને ઠેબો કાળાનો. ઠેબાને બે દીકરા, લખો ઠેબાનો, ને દાનો ઠેબાનો.
ગુગલિયાણાને ચૉરે સાતસો ચાખડિયું ઊતરે (એટલે સાતસો આગેવાનો બેસતા) ને બાઈયું ચોટીલે હટાણે જાય. ચોટીલામાં તે સમે જગશિયા પરમારની ગાદી. પરમારને કોઈએ કહ્યું કે ગુગલિયાની કાઠિયાણી બાઈયું ગાર રૂપાળી કરે છે. એટલે હટાણે આવેલી બાઈયુંને પરમારે ગઢમાં ગાર કરવા રાત રોકી. કાઠિયાણીનાં છોકરાં ઘેરે રેઢાં ને ભૂખ્યાં રહ્યાં. તેને મરદો સાચવતા બેસી રહ્યા. વળતે દી બાઈયું ઘેરે આવી ત્યારે વાત કરી. કાઠી દાયરો ચોટીલા માથે જુક્તિથી મહેમાનદાવે આવ્યા, ને પછી તરવારો ખેંચી પરમારોને વાઢ્યા. ચોટીલા સર કર્યું.
સંવત સોળ દસ સાત, વાર ભોમે પરમાનાં,
આસો માસ ઉદાર, જકે બીજ ઊજળ જાનાં;
ધંધ કર્યો ખગધાર, પાંચ મતો પરમાનો,
ચોટીલપંથ સૌ સાથ, યું કર ગોઠે આનો;
પ્રજરૂપ ભૂપ કાંઠાપતિ, વીખમ વેર વિચારીઓ!
તણ દી નાગ સામત તણે, મહદ જગશિયો મારિયો.
[સંવત સોળસો સત્તરમાં આસો માસની ઊજળી બીજ ને મંગળવારે, તલવારની ધારે ઘમસાણ મચાવ્યું. ચોટીલા-પતિને ગોઠ (મહેફિલ) કરવા તેડાવ્યો. પછી પરજ (શાખાઓ)ના સ્વામી કાઠીરાજે વિષમ વેર વિચાર્યું અને સામત ખાચરના દીકરા નાગે મર્દ જગશિયા પરમારને માર્યો.]
આ બનાવને લગતી એક કહેવત છે : “લખા વાંદર ઘેર્ય” : એટલે કે જગશિયા પરમારને કાઠીરાજ સામત ખાચરે ગોઠમાં બોલાવ્યા, પછી અગાઉથી સંકેત કર્યા મુજબ સામત ખાચરે પોતાના ભત્રીજા લખા ઠેબાણીને સનસમાં કહ્યું કે “લખા, બાપ, વાંદર ઘેર્ય” (વાંદર નામની આપણી ઘોડીને પાણી પાઈ આવ) લખો બહાર ગયો, પણ હિંમત ન કરી શક્યો. એટલે પેશાબ કરી આવીને પાછો દાયરામાં આવી બેસી ગયો. બીજી વાર કહ્યું, ને લખો ઊઠ્યો નહીં, ત્યારે સામતના દીકરા નાગે કહ્યું, “બાપુ, વાંદરને લખો ઘેરે તો જ થાય, કે બીજો કોઈ ઘેરે તો ચાલે?” જવાબમાં સામત ખાચરે કહ્યું, “બાપ, ગા વાળે ઈ અરજણ.” એટલે નાગે ઊઠી, તલવાર ખેંચી જગશિયાને ઝાટકે દીધો. તે સમયથી વ્યંગમાં કાઠીઓ લખાના વસ્તારને ‘લખા મુતરણીના’ કહે છે.
પાંચાળમાં આટકોટ પાસે મૂળ ગોરીગઢ નામે ગામ. ત્યાં ચાર ગોરી ભાઈઓનું રાજ : કાળુ પીર, પઠાણ પીર, બાળો પીર ને ફાજલ પીર. ચારેય ભાઈએ વાઘેલાઓ (સોલંકીઓ!) સામે લાખા ફુલાણીને મદદ કરી, એ લડાઈમાં ચારેયનાં માથાં પડ્યાં ને ધડ લડ્યાં. પછી ત્યાં જસા કુંભારે પોતાના નામથી ગામ જસદણ બાંધ્યું. જસાને મારીને એ ગામ જસા ખુમાણે લીધું. જસો ખુમાણ ગુગળિયાણેથી નોખો પડેલ. એક વાર જસા ખુમાણને ઘેર કારજ હતું. ત્યાં અળાઉનો કાઠી લૂણવીર ખાચર આવેલો, તે જસાના દીકરા સુરગની વહુને સવેલી ઉપાડીને ભાગ્યો. વાંસે વાર ચડી. ખંભાળા ને વાંકિયા વચાળે વાર પૂગી, ત્યાં લૂણવીરને હરાવ્યો. વેર થયાં, પછી લખાણીઓએ જસદણ લીધું. ખુમાણો રાણીગામ ને દેપલે ગયા ને થાનવાળા બાબરીઆઓને ત્યાંથી પણ ઠેલી ઠેલી દરિયાને કાંઠે કાઢ્યા.