કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૭.ખેડવેળા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭.ખેડવેળા|}} <poem> ગળું મયૂરનું સર્યું ગગનમાં; ખેડવેળા થઈ આ. અ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૭.ખેડવેળા|}}
{{Heading|૧૭.ખેડવેળા|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 11:59, 17 June 2022


૧૭.ખેડવેળા

રાવજી પટેલ

ગળું મયૂરનું સર્યું ગગનમાં; ખેડવેળા થઈ આ.
અરે, મુજ સમાન આજ નવરું આમ તે કોણ હોય ?
ઘણુંક દૂર ગામ, ખેતર તણી ગંધ શું મ્હોંય માનું.
અહીં કણસતું હજી અફલ કો, વર્ષ જેવું બિછાનું.

ગળું મયૂરનું સરે સકલને ઘેર તેડી જવા આ
અનાજ અવ ઓરવા નયન ટાંપે; હળે થાકવાનું
નસીબ નહીં આજ. મેઘ સમ ક્યાંથી થશે રોષ વ્હાલાં
સગાં પર ? જરા નથી બળ હવે; દૂધનો ગ્લાસ સામે
રહ્યો નજીક તેય ના લઈ શકું; તો વળી રાશ ભેળા
ધપે નજરમાં બબે બળદને ઝાલવા સાહવા ક્યાં !
(અંગત, પૃ. ૨૬)