કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ|}} | {{Heading|૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:20, 17 June 2022
૧૦.પિતાની પ્રથમ મૃત્યુતિથિએ
ચિનુ મોદી
તમે મારાથી કાં દૂરદૂર થતાં જાવ ? તમને
ધકેલે ધીમેથી સમય...
સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો
વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં,
કડી સંબંધોની સહજ પણ ઢીલી થઈ ન’તી,
ઘરે વાતેચીતે વિષય પણ એ એ જ; મળતાં
પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં
તમારી સાથેનાં.
હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો
પહેલાંની પેઠે; કદીક લઉં ચ્હા બે કપ યદી
તમારી પેઠે તો સ્મરણ ઉરમાં જાય છલકી;
વરે ધીમે ધીમે મુજ ઉદરશાને ઘર બધું.
તમારાથી હુંયે દૂર દૂર થતો જાઉં, હળવે
મનેયે દે ધક્કો સમય....
(ઊર્ણનાભ)