કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૯.વિ-નાયકમાંથી અંશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૯.વિ-નાયકમાંથી અંશ| }}
{{Heading|૩૯.વિ-નાયકમાંથી અંશ|ચિનુ મોદી }}


<poem>
<poem>

Latest revision as of 11:41, 17 June 2022


૩૯.વિ-નાયકમાંથી અંશ

ચિનુ મોદી

થશે આખેઆખું મૂળ સહિત તોયે ઊખડવું
વિચારે કંપીને પળપળ હવે માત્ર ડરવું,
ગયાં વર્ષો એમાં પરિચય થયો આ જગતનો
તમે જાણી લીધાં નખશિખ બધાંને, ડર ગયો.
તમે આ સૃષ્ટિને પરિચિત ગણીને વળગતાં,
રહ્યાં વર્ષો એમાં સીમિત બનતા ને સબડતા.          ૪૬

લપાતો છુપાતો અરવ પગલે છેક ઘરમાં
ઘૂસીને કંટાળો વિતથ કરતા સર્વ, પળમાં.
શરીરે વ્યાપેલી સકળ નસમાં છિદ્ર કરતી
ઉદાસી લોહીમાં ભ્રમણ કરવા સોય બનતી.
હવે રૂંવે રૂંવે અનહદ પીડા જીવતરની
તમે છો લેખાયા રસિક ઘટના માવતરની.          ૪૭

શરીર ને ચિત્તે અનુરણન છે કૈંક યુગનાં
તમારા લોહીમાં પ્રતિપલ પડે એ જ પડઘા–
તમે ક્યાં સ્વેચ્છાથી જીવતર જીવ્યાં અંગત કદી ?
તમે બોલ્યા, ચાલ્યા ગતવિગતના વંશજ બની.
લડીને હારેલા સ્વજન ? અઘરું ખૂબ અઘરું
તમારા લોહીથી અલગ થઈને ભિન્ન જીવવું.          ૪૮

તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ?
નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ
ગુલામી આપી ચલ-અચલને તે कालपुरुष.          ૪૯

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમ એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ,
તમારી દોરીને મૂષકવત્ કાપે क्षणपति.          ૫૦
(‘વિ-નાયક’, ૧૯૯૬માંથી અંશ)