કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૬. શરદપૂનમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. શરદપૂનમ|}} <poem> પડ્યો હતો તે તટ વિશ્વનો વડો, અગાધ એકાન્ત હ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૬. શરદપૂનમ|}}
{{Heading|૨૬. શરદપૂનમ|ન્હાનાલાલ}}




Line 94: Line 94:
{{Right|(ચિત્રદર્શનો, પૃ. ૬-૯)|}}
{{Right|(ચિત્રદર્શનો, પૃ. ૬-૯)|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૫. જાહ્નવી જગની ઘૂમે રે
|next = ૨૭. તાજમહેલ
}}

Latest revision as of 05:22, 20 June 2022

૨૬. શરદપૂનમ

ન્હાનાલાલ


પડ્યો હતો તે તટ વિશ્વનો વડો,
અગાધ એકાન્ત હતો ઊંડો ઊંડો;
પ્રશાંત ઝૂકી હતી આભની ઘટા,
માઝાવતી સાગરની હતી છટા.

શાંતિ શાંતિ હતી ગાઢ હૈયામાં અંતરિક્ષમાં;
ત્ય્હાં સંધ્યાના મહાઆરે દીઠી ઊગંતી પૂર્ણિમા.

લજ્જાનમેલું નિજ મંદ પોપચું,
કો મુગ્ધ બાલા શરમાતી આવ રે
ને શોભી રહે નિર્મલ નેનની લીલા,
એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે.

અંતરે ઊઘડ્યાં, સિંધુ સળક્યો, જાગી ચેતના,
અને ગુંજી રહી મિઠ્ઠી ગોષ્ઠિની મંદ મૂર્છના.

ઝીલી પ્રિયાનયનનાં શર, ને વીંધાઈ,
પોઢ્યો હતાશ પ્રિય મૂર્છિત રૂપદર્શે;
તે વ્હાલી સ્પર્શથી સચેતન થાય, તેમ
જાગ્યો નૃલોક નવચેતન ચંદ્રીસ્પર્શે.

મીઠા મ્હેરામણે ક્ય્હાંક વાદળી કોક વર્ષશે,
અને કો છીપમાં આજે મેઘનાં મોતીડાં થશે.

વદન પૂનમચંદ શું વિહાસે,
જલધરનું ધરી ઓઢણું વિલાસે;
પરિમલ પ્રગટાવતી ઉમંગે,
શરદ સુહાય રસીલી અંગઅંગે.

હૈયાના મ્હેલમાં જેવી કવિતા ચમકી રહે,
એવી ગેબી પ્રભાવંતી ચંદ્રની ચંદ્રિકા વહે.

મદે ભરેલી ઝીણી ટીલડી કરી,
સોહાગી દેહે રસપામરી ધરી;
શોભે ઊભી સુંદરી જેમ બારીએ :
ચંદ્રી ચ્હડે છે નભની અટારીએ.

હસે છે સ્નેહની લ્હેરે જેવું તું, ઓ સુધામુખી !
હસે છે એવું અત્ય્હારે ચારુ ચંદ્રકલા, સખી !

સરવરજલ જેવું વ્યોમનીર
અતલ પડ્યું પથરાઈ નીલઘેરું :
પરિમલ પમરી સુધાપ્રભાના
કમલ ખીલ્યું મહીં એક ચંદ્રી કેરું.

નમી આ આંખડી મ્હારી ભાળી એ દેવબાલિકા;
નમ્યાં સૌ જગનાં લોકો, નમી સૌ ઝાંખી તારિકા.

જેવું ઝૂલે સાગરઉર નાવડું,
કે મેઘને અંક કપોતિની રૂડું;
એવી સખી ! ચંદ્રકલા સુઝૂલતી,
જ્યોત્સ્નાસરે એકલ ભીંજતી જતી.

ગાજે છે મધ્યરાત્રી, ને ગાજે તેજનિર્ઝરી;
ગાજે છે ખોખરા શબ્દે દૂર સાગરખંજરી.

કો સ્નેહી કેરા સ્નેહના કુંજ આરે
અખંડજ્યોત્સ્ના સ્નેહરાણી પધારે,
ને એકલી એ સ્નેહકુંજે ઝઝૂમે :
મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચંદ્રી એકાકી ઘૂમે.

એકલાં ઊગવું, સ્હોવું, એકલાં આથમી જવું :
સ્નેહેથી છલકાતા આ સંસારે એમ શેં થવું ?

દેવી ! અમારા ઉરમાં પધારજો !
દ્વારે દીપો એમ દિલે સદા હજો !
આત્મા વિશે રંક, ગરીબ બારણે
આ પાટ માંડ્યા સહુ આપ કારણે.

સાગરે ભરતી જામી, ને જામી ભરતી ઉરે :
ઘેરા ઘેરા અનેરા ત્ય્હાં જાગ્યા સંગીતના સૂરે.

કરી સ્તુતિ તે વિધુકન્યકા તણી
ઉચ્ચારી કીર્તિ પ્રભુની ઘણી ઘણી,
ને સ્નેહમંત્રો ય અનેક ભાખિયા :
એ સ્તોત્રના સૌ ધ્વનિ વ્યોમ વ્યાપિયા.

અમીથી આંખડી આંજી; મંત્ર સૌભાગ્યના લખી,
વિશ્વના ચોકમાં રાસ ખેલે ચંદ્રકલા, સખી !

સ્નેહી હતાં દૂર, સમક્ષ તે થયાં,
આઘે હતાં, તે ઉરમાં રમી રહ્યાં;
ને મૃત્યુશાયી પણ પ્રાણમાં ઊભાં :
એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા.

તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ :
તપી ત્હેવી ઘડી તો તે પુણ્યની પૂર્ણિમા વિભુ.

(ચિત્રદર્શનો, પૃ. ૬-૯)