કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૮.પત્નીનો નિદ્રાસ્પર્શ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|}} <poem> ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|}} | {{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|રાવજી પટેલ}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:54, 17 June 2022
૮.પત્નીનો નિદ્રાસ્પર્શ
રાવજી પટેલ
ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા.
નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકીશું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી...
(અંગત, પૃ. ૮)