કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૭.લોહનગર: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૭.લોહનગર|}} <poem> લોહનગરમાં અશ્વો ભરતા ફાળ, ફાળમાં આંબી નાંખે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૭.લોહનગર|}}
{{Heading|૭.લોહનગર|ચિનુ મોદી}}


<poem>
<poem>
Line 10: Line 10:
પ્હાડના સૂરજ ઝમતાં જળને  
પ્હાડના સૂરજ ઝમતાં જળને  
ભીંજવે કોરીકટ એ પળને.
ભીંજવે કોરીકટ એ પળને.
લોહનગરમાં પ્હાડે ઊગી ડાળ,
લોહનગરમાં પ્હાડે ઊગી ડાળ,
ડાળને લીલાં લીલાં પાન,
ડાળને લીલાં લીલાં પાન,
Line 16: Line 17:
બાળની આંખે આંસુ અટકે
બાળની આંખે આંસુ અટકે
આંસુ વાગોળો-શું લટકે.
આંસુ વાગોળો-શું લટકે.
લોહનગરમાં ઝાકળ લેતું શ્વાસ
લોહનગરમાં ઝાકળ લેતું શ્વાસ
શ્વાસથી હિલ્લોળાતું ઘાસ,
શ્વાસથી હિલ્લોળાતું ઘાસ,
Line 22: Line 24:
રાગના રસિયાઓનાં ટોળાં
રાગના રસિયાઓનાં ટોળાં
શ્હેરને રસ્તે ભટકે ભોળાં.
શ્હેરને રસ્તે ભટકે ભોળાં.
લોહનગરમાં રસ્તે ભારે ભીડ,
લોહનગરમાં રસ્તે ભારે ભીડ,
ભીડમાં અટવાયેલો શ્વાસ,
ભીડમાં અટવાયેલો શ્વાસ,
Line 30: Line 33:
{{Right|(ઊર્ણનાભ, ૧૯૭૪)}}
{{Right|(ઊર્ણનાભ, ૧૯૭૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬.તાક્યા કરે
|next = ૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું
}}

Latest revision as of 11:18, 17 June 2022


૭.લોહનગર

ચિનુ મોદી

લોહનગરમાં અશ્વો ભરતા ફાળ,
ફાળમાં આંબી નાંખે કાળ,
કાળની લંબાતી મોં-ફાડ,
ફાડમાં દીઠા તરતા પ્હાડ,
પ્હાડના સૂરજ ઝમતાં જળને
ભીંજવે કોરીકટ એ પળને.

લોહનગરમાં પ્હાડે ઊગી ડાળ,
ડાળને લીલાં લીલાં પાન,
પાનમાં રેસાઓનું રાન
રાનમાં રડતું ઝાકળ-બાળ;
બાળની આંખે આંસુ અટકે
આંસુ વાગોળો-શું લટકે.

લોહનગરમાં ઝાકળ લેતું શ્વાસ
શ્વાસથી હિલ્લોળાતું ઘાસ,
ઘાસમાં ફરતા લીલા નાગ
નાગની આંખે રણકે રાગ,
રાગના રસિયાઓનાં ટોળાં
શ્હેરને રસ્તે ભટકે ભોળાં.

લોહનગરમાં રસ્તે ભારે ભીડ,
ભીડમાં અટવાયેલો શ્વાસ,
શ્વાસમાં પારેવાનું નીડ,
નીડમાં ભર્યો ભર્યો અવકાશ;
રિક્તતા પથ્થરનું ઘર કોરે
રિક્તતા ઘર પછવાડે મ્હોરે
(ઊર્ણનાભ, ૧૯૭૪)