ગુજરાતી એકાંકીસંપદા/ઊડણ ચરકલડી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 72: | Line 72: | ||
{{ps |સંતોકબાઈઃ |કેમ, હજી ધોતિયું જ પંપાળે છે ને? આવડી છોડી તો ફૂદાની૬ પેઠમ ફરે તો! મારે આટલી વેઠ શેની હોય? દયાળિયા સારુ ધાણી શેકી રાખી છે કે નહિ? ને બેડાંમાં તો છાંટો ય પાણી નહિ હોય! અહીં તો ચાલશે, પણ પારકે ઘેર કેમ હીંડશે?}} | {{ps |સંતોકબાઈઃ |કેમ, હજી ધોતિયું જ પંપાળે છે ને? આવડી છોડી તો ફૂદાની૬ પેઠમ ફરે તો! મારે આટલી વેઠ શેની હોય? દયાળિયા સારુ ધાણી શેકી રાખી છે કે નહિ? ને બેડાંમાં તો છાંટો ય પાણી નહિ હોય! અહીં તો ચાલશે, પણ પારકે ઘેર કેમ હીંડશે?}} | ||
{{ps | જીવીઃ | કાકી, જાન નીકળવાની કેટલી વાર છે?}} | {{ps | જીવીઃ | કાકી, જાન નીકળવાની કેટલી વાર છે?}} | ||
{{ps |સંતોકબાઈઃ |ચંદણીનો જાનમાં જ જીવ છે તો! પેલી લલીના લગનમાં સાદ બેસાડી દીધો, તે બાઈ, ગાણાં ય કાંઈ ઈંની રીતમાં ગવાતાં હશે ને? | {{ps |સંતોકબાઈઃ |ચંદણીનો જાનમાં જ જીવ છે તો! પેલી લલીના લગનમાં સાદ બેસાડી દીધો, તે બાઈ, ગાણાં ય કાંઈ ઈંની રીતમાં ગવાતાં હશે ને?}} | ||
{{ps | જીવીઃ | પણ જરી ઊભાંઊભાં વાલીને મળી આવીએ. જાણો છો ને કે વાલી વના તો અમે પાણી ય નાં પીતાં.}} | {{ps | જીવીઃ | પણ જરી ઊભાંઊભાં વાલીને મળી આવીએ. જાણો છો ને કે વાલી વના તો અમે પાણી ય નાં પીતાં.}} | ||
{{ps |સંતોકબાઈઃ |તે કાંઈ ચંદણી હવે નાની કીકલી છે, બાઈ? એમ પારકા ગામની જાનોમાં ભટકવાની ટેવ પડે એ આપણને નાં શોભે બા!}} | {{ps |સંતોકબાઈઃ |તે કાંઈ ચંદણી હવે નાની કીકલી છે, બાઈ? એમ પારકા ગામની જાનોમાં ભટકવાની ટેવ પડે એ આપણને નાં શોભે બા!}} | ||
Line 96: | Line 96: | ||
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.) | (‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.) | ||
{{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}} | {{ps | ચંદણીઃ | (સાથે) ઓહ્ હો!}} | ||
{{ps | {{ps | વાલીઃ |તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ.}} | ||
{{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}} | {{ps | ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી?}} | ||
{{ps | વાલીઃ (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}} | {{ps | વાલીઃ |(હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ?}} | ||
{{ps | ચંદણીઃ | અમે આબ્બા જ કરતાં’તાં.}} | {{ps | ચંદણીઃ | અમે આબ્બા જ કરતાં’તાં.}} | ||
{{ps | વાલીઃ વાહ રે તારું આવવું! મામાટલું પુરાવા માંડ્યું, ને મારાથી નાં ટકાંણું. મેં’કું ચારપાંચ વીસો પાપડ ને એવું બધું ગણતામાં તો તમાંને પાતાળમાંથી ય પકડી પાડીશ. દોટ મૂકીને પાછલે બારણેથી આવી છું. ઝટ પાછાં જઈએ, હીંડ!}} | {{ps | વાલીઃ |વાહ રે તારું આવવું! મામાટલું પુરાવા માંડ્યું, ને મારાથી નાં ટકાંણું. મેં’કું ચારપાંચ વીસો પાપડ ને એવું બધું ગણતામાં તો તમાંને પાતાળમાંથી ય પકડી પાડીશ. દોટ મૂકીને પાછલે બારણેથી આવી છું. ઝટ પાછાં જઈએ, હીંડ!}} | ||
{{ps | ચંદણીઃ | હવે તું જ આવી છે ને …?}} | {{ps | ચંદણીઃ | હવે તું જ આવી છે ને …?}} | ||
{{ps | વાલીઃ જો પાછી, તારા લગનમાં નહિ આવું પછી, હો! વળી કહીશ કે કીધું નો’તું!}} | {{ps | વાલીઃ |જો પાછી, તારા લગનમાં નહિ આવું પછી, હો! વળી કહીશ કે કીધું નો’તું!}} | ||
{{ps | ચંદણીઃ | પોરની વાત તો પોર છે, થઈ પડશે.}} | {{ps | ચંદણીઃ | પોરની વાત તો પોર છે, થઈ પડશે.}} | ||
{{ps | વાલીઃ (ચોંકીને) હેં?}} | {{ps | વાલીઃ (ચોંકીને) હેં?}} | ||
{{ps | જીવીઃ | તારે બદલે ઈંને પરણવા દેવું’તું ને, વાલી!}} | {{ps | જીવીઃ | તારે બદલે ઈંને પરણવા દેવું’તું ને, વાલી!}} | ||
{{ps | વાલીઃ મારા હાથમાં છે ને બધું જાણે?}} | {{ps | વાલીઃ |મારા હાથમાં છે ને બધું જાણે?}} | ||
{{ps | ચંદણીઃ | (હસવા કરતી) ને હાથમાં હોય તો જાણે બધું છોડી દેવા તૈયાર પાછી! તારા કિસન, બાઈ, સો વરસના થજો! … પણ અલી! તેં અણવર પારખ્યો?}} | {{ps | ચંદણીઃ | (હસવા કરતી) ને હાથમાં હોય તો જાણે બધું છોડી દેવા તૈયાર પાછી! તારા કિસન, બાઈ, સો વરસના થજો! … પણ અલી! તેં અણવર પારખ્યો?}} | ||
{{ps | વાલીઃ કેશુભાઈ?}} | {{ps | વાલીઃ |કેશુભાઈ?}} | ||
{{ps | ચંદણીઃ | વર મૂકો ને અણવર વધારો જાણે! … મારે તો નાની બૂન હોત તો કેશુભાઈને…}} | {{ps | ચંદણીઃ | વર મૂકો ને અણવર વધારો જાણે! … મારે તો નાની બૂન હોત તો કેશુભાઈને…}} | ||
{{ps | વાલીઃ (ટોળમાં) હવે મારી જ વાત કર ને!}} | {{ps | વાલીઃ |(ટોળમાં) હવે મારી જ વાત કર ને!}} | ||
{{ps | જીવીઃ | (ચોખ્ખું કરતી) આપણે તો નાનામોટાનો ય બળ્યો વાંધો તો!}} | {{ps | જીવીઃ | (ચોખ્ખું કરતી) આપણે તો નાનામોટાનો ય બળ્યો વાંધો તો!}} | ||
{{ps | ચંદણીઃ | (આડું જોઈ) જવા દે ને વાત!}} | {{ps | ચંદણીઃ | (આડું જોઈ) જવા દે ને વાત!}} | ||
(ગળગળી થઈ જાય છે.) | (ગળગળી થઈ જાય છે.) | ||
{{ps | જીવીઃ | અલી વાલી! આપણને બધાંને પાણી ચડાવનાર ચંદણી લગીર બોલબોલમાં આંખે પાણી ભરે છે!}} | {{ps | જીવીઃ | અલી વાલી! આપણને બધાંને પાણી ચડાવનાર ચંદણી લગીર બોલબોલમાં આંખે પાણી ભરે છે!}} | ||
{{ps | વાલીઃ ચંદણીબૂન! ક્યારે મલશું પાછાં?}} | {{ps | વાલીઃ |ચંદણીબૂન! ક્યારે મલશું પાછાં?}} | ||
(બંને ભેટે છે. બંને રડે છે.) | (બંને ભેટે છે. બંને રડે છે.) | ||
{{ps | જીવીઃ | પાછો તમે વેશ માંડશો.}} | {{ps | જીવીઃ | પાછો તમે વેશ માંડશો.}} | ||
{{ps | વાલીઃ (છૂટા પડી. આંખો લૂછી) છાની રહે, બૂન! મને તો ખાતરી છે કે આપણે એક જ ગામમાં આયખું કાઢવાનાં છીએ.}} | {{ps | વાલીઃ |(છૂટા પડી. આંખો લૂછી) છાની રહે, બૂન! મને તો ખાતરી છે કે આપણે એક જ ગામમાં આયખું કાઢવાનાં છીએ.}} | ||
{{ps | ચંદણીઃ | (ન માનતી, કટાક્ષમાં) હા! (રોતી અટકતી નથી.)}} | {{ps | ચંદણીઃ | (ન માનતી, કટાક્ષમાં) હા! (રોતી અટકતી નથી.)}} | ||
{{ps | વાલીઃ (ચંદણીને ખભે હાથ મૂકી) જાણે તું જ સાસરે જવાની હોય ઈંમ રુવે છે. મારા સારુ તો કાંક રહેવા દે!}} | {{ps | વાલીઃ |(ચંદણીને ખભે હાથ મૂકી) જાણે તું જ સાસરે જવાની હોય ઈંમ રુવે છે. મારા સારુ તો કાંક રહેવા દે!}} | ||
