કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૭. વસંત-ગીત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૭. વસંત-ગીત|}} | {{Heading|૪૭. વસંત-ગીત|ન્હાનાલાલ}} | ||
Line 7: | Line 7: | ||
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છેડી જજે ! | કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છેડી જજે ! | ||
હીંચે-નમે તું બહેન ! આંબલિયાને ડાળ જો ! | હીંચે-નમે તું બહેન ! આંબલિયાને ડાળ જો ! | ||
::::: કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છોડી જજે ! | |||
::::: રંગ્યાં દિશાચીર વિધુની વિશુદ્ધિરંગે, | |||
::::: અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશે; | |||
::::: નવગંધકોષ કંઈ ગંધવતી ઉઘાડે : | |||
ઉઘાડીને ઘૂંઘટ ગાવ, વસંત સખી ! સખી ! પધારે. | ઉઘાડીને ઘૂંઘટ ગાવ, વસંત સખી ! સખી ! પધારે. | ||
::::: કોયલડી ! ત્હારી વેણુથી વસંતદેવી સત્કારજે ! | |||
૨ | ૨ | ||
કોયલડી ! ત્હારા વનમાં પ્રભાત આજ ઊંડાં ઊગે, | કોયલડી ! ત્હારા વનમાં પ્રભાત આજ ઊંડાં ઊગે, | ||
સોનારૂપાની મહીં રમતી રેખ અનંત જો ! | સોનારૂપાની મહીં રમતી રેખ અનંત જો ! | ||
લાંબી શિશિર તણી રજની વીરી ! આજ ડૂબી જતી, | લાંબી શિશિર તણી રજની વીરી ! આજ ડૂબી જતી, | ||
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો ! | સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો ! | ||
::::: મીઠડી, | |||
::::: સાંત્વની, | |||
::::: ભાગ્ય સમ સંજીવિની, | |||
::::: જગીજીવનમંત્ર શી ઉદ્ધારિણી, | |||
::::: પ્રભુકિરણ સરીખી સકલસંચારિણી, | |||
પ્રાચીપ્રતીચી : દિગભુવન : સૌની પરમ કલ્યાણિની : | પ્રાચીપ્રતીચી : દિગભુવન : સૌની પરમ કલ્યાણિની : | ||
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો ! | સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો ! | ||
::::: કોયલડી ! ત્હારી વેણુમાં વસંતદેવી સત્કારજે ! | |||
૩ | ૩ | ||
::::: પડઘો ક્યાં પડ્યો ? રસબાલ ! | |||
ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ? | ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ? | ||
:::::::::: રસબાલ ! | |||
ઉપર જ્ય્હાં અનહદ બાજે સાજ, ટહૂરવ ત્ય્હાં ચ્હડ્યો ? | ઉપર જ્ય્હાં અનહદ બાજે સાજ, ટહૂરવ ત્ય્હાં ચ્હડ્યો ? | ||
:::::::::: રસબાલ ! | |||
::::: સંસ્કૃતિનાં સૈન્ય વ્યૂહો માંડતાં, | |||
::::: પૂર્ણિમા ને અમાસ નેજા ખોડતાં, | |||
::::: યશકિરીટી ઇન્દ્ર પુષ્પ વધાવતા, | |||
ગાંધર્વ જયનાં ગાન નિજ વેણુ ભરી વાતા જતા; | ગાંધર્વ જયનાં ગાન નિજ વેણુ ભરી વાતા જતા; | ||
આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં; | આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં; | ||
ઘૂમે પ્રશસ્ત તટે મંદાકિનીનાં નીર જો ! | ઘૂમે પ્રશસ્ત તટે મંદાકિનીનાં નીર જો ! | ||
Line 41: | Line 46: | ||
નૃત્યનેતા અમી મોરલી હલકે સુધીર જો ! | નૃત્યનેતા અમી મોરલી હલકે સુધીર જો ! | ||
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો ! | પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો ! | ||
::::: કોયલડી ! ત્હારી વેણુથી અનેરી વેણુ વાગે ત્ય્હાં : | |||
::::: કોયલડી ! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં. | |||
રમે-રચે ચૌદ ભુવનને દડે પરમ ભારતરણ અબધૂત કાલ, | રમે-રચે ચૌદ ભુવનને દડે પરમ ભારતરણ અબધૂત કાલ, | ||
::::: પડઘો ત્ય્હાં પડ્યો, રસબાલ ! | |||
૪ | ૪ | ||
ફૂલડાંની આંખોમાં વસંત ! કાંઈ આંજ્યું ત્હમે, | ફૂલડાંની આંખોમાં વસંત ! કાંઈ આંજ્યું ત્હમે, | ||
આંજો જાદુગર આંજણ એ મુજ નેન જો ! | આંજો જાદુગર આંજણ એ મુજ નેન જો ! | ||
::::: મ્હેકતું, | |||
::::: મ્હેકાવતું, | |||
::::: પ્રાણને ચેતાવતું, | |||
::::: વિરલ સૌંદર્યે કદી કદી ભાસતું, | |||
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું. | સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું. | ||
ફૂલડાંને ફૂલડાંને પગલે વસંત ! પધારજો ! | ફૂલડાંને ફૂલડાંને પગલે વસંત ! પધારજો ! | ||
આવ્યાં વને તો દેવી ! આવજો માનવદેશ જો ! | આવ્યાં વને તો દેવી ! આવજો માનવદેશ જો ! | ||
ચંદાસૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે, | ચંદાસૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે, | ||
આપી જજો એ દેવપરિમલના આદેશ જો ! | આપી જજો એ દેવપરિમલના આદેશ જો ! | ||
::::: આવો વસંત ! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં. | |||
કોયલડી ! મ્હારે બારણે હો બહેન ! કાલ બોલી જજે ! | કોયલડી ! મ્હારે બારણે હો બહેન ! કાલ બોલી જજે ! | ||
::::: કાલે મ્હારે ઘેર પ્રભુજીના વરદાન જો ! | |||
::::: કાલે મ્હારે ઘેર વસંતદેવી મહેમાન જો ! | |||
કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બહેન ! ખોલી જજે ! | કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બહેન ! ખોલી જજે ! | ||
::::: વીંધે વીંધે તે વહે વ્હાલમ કેરાં વેણ જો ! | |||
::::: વીંધે વીંધે તે કહે વ્હાલમ કેરાં ક્હેણ જો ! | |||
કોયલડી ! મ્હારે બારણે વસંતમંત્ર બોલી જજે ! | કોયલડી ! મ્હારે બારણે વસંતમંત્ર બોલી જજે ! | ||
(વસંતોત્સવ) | (વસંતોત્સવ) | ||
{{Right|(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬૩-૬૫)|}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૬. વેળા છે વાવણીની | |||
|next = ૪૮. મ્હારે જાવું પેલે પાર | |||
}} |
Latest revision as of 05:34, 21 June 2022
ન્હાનાલાલ
૧
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છેડી જજે !
