પરિભ્રમણ ખંડ 1/ધરો આઠમ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધરો આઠમ}} {{Poem2Open}} [ભાદ્રપદ શુદ આઠમના વ્રતની કથા છે. ધ્રો નામનુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 38: | Line 38: | ||
છોકરો તો નદીએ જઈને બોલે છે : | છોકરો તો નદીએ જઈને બોલે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
::કાચની ગાડલી! | |||
::કાચના બળદ! | |||
::પૂછડે પાણી! | |||
::પો! પો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
રાજા તો વિસ્મે થઈ ગયો છે. | |||
‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’ | |||
છોકરો ફરી વાર બોલ્યો છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કાચની ગાડલી! | |||
::કાચના બળદ! | |||
::પૂછડે પાણી! | |||
::પો! પો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ?’ | |||
‘ત્યારે રાજાની રાણી સાવરણી–સૂંથિયાં કેમ જણે?’ | |||
સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે. | |||
‘એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો?’ | |||
‘સુતારનો.’ | |||
સુતારને તેડાવ્યો. પૂછ્યું કે ‘દીકરો ક્યાંથી?’ | |||
‘પીપળે દીધો.’ | |||
પીપળાને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ | |||
‘ગા’એ દીધો.’ | |||
ગાયને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ | |||
‘ધરોએ દીધો.’ | |||
ધરોને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ | |||
‘સુયાણી મેલી ગઈ’તી.’ | |||
“બોલાવો રાંડ મૂંડી સુયાણીને! બોલાવો છયે રાણીઓને! માથાં મૂંડીચૂનો ચોપડી, અવળે ગધડે બેસારી ગામ બહાર કાઢી મેલો!” | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પુરુષોત્તમ માસ | |||
|next = | |||
}} |
Latest revision as of 09:49, 19 May 2022
[ભાદ્રપદ શુદ આઠમના વ્રતની કથા છે. ધ્રો નામનું ઘાસ થાય છે.]
એક રાજા હતો. રાજાને સાત રાણીઓ હતી. છ માનેતી, એક અણમાનેતી.
છયે માનેતીને છોરું નહિ, અને અણમાનેતીને અઘરણી. છયેને તો ખાર ખેધ થયા છે. નવમે મહિને સુયાણી બોલાવી છે. કીધું છે કે ‘અણમાનેતીને દીકરો આવે તો મારી નાખજે!’ છોરુનો તો સમો થયો છે. સુયાણીએ તો રાણીની આંખે પાટા બંધાવ્યા છે. દીકરાનો તો જલમ થયો છે. મહેલ પછવાડે લીલી લીલી ધરો ઊભી’તી એમાં જઈને દીકરાને નાખી આવે છે. રાજા પૂછે છે, ‘રાણીને શું આવ્યું?’ ‘અણમાનેતીને વળી શું આવે? સાવરણી ને સૂંથિયાં આવ્યાં!’ ગામમાં તો વાતો થવા માંડી : અરરર! રાજાની રાણીને સાવરણી ને સૂથિયાં આવ્યાં! છોકરો તો દેવના ચક્કર જેવો! લીલી ધરોમાં પડ્યો પડ્યો રમે છે. હાથનો અંગૂઠો ચૂસે છે. છ યે રાણીની નજર ગઈ છે. રાજા આવ્યા. રાણીઓ કહે, ‘ધરો કપાવી નાખો.’ ‘શું કામ?’ ‘લીલાડું વળી શા કામનું?’ ધરોએ તો વાત સાંભળી છે. ધરોએ તો ગા’ને પૂછ્યું, ‘છોકરાને સાચવીશ?’ ‘હા, મારા કાનમાં મેલી દે.’ છોકરાને કાનમાં લઈને ગા’ તો ચાલી ગઈ છે. છયે રાણીઓએ ગા’ને જોઈ, ‘અરરર! છોકરો તો ગા’ના કાનમાં રમે છે. વેચી નાખો ગા’ને!’ ‘અરે કાંઈ ગા’ વેચાય? એનું દૂધ થાય, ઘી થાય, એની તો પૂજા થાય.’ ‘ના, વેચો તો જ હા, નીકર ના.’ ગા’ વાત સાંભળી ગઈ છે. ગા’એ પીપળાને પૂછ્યું છે, ‘છોકરાને રાખીશ?’ પીપળો કહે, ‘હા, મારી પોલમાં મેલી દે.’ દીકરો તો ફૂલ જેવો પીપળાની પોલમાં રમે છે. ડાળે મધનું પોડું હતું એમાંથી દીકરાના મોંમાં દી અને રાત મધનાં ટીપાં ઝરે છે. એ તો ઘુઘવાટા કરે છે. છયે રાણીઓએ તો દીકરાને રમતો દીઠો છે. ‘રાજા રાજા, કપાવી નાખો પીપળાને. ‘અરરર! પીપળો તો બામણ કે’વાય. એને તે કપાવાય! એને પાણી રેડીએ, એનું તો મોં જોઈએ. એને પગે લાગીએ.’ ‘નહિ! કાપો તો જ હા, નીકર ના!’ પીપળો તો વાત સાંભળી ગયો છે. એણે તો દીકરો સુતારને સોંપ્યો છે. સુતાર તો દીકરાને ઘેર તેડી લાવ્યો છે. સુતારણને કહે કે ‘લે, તારે દીકઢણો આવ્યો છે.’ સુતારણ તો દીકરાને નવરાવે, ધોવરાવે, પહેરાવે, ઓઢાડે, ખવરાવે, પીવરાવે. દીકરાને તો કાચની નાનકી ગાડી ને કાચના નાનકડા બળદિયા કરાવી આપ્યા છે. દીકરો તો કાચની ગાડી ને કાચના બળદિયા હાંકતો હાંકતો નદીએ પાણી પાવા જાય છે. ત્યાં તો ગામનો રાજાયે ઘોડે ચડીને નીકળ્યો છે. છોકરાને જોયો છે. ઈ તો રાજાનો કુંવર! ઈ તો તપેશરી! એનું તો તાલકું જ તપતું હોય ને! ઘોડો થંભાવીને રાજા જોઈ રહ્યો છે. છોકરો તો નદીએ જઈને બોલે છે :
કાચની ગાડલી!
કાચના બળદ!
પૂછડે પાણી!
પો! પો!
રાજા તો વિસ્મે થઈ ગયો છે. ‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’ છોકરો ફરી વાર બોલ્યો છે :
કાચની ગાડલી!
કાચના બળદ!
પૂછડે પાણી!
પો! પો!
‘એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ?’ ‘ત્યારે રાજાની રાણી સાવરણી–સૂંથિયાં કેમ જણે?’ સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે. ‘એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો?’ ‘સુતારનો.’ સુતારને તેડાવ્યો. પૂછ્યું કે ‘દીકરો ક્યાંથી?’ ‘પીપળે દીધો.’ પીપળાને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ ‘ગા’એ દીધો.’ ગાયને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ ‘ધરોએ દીધો.’ ધરોને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ ‘સુયાણી મેલી ગઈ’તી.’ “બોલાવો રાંડ મૂંડી સુયાણીને! બોલાવો છયે રાણીઓને! માથાં મૂંડીચૂનો ચોપડી, અવળે ગધડે બેસારી ગામ બહાર કાઢી મેલો!”