કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૯.પજવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯.પજવણી|} <poem> થયો ઝાઝો એને સમય પણ, જ્યારે પ્રણયમાં વફાદરી તૂ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૯.પજવણી|}
{{Heading|૯.પજવણી|ચિનુ મોદી}}


<poem>
<poem>
Line 11: Line 11:
જઉં રાત્રે ત્યારે પથ પર તમારું ઘર હજી
જઉં રાત્રે ત્યારે પથ પર તમારું ઘર હજી
નિહાળી લેવાને નજર કરતો બ્હાર, શીદને ?
નિહાળી લેવાને નજર કરતો બ્હાર, શીદને ?
કરાવે છે કોઈ પરિચય મને સ્હેજ મલકી  
કરાવે છે કોઈ પરિચય મને સ્હેજ મલકી  
તમારાં નામેરીસહ, અવશ આંખો, હૃદય આ
તમારાં નામેરીસહ, અવશ આંખો, હૃદય આ
Line 16: Line 17:
કબાટે, ફંફોસ્યે ગડવળી ગયો પત્ર નીકળ્યે
કબાટે, ફંફોસ્યે ગડવળી ગયો પત્ર નીકળ્યે
અચિંત્યાનો શાને ગહનજલમાં હું સરકતો ?
અચિંત્યાનો શાને ગહનજલમાં હું સરકતો ?
મને આવું પૂછી હૃદય પજવે નિત્ય, તમને
મને આવું પૂછી હૃદય પજવે નિત્ય, તમને
તમારું હૈયું શું કદીય પજવે આ...મ ?
તમારું હૈયું શું કદીય પજવે આ...મ ?
{{Right|(ઊર્ણનાભ)}}
{{Right|(ઊર્ણનાભ)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૮.તને જોઈ કંપ્યું વિહગ જળનું, જાળ સરખું
|next = ૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ
}}

Latest revision as of 11:20, 17 June 2022


૯.પજવણી

ચિનુ મોદી

થયો ઝાઝો એને સમય પણ, જ્યારે પ્રણયમાં
વફાદરી તૂટ્યે અલગ જ થયાં બેય ઝઘડી.
છતાંયે તે આજે પથ ઉપર ક્યારેક તમને
જતાં જોઉં ત્યારે હૃદય હળવેથી ધબકવું
જતું ભૂલી, શાને ? ઘર તરફ છેલ્લી ‘બસ’ વિશે
જઉં રાત્રે ત્યારે પથ પર તમારું ઘર હજી
નિહાળી લેવાને નજર કરતો બ્હાર, શીદને ?

કરાવે છે કોઈ પરિચય મને સ્હેજ મલકી
તમારાં નામેરીસહ, અવશ આંખો, હૃદય આ
વિવેક ચૂકે કાં ?; કદીક નવરાશે, ફુરસદે
કબાટે, ફંફોસ્યે ગડવળી ગયો પત્ર નીકળ્યે
અચિંત્યાનો શાને ગહનજલમાં હું સરકતો ?

મને આવું પૂછી હૃદય પજવે નિત્ય, તમને
તમારું હૈયું શું કદીય પજવે આ...મ ?
(ઊર્ણનાભ)