{{ps | ચંદણીઃ | (સ્વસ્થ થતી) તારી પાછળ જીવી ય આણાકોલી૭ હીંડી જાય એટલે મારે તો રોવાનું ય દોહ્યલું થવાનું છે.}} | {{ps | ચંદણીઃ | (સ્વસ્થ થતી) તારી પાછળ જીવી ય આણાકોલી૭ હીંડી જાય એટલે મારે તો રોવાનું ય દોહ્યલું થવાનું છે.}} | ||
(વાલી ને જીવી બંને ભેટે છે. વાલીને હાથે બંને બચી૮ ભરે છે. વાલી જવા કરે છે.) | (વાલી ને જીવી બંને ભેટે છે. વાલીને હાથે બંને બચી૮ ભરે છે. વાલી જવા કરે છે.) | ||
{{ps | વાલીઃ હીંડો, મોડું થશે વળી.}} | {{ps | વાલીઃ |હીંડો, મોડું થશે વળી.}} | ||
(એક ચાલાક, દેખાવડો ગોરો છકરો – કેશુભાઈ પ્રવેશે છે. પહેરણ પર તેણે જાકીટ પહેર્યું છે. માથે ફૂલગુલાબી સાફો બાંધેલો છે. ઉતાવળો ઉતાવળો નજીક આવતાં વાલીને જોઈને.) | (એક ચાલાક, દેખાવડો ગોરો છકરો – કેશુભાઈ પ્રવેશે છે. પહેરણ પર તેણે જાકીટ પહેર્યું છે. માથે ફૂલગુલાબી સાફો બાંધેલો છે. ઉતાવળો ઉતાવળો નજીક આવતાં વાલીને જોઈને.) | ||
{{ps | કેશુઃ | ભાભી છે કે અહીં? (બધાં સ્વસ્થ થઈ જાય છે. એમને જોઈ, લગભગ સ્વગત) અરે, આ તો આખું ય રાધામંડળ અહીં છે ને?}} | {{ps | કેશુઃ | ભાભી છે કે અહીં? (બધાં સ્વસ્થ થઈ જાય છે. એમને જોઈ, લગભગ સ્વગત) અરે, આ તો આખું ય રાધામંડળ અહીં છે ને?}} | ||
{{ps | ચંદણીઃ | વાલી, તને એવો ચકીદાર મળ્યો છે, બસ!}} | {{ps | ચંદણીઃ | વાલી, તને એવો ચકીદાર મળ્યો છે, બસ!}} | ||
{{ps | વાલીઃ આટલી વારમાં હું ક્યાં ખોવાઈ જવાની હતી?}} | {{ps | વાલીઃ |આટલી વારમાં હું ક્યાં ખોવાઈ જવાની હતી?}} | ||
{{ps | કેશુઃ | વળી સીતાની પેઠે તમારું પણ કોઈ હરણ કરી જાય તો?}} | {{ps | કેશુઃ | વળી સીતાની પેઠે તમારું પણ કોઈ હરણ કરી જાય તો?}} | ||
{{ps | જીવીઃ | (ચંદણીને) કેવું રૂપાળું બોલે છે?}} | {{ps | જીવીઃ | (ચંદણીને) કેવું રૂપાળું બોલે છે?}} | ||
Line 135: | Line 135: | ||
{{ps | કેશુઃ | ને, હં… ચંદનબેન, તમે ક્યાં ખોવાઈ ગ્યાં’તાં? તમારી તો વાટ જોઈ જોઈને થાક્યો. ભાભીને વાંકે ન આવ્યાં કે મારે? સાચું બોલજો, હો!}} | {{ps | કેશુઃ | ને, હં… ચંદનબેન, તમે ક્યાં ખોવાઈ ગ્યાં’તાં? તમારી તો વાટ જોઈ જોઈને થાક્યો. ભાભીને વાંકે ન આવ્યાં કે મારે? સાચું બોલજો, હો!}} | ||
{{ps | જીવીઃ | હવે અહીં ન્યા’ કરવા રહેશો એટલામાં ત્યાં જાન નીકળવાની થશે. ને કન્યા ને અરધો વર તો અહીં છે!}} | {{ps | જીવીઃ | હવે અહીં ન્યા’ કરવા રહેશો એટલામાં ત્યાં જાન નીકળવાની થશે. ને કન્યા ને અરધો વર તો અહીં છે!}} | ||
{{ps | વાલીઃ હીંડો, જઈશું ને? ચંદણી, જીવી, હીંડો!}} | {{ps | વાલીઃ |હીંડો, જઈશું ને? ચંદણી, જીવી, હીંડો!}} | ||
{{ps | કેશુઃ | (સહજ) શી ઉતાવળ છે? (વાલી, જીવી ખમચાય છે. વાલીને) જાઓ જાઓ, ભાભી, તમે તમારે! મારે જરી ચંદનબેન જોડે કામ છે. તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો.}} | {{ps | કેશુઃ | (સહજ) શી ઉતાવળ છે? (વાલી, જીવી ખમચાય છે. વાલીને) જાઓ જાઓ, ભાભી, તમે તમારે! મારે જરી ચંદનબેન જોડે કામ છે. તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો.}} | ||
{{ps | જીવીઃ | જા જા, વાલી, બધાં ગોતાગોત કરી મૂકશે વળી.}} | {{ps | જીવીઃ | જા જા, વાલી, બધાં ગોતાગોત કરી મૂકશે વળી.}} | ||
{{ps | વાલીઃ (જતી જતી) ચંદણી, જીવી, બૂન! આવો છો ને?}} | {{ps | વાલીઃ |(જતી જતી) ચંદણી, જીવી, બૂન! આવો છો ને?}} | ||
{{ps | જીવીઃ | હા હા. દોડ!}} | {{ps | જીવીઃ | હા હા. દોડ!}} | ||
(વાલી જાય છે. ચંદણી એક ખાટલો ઢાળે છે. પાથરણું લેવા અંદર જવા કરે છે. પણ કેશુ રોકે છે. કેશુ ખાટલા પર બેસે છે, અને ચંદણી અને જીવી ભીંતને અઢેલી ઊભાં રહે છે.) | (વાલી જાય છે. ચંદણી એક ખાટલો ઢાળે છે. પાથરણું લેવા અંદર જવા કરે છે. પણ કેશુ રોકે છે. કેશુ ખાટલા પર બેસે છે, અને ચંદણી અને જીવી ભીંતને અઢેલી ઊભાં રહે છે.) | ||
Line 228: | Line 228: | ||
}} | }} | ||
(બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને) | (બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને) | ||
{{ps | જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો? | {{ps | જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો?}} | ||
{{ps |નારાયણઃ | {{ps |નારાયણઃ|(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}} | ||
(બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી.}} | {{ps | જીવીઃ | કયા વિઠ્…?}} | ||
{{ps | જીવીઃ | કયા વિઠ્…? | {{ps |નારાયણઃ|કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો.}} | ||
{{ps |નારાયણઃ | {{ps | જીવીઃ | ઉમ્મર?}} | ||
કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો. | {{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો?}} | ||
}} | {{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો?}} | ||
{{ps | જીવીઃ | ઉમ્મર? | {{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે?}} | ||
{{ps |નારાયણઃ |હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો? | |||
{{ps | જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો? | |||
{{ps |નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે? | |||
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.) | (ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.) | ||
{{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર! | {{ps |સંતોકબાઈઃ |હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર!}} | ||
{{ps | જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો! | {{ps |જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો!}} | ||
{{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી! | {{ps |સંતોકબાઈઃ |હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી!}} | ||
{{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન. | {{ps |નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન.}} | ||
{{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …? | {{ps |સંતોકબાઈઃ |તમારા ભઈની સલ્લા વના, કે …?}} | ||
{{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો! | {{ps |નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો!}} | ||
