કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૧. એ દિવસો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૧. એ દિવસો|<br> | {{Heading|૧૧. એ દિવસો|ન્હાનાલાલ<br> | ||
(ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને)}} | (ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને)}} | ||
Line 32: | Line 32: | ||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)'''|}} | {{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૦. યૌવના | |||
|next = ૧૨. વીરની વિદાય | |||
}} |
Latest revision as of 05:10, 20 June 2022
ન્હાનાલાલ
(ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને)
ચન્દન છાંટી ચોક સમાર્યો વ્યોમનો,
રજની રસીલી હસતી લલિત વર હાસ જો !
ચાંદલિયો ઉર ભરી ભરી રસ કંઈ ઢોળતો,
આપણ પણ રમતાં’તાં વિરલ વિલાસ જો !
એવા યે દિવસો પણ પ્રિયતમ ! વહી ગયા.
ફૂલફૂલની પાંખડીઓ મીંચઈ ઢળી જતી,
નમી નમી સુરભિ લેતા પ્રિયને ઉછંગ જો !
નયનોમાં નયનો ઢાળીને હેત શું
ઊજવ્યો ઉત્સવ સ્હમજી પરમ પ્રસંગ જો !
એવા દિવસ હતા તે પ્રિયતમ ! વહી ગયા.
પ્રિયતમ ! એ શશિરાજ ચ્હ્ડન્ત અટારીએ,
પદે રમે ન્હાનકડો અનિલકુમાર જો !
ને મદભર રજનીનાં નયનો નાચતાં,
હૃદય ઝીલે સૌનાં અમૃતની ધાર જો !
એવા દિનનાં શમણાં પ્રિયતમ ! વહી ગયાં.
પલ્લવમાં પલ્લવના પાલવ પાથરી
પંખી પ્હોડ્યાં ભીડીને પાંખ શું પાંખ જો !
વિલસે આજ જગત સઉ રસના અંકમાં,
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો !
એવા રસદિવસો યે પ્રિયતમ ! વહી ગયા.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)