હીંચે-નમે તું બહેન ! આંબલિયાને ડાળ જો !
કોયલડી ! ત્હારી મોરલી મધુર બહેનાં ! છોડી જજે !
રંગ્યાં દિશાચીર વિધુની વિશુદ્ધિરંગે,
અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશે;
નવગંધકોષ કંઈ ગંધવતી ઉઘાડે :
ઉઘાડીને ઘૂંઘટ ગાવ, વસંત સખી ! સખી ! પધારે.
કોયલડી ! ત્હારી વેણુથી વસંતદેવી સત્કારજે !
૨
કોયલડી ! ત્હારા વનમાં પ્રભાત આજ ઊંડાં ઊગે,
સોનારૂપાની મહીં રમતી રેખ અનંત જો !
લાંબી શિશિર તણી રજની વીરી ! આજ ડૂબી જતી,
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો !
મીઠડી,
સાંત્વની,
ભાગ્ય સમ સંજીવિની,
જગીજીવનમંત્ર શી ઉદ્ધારિણી,
પ્રભુકિરણ સરીખી સકલસંચારિણી,
પ્રાચીપ્રતીચી : દિગભુવન : સૌની પરમ કલ્યાણિની :
સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસંત જો !
કોયલડી ! ત્હારી વેણુમાં વસંતદેવી સત્કારજે !
૩
પડઘો ક્યાં પડ્યો ? રસબાલ !
ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ?
રસબાલ !
ઉપર જ્ય્હાં અનહદ બાજે સાજ, ટહૂરવ ત્ય્હાં ચ્હડ્યો ?
રસબાલ !
સંસ્કૃતિનાં સૈન્ય વ્યૂહો માંડતાં,
પૂર્ણિમા ને અમાસ નેજા ખોડતાં,
યશકિરીટી ઇન્દ્ર પુષ્પ વધાવતા,
ગાંધર્વ જયનાં ગાન નિજ વેણુ ભરી વાતા જતા;
આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં;
ઘૂમે પ્રશસ્ત તટે મંદાકિનીનાં નીર જો !
સુરોઅસુરોની મેદની અખંડ ત્ય્હાં રાસે રમે,
નૃત્યનેતા અમી મોરલી હલકે સુધીર જો !
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો !
કોયલડી ! ત્હારી વેણુથી અનેરી વેણુ વાગે ત્ય્હાં :
કોયલડી ! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં.
રમે-રચે ચૌદ ભુવનને દડે પરમ ભારતરણ અબધૂત કાલ,
પડઘો ત્ય્હાં પડ્યો, રસબાલ !
૪
ફૂલડાંની આંખોમાં વસંત ! કાંઈ આંજ્યું ત્હમે,
આંજો જાદુગર આંજણ એ મુજ નેન જો !
મ્હેકતું,
મ્હેકાવતું,
પ્રાણને ચેતાવતું,
વિરલ સૌંદર્યે કદી કદી ભાસતું,
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું.
ફૂલડાંને ફૂલડાંને પગલે વસંત ! પધારજો !
આવ્યાં વને તો દેવી ! આવજો માનવદેશ જો !
ચંદાસૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે,
આપી જજો એ દેવપરિમલના આદેશ જો !
આવો વસંત ! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં.
કોયલડી ! મ્હારે બારણે હો બહેન ! કાલ બોલી જજે !
કાલે મ્હારે ઘેર પ્રભુજીના વરદાન જો !
કાલે મ્હારે ઘેર વસંતદેવી મહેમાન જો !
કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બહેન ! ખોલી જજે !
વીંધે વીંધે તે વહે વ્હાલમ કેરાં વેણ જો !
વીંધે વીંધે તે કહે વ્હાલમ કેરાં ક્હેણ જો !
કોયલડી ! મ્હારે બારણે વસંતમંત્ર બોલી જજે !
(વસંતોત્સવ)
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬૩-૬૫)