{{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ! | {{ps |સંતોકબાઈઃ |(ન માનતી) જાઓ, જાઓ!}} | ||
{{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો. | {{ps |નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો.}} | ||
{{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે! | {{ps |સંતોકબાઈઃ |હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે!}} | ||
નારાયણઃ વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે! | {{ps |નારાયણઃ |વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે!}} | ||
{{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે! | {{ps |સંતોકબાઈઃ |(વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે!}} | ||
{{ps |નારાયણઃ | પણ… | {{ps |નારાયણઃ | પણ…}} | ||
{{ps |સંતોકબાઈઃ |શું? | {{ps |સંતોકબાઈઃ |શું?}} | ||
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.) | (છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.) | ||
{{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે! | {{ps |નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે!}} | ||
(બધાં ચોંકી ઊઠે છે.) | (બધાં ચોંકી ઊઠે છે.) | ||
{{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો? | {{ps |સંતોકબાઈઃ |(ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો?}} | ||
{{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે! | {{ps |નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે!}} | ||
{{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી! | {{ps |સંતોકબાઈઃ |છેવટ તમે તમારાવાળી કરી!}} | ||
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ) | (જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ) | ||
{{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં? | {{ps |નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં?}} | ||
{{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે! | {{ps | જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે!}} | ||
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.) | (સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.) | ||
{{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે! | {{ps | ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે!}} | ||
{{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …? | {{ps |નારાયણઃ | ના. પણ મને કહો, આ …?}} | ||
{{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! … | {{ps | જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! …}} | ||
{{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે? | {{ps |સંતોકબાઈઃ |હું વાણિયાને કહી આવું ત્યારે?}} | ||
(સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.) | (સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.) | ||
{{ps | જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો? | {{ps | જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો?}} | ||
{{ps | ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ… | {{ps | ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ…}} | ||
{{ps | જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી… | {{ps | જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી…}} | ||
{{ps | ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ… | {{ps | ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ…}} | ||
(બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં) | (બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં)}} | ||
{{ps | જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી… | {{ps | જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી…}} | ||
(બંને અદૃશ્ય થાય છે.) | (બંને અદૃશ્ય થાય છે.) | ||
(પડદો પડે છે.) | <center>(પડદો પડે છે.)</center> | ||
(સાપના ભારા) | {{Right|(સાપના ભારા)}} | ||
<center>*</center> | <center>*</center> | ||
૧. ભવાઈમાં સ્ત્રીપાત્રનો પાઠ ભજવનાર પુરુષ – સ્ત્રીના પોશાકમાં, ૨. એમને, ૩. દીદાર, સિકલ, ૪. રિવાજ, રૂઢિ, ૫. એટલી બધી નાની કે સૂપડામાં સુવાડીને પરણાવેલી, ૬. પતંગિયાની પેઠે, ૭. આણું આવ્યે, ૮. મહિકાંઠામાં કેટલેક ઠેકાણે એવો રિવાજ છે, ૯. ચાળા | ૧. ભવાઈમાં સ્ત્રીપાત્રનો પાઠ ભજવનાર પુરુષ – સ્ત્રીના પોશાકમાં, ૨. એમને, ૩. દીદાર, સિકલ, ૪. રિવાજ, રૂઢિ, ૫. એટલી બધી નાની કે સૂપડામાં સુવાડીને પરણાવેલી, ૬. પતંગિયાની પેઠે, ૭. આણું આવ્યે, ૮. મહિકાંઠામાં કેટલેક ઠેકાણે એવો રિવાજ છે, ૯. ચાળા | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડલાં | |||
|next = ચાલો આપણે બે | |||
}} |
Latest revision as of 10:01, 8 June 2022
ઉમાશંકર જોશી
ચંદણીઃ એક તરુણ કુમારિકા
જીવીઃ ચંદણીની બહેનપણી, પરિણીતા
વાલીઃ બંનેની બહેનપણી, નવોઢા
કેશુઃ અણવર. જાનમાં આવેલો પરગામી
સંતોકબાઈઃ ચંદણીની માતા
નારાયણઃ ચંદણીના પિતા
(આથમતા ઉનાળાની બપોર તરફ ઢળતી સવાર. ખૂણાના એક ઘરની ઓસરીમાં સોળસત્તર વરસની કુમારિકા ચંદણી વળગણી ઉપર ધોતિયું સૂકવતી દેખાય છે. એણે ઓઢેલી બાંધણીએ એના ભીના વાનનો ઉઘાડ બતાવવા કરતાં કન્યાને છાજે એવી શાંત છાયામાં એને લપેટી લીધી છે. પડદો ઊપડતી વખતે એ ધોતિયું પૂરું સૂકવીને મોઢું અરધું દેખાય ન દેખાય એમ ઊભી ઊભી ધોતિયાનો પનો ખેંચી સળ ઉકેલતી હોય છે. એનું મોઢું પડી ગયેલું છે, આંખમાં પાણી છે. એનાથી ડૂસકું ભરી જવાય છે. એ જ વેળાએ પાસેના ઘરની ગોઠણ જીવી પ્રવેશે છે. એને પગે સાંકળાં, કલ્લાં, કાંબી અને હાથે ચૂડીઓ છે. ડીલે રંગબેરંગી ટપકીવાળું ગવન ઓઢેલું છે તે એના સહેજ શામળા વર્ણને બરોબર બંધબેસતું આવે છે.) જીવીઃ (ડૂસકું સાંભળી જઈ ધીરેથી) પકડાઈ ગઈ છે આજે તો! (ચંદણી એની ધૂનમાં જ છે; ધોતિયાની કોર હાથમાં રહી ગઈ છે. જીવી બિલાડીની ચાલે ડગલાં ભરતી પાછળથી આવીને એની આંખો બે હાથે દાબી દે છે.)
