કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨.ઢોલિયે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.ઢોલિયે|}} <poem> અમે અજાણ્યા ક્યાં લગ રે’શું ? કહો તમારા ઘરમાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨.ઢોલિયે|}} | {{Heading|૨.ઢોલિયે|રાવજી પટેલ}} | ||
<poem> | <poem> | ||
Line 36: | Line 36: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧.એક બપોરે | ||
|next = | |next = ૩.જિજીવિષા | ||
}} | }} |
Latest revision as of 11:51, 17 June 2022
૨.ઢોલિયે
રાવજી પટેલ
અમે અજાણ્યા ક્યાં લગ રે’શું ?
કહો તમારા ઘરમાં ?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું ?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરનાં માણસ ભાળું;
બોલ તમારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું !
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો !
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ ?
હથેલી માદક લહરી શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ...
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે...
(અંગત, પૃ. ૨)