ચંદણીઃ | (ચોંકી ઊઠીને) કોણ છે આ? મૂકી દે, કહું છું! |
જીવીઃ | (આનંદાતી) હં અં અં અં… |
ચંદણીઃ | (ચિડાઈને) મૂકી દે, નહિ તો… કોણ, મોંઘી? (જીવીના હાથ છોડાવવા મથતી) અરે! |
જવીઃ | (કૃત્રિમ અંદાજે) નહિ તો? |
ચંદણીઃ | (હારીને જીવીના હાથ પર ચૂંટી ખણતી) મૂકે છે કે નહિ? |
જીવીઃ | (ચીડવતી) હં અં અં અં … |
ચંદણીઃ | (જીવીને માથે હાથ ફેરવે છે. બોર પકડીને) ઓત્તારીની જીવલી! અંબોડે મારું જ ગૂંથેલું બોર! |
(જીવી આંખો પરથી હાથ લઈ લે છે.)
(આંખો લૂછતી) બળ્યું! વેળા કવેળા ભાળ્યા વિના…? |
જીવીઃ | (એકદમ ડાહી બની જઈને) આ મારા હાથ શેણે ભીના થયા? (ચંદણીની આંખો સામું જોઈ) આમ છે તો વાઘણ જેવી, ને રોતી શું હશે? |
ચંદણીઃ | (બાજુ જોઈ) કોણ રુએ છે? આ ધોતિયા પર હાથ લાગ્યો હશે. |
જીવીઃ | જુઠ્ઠી! હું આવી ત્યારે રોતું’તું તે કોણ? તું કે બીજી? |
ચંદણીઃ | (એનું મોઢું પડતું જાય છે.) તું મને પજવવા આવી છે? |
જીવીઃ | (ખિજાયાનો ડોળ કરતી) અમારા મનમાં તો એમ, કે ‘ઓહો, આપણાં ચંદણી બૂન!’ ત્યારે આ તો અમને ગણકારતાં ય નથી. |
ચંદણીઃ | (સહેજ સાવધાન થઈ, ડારતી) જીવી! |
જીવીઃ | તે, છણકા કરે છે તે પૂછ્યાનો સમો ઉત્તર આપ ને! |
ચંદણીઃ | (આડું જોતી) તને અહીં કોણે તેડું મોકલ્યું’તું અત્યારે? |
જીવીઃ | (ખભે હાથ મૂકી) હીંડ, કાંઈ નહિ! પછી કહેજે… વાલીને વોળાવાનો વખત થયો છે, ને અહીં કેમ બેસી રહી છે? ડૂસકું સાંભળીને મેં તો જાણ્યું કે વાલી ને તું બે છેલ્લી વારનું રોઈ લેતાં હશો. પણ આ તો તું એકલી નીકળી! |
ચંદણીઃ | હોવે! કેમ ત્યારે આ વેળાએ વાલી અહીં આવે, ને તે વળી મારા જેવી પાસે આંખો ભીની કરવા! ગામને ગોંદરે રોવું એ તો ઢોંગ કરવાના. |
જીવીઃ | તે, તું એની પાસે ના જાય, તો બિચારી એ જ અહીં આવે ને? હીંડ, દોડ, જાન ઊપડવાની તૈયારીમાં છે. |
ચંદણીઃ | (વીલે મોઢે) અંહં! |
જીવીઃ | બેડાવાર પછી અહીં તને મળવા વાલી બેસી રહેવાની નથી હો! |
ચંદણીઃ | તું જા ને! તું તો તારે સાસરે હતી, ને અમે તો ઘણી યે વાર મળ્યાં છીએ ને રોયાં ય છીએ. |
જીવીઃ | કેમ, કાંઈ કોઈએ આડુંઅવળું કહ્યું છે કે શું? કાલે તો વાલી કહેતી’તી કે ‘ઓણસાલ આપણી પાંચે બેનપણીઓને વોળાવતાં ચંદણી કાંઈ રોઈ છે, કાંઈ રોઈ છે!’ |
ચંદણીઃ | (ઊંચું જોઈ) ને એ ઓછું રોતી’તી કે વળી? |
જીવીઃ | (ટોળ કરતી) બંને જણાં શીખતાં હશો ત્યારે તો! |
ચંદણીઃ | (ડૂસકું ભરતી) એને તો શીખેલું આજ પાર પડશે! |
જીવીઃ | (વરતી જઈ) ને તારે શાં વરસો વીતી જવાનાં છે! |
ચંદણીઃ | (રોવા જેવી) હોવે! તને આવડી અમથીને બે વરસ પહેલાં વોળાવી; ઓણ જમની, લલી, રૂપાળી, બધાંને વોળાવ્યાં ને આંખોમાં હતું એટલું પાણી ઢોળી નાખ્યું. આજે વાલીને વોળાવવાની! … મારે તો હજી, બૂન, પોર સુધીમાં પાછું કોક વાર રોવું પડે તો! |
(એનાથી રોઈ પડાય છે.)
જીવીઃ | (ગળે હાથ વીંટી) ચંદણી! ડાહી થઈને આ શું? અમને બધાને તો પાંદડે પાણી પાય છે, ને આજ આમ ઢીલી શું થઈ ગઈ? |
ચંદણીઃ | (નીચું જોઈને) હોવે! તું ય આણાં આવ્યે હીંડી જઈશ. પછી અહીં ચંદણીબાઈ મેવડો૧ થઈને નાચશે આખા ગામમાં! |
જીવીઃ | (દિલાસો દેતી) તે આ લગનગાળામાં જ તારું ય ક્યાંક નક્કી નહિ થઈ જાય એ કોણે કહ્યું? |
ચંદણીઃ | (આંખો લૂછી) મારા કાકા છે ત્યાં લગી તો વાત મૂકો ને! મારા સાટામાં ઈંયાને૨ ઘૂંઘટાવાળી લાવી છે. |
જીવીઃ | દીકરીના નિસાસા લે છે, તે આયખામાંય… |
ચંદણીઃ | (હસવા કરતી) અલી જીવી! મારી કાકી ક્યાંક જનમી હશે કે નહિ? મને લાગે છે કે મારો કાકો અને હું બે ય અવલકુંવારા મરવાનાં છીએ! |
જીવીઃ | જા જા, ગાંડી! એવા કાકાફાકાને ગણકારે છે ખાસડારાત! ઈંયાંના દકાંન૩ તો જુઓ પાછા! |
ચંદણીઃ | પણ ઈંયાંના જ પરતાપે… ને મારી બા તો મૂઈ કહે છે કે પૈસાવાળું ઘર હોય તો જ દીકરી આલું. ને, હેં! દેજમાં દાગીના કેટલા માગે છે તે? |
જીવીઃ | સંતીકાકીનો સ્વભાવ જ વિચિતર છે. પણ નારાણકાકો તો આખી દુનિયાને પોકે એવા છે. |
ચંદણીઃ | એ તો હમણાંના, જુએ જ છે ને, પટલાઈમાં પડ્યા છે તે ઊંચા ઘર વના વાત જ ના કરે. ઊલટા બે પૈસા ઘસારો ખમવા તૈયાર. |
જીવીઃ | પણ આમ ત્રણ જણની જુદી જુદી ઢોલકી વાગે ત્યાં મેળ શેનો ખાય? મૂઓ આપણી નાતનો ઢાળો૪! |
ચંદણીઃ | મારાં ફોઈ જીવ્યાં હોત તો બધાંને ય સીધાંદોર કરી દેત. દુરગાફોઈની કોસ્તુરી પંદર પરસની થઈ નાં થઈ ને ત્યાં તો… |
જીવીઃ | એ તો આ વાલીને ય માવતર સારાં નાં મળ્યાં હોત તો તારી જ વલે ઈની ય થાત. મારી સાસરીમાં ય એક છોડીને… |
ચંદણીઃ | (વીલે મોઢે) પણ વાલીનું તો અમારા કરતાં કુળ પણ ઊંચું ને? અને તે ય કેટલે વાને વર મળ્યો છે? વાલીબાઈને પહેરાવ્યું હોય તો નમીને બેવડ થઈ જાય એટલું રૂપું, કહે છે કે, આપ્યું! |
જીવીઃ | મૂઆં લોક પણ ભાતભાતનાં છે ને! પેલી ડાયલી વાણિયણે સામા રૂપિયા લઈને દીકરી પરણાવી, ને પેલા રવલા મેરાઈની ચાર છોડીઓ તો સૂપડામાં પરણેલી!૫ આપણાં જ ગાંડાં દીકરીના નિસાસા લે છે! |
ચંદણીઃ | (ગળગળી) મારાથી ય નાનીનાની ગોઠણો જતી રહી, લગનોમાં માલવું તે મરવા જેવું લાગ્યું છે મને ઓણ તો! ને પાણિયારીને કૂવે ઓછાં મેણાં સાંભળ્યાં છે? તોબા બાપજી! |
જીવીઃ | એ તો ભગવાન પૂછશે સૌને! |
ચંદણીઃ | તને ખોટું નાં લાગે તો – આ તારી ભાભી જ મને ના કહેવાનું કેટલીય વાર સંભળાઈ ગઈ છે. પણ મારી બાના કાનના ઢાક ઊઘડતા નથી. |
જીવીઃ | (આંગણા તરફ જોતી) જ કોક આવે! (આંખ ઝીણી કરી) તારી બા જ છે ને! |
ચંદણીઃ | (જીવીને ટપલી લગાવી) જો! સગી માને ન કહેવાય એ તને કહેવાયું. (હોશિયાર થઈ જતી) બા કરતાં બેનપણી મોટી! |
(હાથમાં ટોપલી લઈને સંતોકબાઈ પ્રવેશે છે.)}}
સંતોકબાઈઃ | કેમ, હજી ધોતિયું જ પંપાળે છે ને? આવડી છોડી તો ફૂદાની૬ પેઠમ ફરે તો! મારે આટલી વેઠ શેની હોય? દયાળિયા સારુ ધાણી શેકી રાખી છે કે નહિ? ને બેડાંમાં તો છાંટો ય પાણી નહિ હોય! અહીં તો ચાલશે, પણ પારકે ઘેર કેમ હીંડશે? |
જીવીઃ | કાકી, જાન નીકળવાની કેટલી વાર છે? |
સંતોકબાઈઃ | ચંદણીનો જાનમાં જ જીવ છે તો! પેલી લલીના લગનમાં સાદ બેસાડી દીધો, તે બાઈ, ગાણાં ય કાંઈ ઈંની રીતમાં ગવાતાં હશે ને? |
જીવીઃ | પણ જરી ઊભાંઊભાં વાલીને મળી આવીએ. જાણો છો ને કે વાલી વના તો અમે પાણી ય નાં પીતાં. |
સંતોકબાઈઃ | તે કાંઈ ચંદણી હવે નાની કીકલી છે, બાઈ? એમ પારકા ગામની જાનોમાં ભટકવાની ટેવ પડે એ આપણને નાં શોભે બા! |
(ચંદણી આખો વખત ચૂપ જ રહે છે.)
જીવીઃ | આમ શું બોલતા હશો, સંતીકાકી? વાલી તો માની જણી બૂન જેવી છે. ઈંના લગનમાં ય નાં જઈએ ત્યારે શું કરીએ? (ચંદણીને) જા જા. ચંદણી, કપડાં પહેરી લે. |
(ચંદણી ખસતી નથી. સંતોકબાઈ ઘરમાં જવા કરે છે.)
સંતોકબાઈઃ | (જતાં જતાં, જાણે પોતાને જ પૂછતાં હોય એમ) આ છોડી પારકે ઘેર કેમ કરીને જીવશે? … અહીં છે ત્યાં લગી તો પહેર્યાં ને લેહેર્યાં ફરે છે, પણ કોઈ ભિખારીને પાને પડી તો… |
(અંદર અદૃશ્ય થાય છે.)
ચંદણીઃ | (ધીરેથી) આ ‘પારકા ઘર’ની વાત ચાર વરસથી એકધારી સંભળાવે છે. ને ‘ભિખારી’ તો ડગલે ને પગલે આબ્બાનો જ! |
જીવીઃ | પણ હવે પછી બધું! વાલી આપણને દેખ્યા વના ઊંચી-નીચી થતી હશે. |
ચંદણીઃ | અહીંથી નીકળવા ઊંચીનીચી થતી હશે, એમ કહે! |
સંતોકબાઈઃ | (બહાર આવીને) કેમ ખોટકાઈ ગઈઓ? જાઓ જાઓ, દોડો! પણ વહેલી આવજો… (લગભગ પોતાને) હું યે ત્યારે એટલામાં વીરચંદ વાણિયાને ત્યાં ઊભીઊભી જઈ આવું. |
જીવીઃ | કેમ, ચંદણીના લગનની તેવડમાં કાંઈ? |
(જીવી ને ચંદણીની આંખો મળે છે.)
સંતોકબાઈઃ | ના રે, બાઈ! લગનગાળો તો હવે પૂરો થવા આવ્યો. તારો ડૂબ્યા આડા પંધરસોળ દાડા છે. |
જીવીઃ | ત્યારે શા કાજે હીંડ્યાં? |
સંતોકબાઈઃ | એ તો ઈંનો બાપો દોઢડાહ્યા ને? સારાં જોઈને ગોળઘી વાણિયાને ત્યાં એક કોરે કાઢી રખાવેલાં, પણ મોઈનું કરમ જ કોડિયા જેવડું તે રાણીગામના પેલા રાજુભાઈ કારભારીના દીકરા સાથે બધું ય ગોઠવાઈ ગયેલા જેવું હતું, પણ આજે ઓચિંતાનો સંદેશો આવ્યો છે કે ઈંનાં તો આ પાંચમનાં લગન છે, બોપાલીના નાનજીની દીકરી વેરે. |
જીવીઃ | તો કાંઈ ઈંનાં વેચાણ ઓછાં છો? એ નહિ તો ઈંનો ભાઈ બીજો! |
સંતોકબાઈઃ | હોવેસ્તો! કુંવારીના સો વર! પણ ઘરમાં બે હાંડલાં જોઈને દીકરી નાખવી ને? (ઊંચું જોઈ) અલી ચંદણી! (બંને બેનપણીઓ ચોંકી ઊઠે છે.) કમાડ બરોબર વાસીને જજે હોં! |
(જાય છે.)
ચંદણીઃ | મારી બા યે બિચારી શું કરે? |
જીવીઃ | કેમ શું કરે? આ બીજીઓની માઓ શું કરે છે? |
(‘કોણ શું કરે છે?’ કરતીકને નવોઢા વાલી કન્યાના વેશમાં પ્રવેશે છે.)
ચંદણીઃ | (સાથે) ઓહ્ હો! |
વાલીઃ | તમે જ શું કરો છો એ કહો ને! હું તો વાટ જોઈ જોઈને અરધી થઈ ગઈ. |
ચંદણીઃ | સાસરીના ગામની કે અમારી? |
વાલીઃ | (હસતી) તારી તો બોલી જ બસ! મારો કંઈ વાંકગુનો? કેમ અલોપ થઈ ગ્યાં છેલ્લી ઘડીએ? |
ચંદણીઃ | અમે આબ્બા જ કરતાં’તાં. |
વાલીઃ | વાહ રે તારું આવવું! મામાટલું પુરાવા માંડ્યું, ને મારાથી નાં ટકાંણું. મેં’કું ચારપાંચ વીસો પાપડ ને એવું બધું ગણતામાં તો તમાંને પાતાળમાંથી ય પકડી પાડીશ. દોટ મૂકીને પાછલે બારણેથી આવી છું. ઝટ પાછાં જઈએ, હીંડ! |
ચંદણીઃ | હવે તું જ આવી છે ને …? |
વાલીઃ | જો પાછી, તારા લગનમાં નહિ આવું પછી, હો! વળી કહીશ કે કીધું નો’તું! |
ચંદણીઃ | પોરની વાત તો પોર છે, થઈ પડશે. |
વાલીઃ (ચોંકીને) હેં? |
જીવીઃ | તારે બદલે ઈંને પરણવા દેવું’તું ને, વાલી! |
વાલીઃ | મારા હાથમાં છે ને બધું જાણે? |
ચંદણીઃ | (હસવા કરતી) ને હાથમાં હોય તો જાણે બધું છોડી દેવા તૈયાર પાછી! તારા કિસન, બાઈ, સો વરસના થજો! … પણ અલી! તેં અણવર પારખ્યો? |
વાલીઃ | કેશુભાઈ? |
ચંદણીઃ | વર મૂકો ને અણવર વધારો જાણે! … મારે તો નાની બૂન હોત તો કેશુભાઈને… |
વાલીઃ | (ટોળમાં) હવે મારી જ વાત કર ને! |
જીવીઃ | (ચોખ્ખું કરતી) આપણે તો નાનામોટાનો ય બળ્યો વાંધો તો! |
ચંદણીઃ | (આડું જોઈ) જવા દે ને વાત! |
(ગળગળી થઈ જાય છે.)
જીવીઃ | અલી વાલી! આપણને બધાંને પાણી ચડાવનાર ચંદણી લગીર બોલબોલમાં આંખે પાણી ભરે છે! |
વાલીઃ | ચંદણીબૂન! ક્યારે મલશું પાછાં? |
(બંને ભેટે છે. બંને રડે છે.)
જીવીઃ | પાછો તમે વેશ માંડશો. |
વાલીઃ | (છૂટા પડી. આંખો લૂછી) છાની રહે, બૂન! મને તો ખાતરી છે કે આપણે એક જ ગામમાં આયખું કાઢવાનાં છીએ. |
ચંદણીઃ | (ન માનતી, કટાક્ષમાં) હા! (રોતી અટકતી નથી.) |
વાલીઃ | (ચંદણીને ખભે હાથ મૂકી) જાણે તું જ સાસરે જવાની હોય ઈંમ રુવે છે. મારા સારુ તો કાંક રહેવા દે! |
ચંદણીઃ | (સ્વસ્થ થતી) તારી પાછળ જીવી ય આણાકોલી૭ હીંડી જાય એટલે મારે તો રોવાનું ય દોહ્યલું થવાનું છે. |
(વાલી ને જીવી બંને ભેટે છે. વાલીને હાથે બંને બચી૮ ભરે છે. વાલી જવા કરે છે.)
વાલીઃ | હીંડો, મોડું થશે વળી. |
(એક ચાલાક, દેખાવડો ગોરો છકરો – કેશુભાઈ પ્રવેશે છે. પહેરણ પર તેણે જાકીટ પહેર્યું છે. માથે ફૂલગુલાબી સાફો બાંધેલો છે. ઉતાવળો ઉતાવળો નજીક આવતાં વાલીને જોઈને.)
કેશુઃ | ભાભી છે કે અહીં? (બધાં સ્વસ્થ થઈ જાય છે. એમને જોઈ, લગભગ સ્વગત) અરે, આ તો આખું ય રાધામંડળ અહીં છે ને? |
ચંદણીઃ | વાલી, તને એવો ચકીદાર મળ્યો છે, બસ! |
વાલીઃ | આટલી વારમાં હું ક્યાં ખોવાઈ જવાની હતી? |
કેશુઃ | વળી સીતાની પેઠે તમારું પણ કોઈ હરણ કરી જાય તો? |
જીવીઃ | (ચંદણીને) કેવું રૂપાળું બોલે છે? |
કેશુઃ | (લહેરમાં ગાય છે.) ‘સાહેલી, આંબો મ્હોર્યો!’ |
જીવીઃ | (ચંદણી તરફ જોઈને) કોને કે’ છે આ? |
ચંદણીઃ | એ તો અમારા ગાણાના ઠઠણિયા૯ પાડે છે. |
કેશુઃ | ને, હં… ચંદનબેન, તમે ક્યાં ખોવાઈ ગ્યાં’તાં? તમારી તો વાટ જોઈ જોઈને થાક્યો. ભાભીને વાંકે ન આવ્યાં કે મારે? સાચું બોલજો, હો! |
જીવીઃ | હવે અહીં ન્યા’ કરવા રહેશો એટલામાં ત્યાં જાન નીકળવાની થશે. ને કન્યા ને અરધો વર તો અહીં છે! |
વાલીઃ | હીંડો, જઈશું ને? ચંદણી, જીવી, હીંડો! |
કેશુઃ | (સહજ) શી ઉતાવળ છે? (વાલી, જીવી ખમચાય છે. વાલીને) જાઓ જાઓ, ભાભી, તમે તમારે! મારે જરી ચંદનબેન જોડે કામ છે. તમારી પાછળ પાછળ જ આવ્યો સમજો. |
જીવીઃ | જા જા, વાલી, બધાં ગોતાગોત કરી મૂકશે વળી. |
વાલીઃ | (જતી જતી) ચંદણી, જીવી, બૂન! આવો છો ને? |
જીવીઃ | હા હા. દોડ! |
(વાલી જાય છે. ચંદણી એક ખાટલો ઢાળે છે. પાથરણું લેવા અંદર જવા કરે છે. પણ કેશુ રોકે છે. કેશુ ખાટલા પર બેસે છે, અને ચંદણી અને જીવી ભીંતને અઢેલી ઊભાં રહે છે.)
ચંદણીઃ | ભલું તમે ગામમાંથી ઘર ગોતી કાઢ્યું! |
કેશુઃ | તમે ન બતાવો એટલે અછતું ઓછું રહેવાનું હતું? |
(અવાજ આવે છેઃ ‘ઓ જીવી! ઓ! આ ભાણિયો રુવે છે, દોડ!’)
જીવીઃ | કેશુભાઈ, આવું છું હો! |
(જાય છે.)
ચંદણીઃ | (એકલી પડતાં કંઈક ક્ષોભ પામતી કેશુ ભણી તાકી રહે છે. એની શૂન્ય નજરમાં કશું વરતાતું નથી. થોડીક વાર પછી) કેમ થીજી ગ્યા? કૂદંકૂદા કરતા ફરો છો ને? |
કેશુઃ | ના ન પાડો તો એક વાત કહું. |
ચંદણીઃ | તમારી કેટલી વાતો સાંભળવી છે તે વળી ના પાડવા રહીશ! ચાર દનનાં ચાંદરણામાં હા ના શેની વળી? – પણ ભિયા! તમારે ત્યાં મારા ભાઈને, દયાળિયાને લઈ જજો ને બરોબર તમારા જેવો ઈને ભણાવીને પોપટ બનાવજો હો! મારી આટલી વાત વચમાં. – બોલો, શું કહેતા’તા? |
કેશુઃ | પણ કોઈને કહેવાનું નહિ હો. આપણે મનોમન સાક્ષી! |
ચંદણીઃ | (કંઈ ન સમજાતાં) પણ શું છે એ તો કહો! આટલો ભરૉંસો પડતો નથી? |
કેશુઃ | તમે ના કહેશો તો? |
ચંદણીઃ | એવું કડવું સંભારણું નહિ રાખું. |
કેશુઃ | જોજો હો! (જાકીટના અંદરના ખીસામાંથી સાવ સોનાનો પૂતળીઓનો હાર કાઢી ચંદણી આગળ ધરે છે. અણધાર્યું જ કંઈ જોઈને તે આભી બની જાય છે.) લ્યો આ ત્રણ દિવસના બેનપણાનું [(બાજુ જોઈ) કે ગમે-તે-પણાનું] સંભારણું. |
ચંદણીઃ | (કશું ન માનતી) હેં! |
કેશુઃ | (ચંદણીની અકળામણ જોઈ હસતો) ઝટ લઈને મૂકી દ્યો! કોઈ જોશે તો નકામું અદેખાઈ કરશે. |
ચંદણીઃ | (સંકોચાતી) પણ કોનો? |
કેશુઃ | કોઈનો ચોરી આણ્યો નથી. હો! ચંદનબેન, તમે મને ત્રણ દિવસમાં શાનાં ઓળખી શકો? છાનાંમાનાં ડાહ્યાં થઈને લઈ લ્યો! |
(રૂમાલમાં વીંટી ફેંકે છે. ચંદણીથી સહજ ઝીલી લેવાય છે. હારવાળો હાથ પીઠ પાછળ રાખીને ઊભી રહે છે.)
ચંદણીઃ | (કેશુ ઊઠવા કરે છે તેને) એક વાત … …? |
કેશુઃ | (ટપ બેસી જઈને) લ્યો ભાઈ, સો વાત! એક શા માટે? |
ચંદણીઃ | (સંકોચથી) મારી બા પૂછશે તો ઈંને…? |
કેશુઃ | પણ કહ્યું ને કે કોઈનું ખાતર પાડીને લાવ્યો નથી. |
ચંદણીઃ | (મૂંઝવણથી) તો પછી…? |
કેશુઃ | તોબા ભાઈ, તમારી જાતથી તો! ભગવાન બચાવે! સાંભળો ત્યારે – આ જાન આવતી’તી ને જ્યાં વાઘલપર વટાવ્યું, ને ‘લીલૂડા વાંસની વાંસળી રે ઊભી વાટે વાગતી જાય’ તે વાગતી બંધ પડી, અને રસ્તે નદીની આ બાજુ ઝાડીમાં લૂંટારા સવળ્યા. અમારી સંગાથે કામઠીવાળા ચોકિયાત હતા એમણે એમને દોટ મૂકીને ભગાડ્યા. હું પણ ભેગોભેગો મારું કામઠું લઈને દોડ્યો… |
ચંદણીઃ | (વચ્ચે) તે તમે રાખો છો? કામઠું બતાવ્યું તો નહિ? |
કેશુઃ | ચોકિયાત કને છે… પછી પેલા બેઠેલા ત્યાં હું તો જઈ ચડ્યો ને ઘાસમાં આ હાર દેખ્યો, મૂક્યો ચૂપચાપ ગજવામાં. કહો તો એ ચોરલોકોને પાછો આપવા જાઉં! |
ચંદણીઃ | ના, તમારે ઘેર લઈ જાઓ ને? |
કેશુઃ | મારા બાપા તો ખાઈ પરવાર્યા છે. પચાસ વરસ લગી પૈસા જ ભેગા કર્યા છે ને? |
(ત્યાં જીવી આવે છે. કેશુ ખમચાય તે પહેલાં તો)
ચંદણીઃ | કેશુભાઈ, આ જીવી તો મને જીવથી યે વાલી છે. મારામાં ને ઈનામાં મુદ્દલે ભેદભાવ નથી. એનો કંઈ વાંધો નથી હો! |
કેશુઃ | ના ના, વાંધો શાનો? |
(જીવી સમજવા મથતી આસપાસ નજર કરે છે.)
ચંદીઃ | અલી જીવી! આ જાન આવતાં વાટમાં બોકાહ બોલેલો ને? તે ઈંમાં ચોરોની પાછળ પડતાં કેશુભાઈને પૂતળીઓનો હાર જડ્યો છે. કહે છે તમે રાખો? આપણાથી કેમ લેવાય? |
જીવીઃ | (સાંભળી જ રહે છે.) વિચિતર માણસ છે! |
ચંદણીઃ | (કેશુને) તમે જ રાખો ને! |
કેશુઃ | કેમ, મારે ગળે શોભે ખરો ને? કંદોરો હોત તો હું રાખી લેત કદાચ! |
ચંદણીઃ | તમારી બાને આલજો, … બૂનને! |
કેશુઃ | (નરમ અવાજે) મારી બા તો … તમને દુઃખ શા માટે કહેવું? (ગળગળો થઈ જાય છે.) ને બેન હોત તો જાનમાં તમે દેખત નહિ? |
(સ્વસ્થ થતો, ચંદણી બીજું કંઈ પૂછે તે પહેલાં) હું તો મારે ભણું છું ત્યાં જ રહું છું. અઠવાડિયા પહેલાં આવ્યો. ધરાઈને કોઈને મળ્યો હોઉં તો તે તમને જ!
જીવીઃ | ચંદણી ઈંયાંને વધારે દલગીર કર મા! |
કેશુઃ | (ઊઠવા કરતો) ઠીક ત્યારે, ચંદનબેન, રામરામ! જીવીબેનને?- રામરામ! અત્યારે જાન વોળાવવા તો આવશો ને? મળશું વળી મેંદોલી આવશો કોક વાર તો! |
ચાંદણીઃ | (હસવા કરતી) ના રે, ભઈ! તમારા કૂવાનું પાણી કાઢતાં બાવડાં રહી જાય! |
(કેશુ ઊઠીને ચાલવા કરે છે, ત્યાં ‘એ આ તમારો હાર. મને નો ખપે ભા!’ કરતી ચંદણી તેને કેશુ તરફ ફેંકે છે, પણ તે તો પાછું જોયા વિના ચાલ્યો જાય છે, જીવી હારવાળો રૂમાલ લઈ લે છે.)
જીવીઃ | ચંદણી, તને જો ને ‘ચંદનબેન’ કહે છે! |
ચંદણીઃ | ને આપણાં માણસ ઢોર જેવાં કેશવલાલ નામ હોય તો કસરો કહીને બોલાવે ને રૂપાળું પરશોતમ નામ હોય તો પશવો કહીને ઊભાં રહે! |
જીવીઃ | તારે ને ઈંને ઠીક દોસ્તી…! |
ચંદણીઃ | ના ના. વાલીને ત્યાં બેત્રણ વાર જ વાતચંત પણ કરી હશે. પણ… |
જીવીઃ | (વચ્ચે) આવા ફુલફુલિયા કુંવારા, ને તારો કાકો કહે મને પરણાવો. |
ચંદણીઃ | (પાછી ઢીલી પડી જઈ) આ હાર મારે શું કરવો છે? તું લે તને શોભશે. |
(ત્યાં નીચે શેરીમાં થઈને જતી જાનનાં વરપક્ષ તરફનાં ગીત સંભળાય છે.)
એક આલી તે તમે રીતની આલી બીજી આલો તો વડાઈઓ રે મારા નવલા વેવાઈઓ! |
જીવીઃ | બીજી આલીએ? |
(ખોખરા સાદનું બીજું ગીત સંભળાય છે.)
ભૂખે માર્યા, ભૂંઈં સુવાડ્યાં, ખરે બપોરે કાઢ્યાં રે. |
ચંદણીઃ | હીંડ, જશુંને? હૂં લૂગડાં પહેરી લઉં. |
(અંદર જાય છે.) (ગીત સંભળાય છે.)
મેં તો ચઈતરના તડકા વેઠ્યા હો લાડણી, ઘૂંઘટડાને કાજ રે! |
જીવીઃ | (મોટેથી) કેટલી વાર, ’લી ચંદણી? |
ચંદણીઃ | (અંદરથી) એ…આવી! |
(કન્યાપક્ષનું ગીત સંભળાય છે.)
આજ દાદાજીના દેશમાં,કાલે ઊડી જાશું પરદેશ જો! |
(વચ્ચે ડૂસકાંનો અસ્પષ્ટ અવાજ.)
અમે રે દાદા ઊડણ ચરકલડી! |
જીવીઃ | ચંદણી દોડ દોડ, પછી ક્યારે જશું? |
(ચંદણી નવાં કપડાં પહેરીને બહાર આવે છે. ત્યાં એના પિતા નારાયણ પ્રવેશે છે. એમના પગમાં હોંશભર્યું જોમ છે. અંદર આવવા જાય છે, ત્યાં ચંદણી સામે મળે છે.)
નારાયણઃ | સો વરસની થજે, ભા! (જીવીને) વાલીને વોળા’વા જાઓ છો બે યે? ઊભાં રો’! કાંકરી ગોળ ચાખતાં જાઓ! |
(બંને આશ્ચર્યમાં ઊભાં રહે છે. નારાયણ અંદર જતા હોય છે તેમને)
જીવીઃ | શેનો, કાકા? (ચંદણીને) જરા ઉતાવળી નાં થતી હોય તો? |
નારાયણઃ | (બહાર આવી બંનેને ગોળ આપતાં) આપણી આ જાનમાં પેલા વિઠ્ઠલ આયા છે ને? ઈંમનો વિવા’ આપણી ચંદણી સંગાથે નક્કી કર્યો, પછી જાન ઊપડી. |
જીવીઃ | કયા વિઠ્…? |
નારાયણઃ | કેમ કયા? … અણવરને ઓળખે છે તું? ઈંનો બાપ. ઈંયાંનું બૈરું બે ત્રણ વરસથી મરી ગ્યું છે. લગન કરવાના જ ન’તા. પણ કોણ જાણે કોઈકે મને કહ્યું ને મેં કેવા ય મૂરતમાં પૂછ્યું તે બોલ સમો પડ્યો. |
જીવીઃ | ઉમ્મર? |
નારાયણઃ | હશે ત્રીસબત્રી’ વરસની! બીજવર પણ ઊંચા ઘરનો ક્યાં મળવો હતો? |
જીવીઃ | એ તો કહેનારે કહ્યું છે ને કે, ‘બીજવરની પરણી મહાસુખ પામશે.’… સંતીકાકીને તો પૂછ્યું જ હશે તો? |
નારાયણઃ | ના, એનો ક્યાં પત્તો છે? |
(ત્યાં સંતોકબાઈ પ્રવેશે છે.)
સંતોકબાઈઃ | હજી તો બે યે અહીં પટલાઈ ડફણો છો ને? પેલી પોકી તો પાધર! |
જીવીઃ | કાકી, કાકી, ચંદણીનો વિવા’ થ્યો! |
સંતોકબાઈઃ | હેં?! … ગાંડી! આ તારો કાકો બેઠા છે એ તો ભાળ જરી! |
નારાયણઃ | સાચું કહે છે. મેંદોલીના વિઠ્ઠલ ઠાકર સંગાથે આવતી પૂનમનાં લગન. |
સંતોકબાઈઃ | તમારા ભઈની સલ્લા વના, કે …? |
નારાયણઃ | ઈંના હાથે જ ચાંલ્લો કર્યો! |
સંતોકબાઈઃ | (ન માનતી) જાઓ, જાઓ! |
નારાયણઃ | બધાંની વચમાં, પારકા ગામની જાનની વચમાં, ઈંનાથી કાંઈ બોલાયું નહિ, ને મેં જરી કહ્યું કે ભગવાનની કિરપા તે લગરીકે અવળું નોં બોલ્યો. |
સંતોકબાઈઃ | હું તો ત્યારે, તમે આવશો એટલે તમને કહીશ ઈંમ ગણીને, વાણિયાને કહી આવી કે આપણાં રખાવેલાં ઘીગોળ વેચી દે! |
નારાયણઃ | વાહ રે! વાહ તારું ડા’પણ! જા જા. પાછી કહી આવ કે રાખો. (ભારપૂર્વક) ઊંચા ઘરની જાન છે! |
સંતોકબાઈઃ | (વધારે ભારપૂર્વક લગભગ પોતાને) પૈસેટકે તો ભર્યું ભર્યું ઘર છે! |
નારાયણઃ | પણ… |
સંતોકબાઈઃ | શું? |
(છોકરીઓ સંકોચાતી સંકોચાતી બધો વખત સાંભળતી ઊભી છે.)
નારાયણઃ | રૂપિયા અઢીસો કલદાર ચાંલ્લાના કબૂલ્યા છે! |
(બધાં ચોંકી ઊઠે છે.)
સંતોકબાઈઃ | (ઊછળીને) લખ બેટા દલ્લી! તમારે તે કંઈ તમા છે! ઘર પર નળિયાં છે અઢીસો? |
નારાયણઃ | દેવા થશે! નહિ મળે તો પોર સુધીમાં ગમે તેમ કરીને મેળવી લેશું. પણ એટલી રકમ મળી જાય તો ઓણ દીકરીને અચૂક પરણાવી દેવી છે. (હસતાં હસતાં) કુંવારકા ગ્રહ ઉતારવા છે! |
સંતોકબાઈઃ | છેવટ તમે તમારાવાળી કરી! |
(જીવી ચૂપચાપ નારાયણકાકાના ખોળામાં હારવાળો રૂમાલ નાખે છે. કોઈ કાંઈ પૂછે તે તે પહેલાં નાસવા કરે છે. પણ)
નારાયણઃ | ભાગો છો ક્યાં? ઊભાં રો’! તમારું જાય જડાબીંટ! આ કેનો હાર ઉપાડી લાવ્યાં? |
જીવીઃ | (ખમચાઈને) કોઈનો નથી. એક જણે આલ્યો છે! |
(સંતોકબાઈના મોઢા પર હરખભરી શાંતિ પથરાતી જાય છે.)
ચંદણીઃ | (પહેલી જ વાર મોં ખોલી) તું બધું કહેવા રહીશ તો વાલી તો પોકશે તો અરધે રસ્તે! |
નારાયણઃ | ના. પણ મને કહો, આ …? |
જીવીઃ | કાકા, ભરૉંસો રાખો! અમે તે કાંઈ ચોરલૂટારુ ઓછાં છીએ? ચંદણીનો જ છે! જેનો છે ઈંને એ નકામો હતો, ને છેવટે તો ઈંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત! … |
સંતોકબાઈઃ | હું વાણિયાને કહી આવું ત્યારે? |
(સંતોકબાઈ જાય છે. વિચારમાં પડેલા નારાયણ ઘરની અંદર જવા કરે છે.)
જીવીઃ | (જવા કરતાં, ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તે તારો…, કે ભાઈ, કે દીકરો? |
ચંદણીઃ | (ઉડાવતી) એ તો અમથો અણવર જ… |
જીવીઃ | (ઉતાવળી) હીંડ, પગ ઉપાડ, ચંદણી! વા…લી… |
ચંદણીઃ | દોડ, દોડ! કે…શુ… |
(બંને અદૃશ્ય થતાં હોય છે ત્યાં)}}
જીવીઃ | તું તો રે બેની ઊડણ ચરકલડી… |
(બંને અદૃશ્ય થાય છે.)
(સાપના ભારા)
૧. ભવાઈમાં સ્ત્રીપાત્રનો પાઠ ભજવનાર પુરુષ – સ્ત્રીના પોશાકમાં, ૨. એમને, ૩. દીદાર, સિકલ, ૪. રિવાજ, રૂઢિ, ૫. એટલી બધી નાની કે સૂપડામાં સુવાડીને પરણાવેલી, ૬. પતંગિયાની પેઠે, ૭. આણું આવ્યે, ૮. મહિકાંઠામાં કેટલેક ઠેકાણે એવો રિવાજ છે, ૯. ચાળા