ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/બાપનું લો’ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''બાપનું લો’ય'''}}
{{SetTitle}}
----
{{Heading|બાપનું લો’ય | જોસેફ મેકવાન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારમાં આંગણે માસ્તરનો પોકાર સંભળાયો.
સવારમાં આંગણે માસ્તરનો પોકાર સંભળાયો.
Line 10: Line 10:
રાત્રે મા-બાપને એણે ખાવાનું કાઢી આપ્યું ત્યારે માએ પૂછ્યું હતું…: ‘તેં ખાધું બેટા?’
રાત્રે મા-બાપને એણે ખાવાનું કાઢી આપ્યું ત્યારે માએ પૂછ્યું હતું…: ‘તેં ખાધું બેટા?’

‘ઊં..ખાછ અમણાં, તમે ખઈ લ્યો પછી!’ એણે શાંતિથી જવાબ વાળ્યો હતો. માથી હાંડલી જોવા ઊઠાય એમ નહોતું. તળિયે થોડાક પોપડા બાઝી રહ્યા હતા. પલળીને ઊખડી રહે એટલા હારુ કમરીએ એમાં પાણી છણકોર્યું હતું. બેચાર કોળિયા ખવાશે તો કળસ્યો પાણી પી લેશ, આમેય ઓંધ ચ્યાં આવવાની છે, કાલની-આવતી હવારની આબધ્યામાં!’ એણે વિચાર્યું હતું ને ખાઈ રહ્યા પછી તાવડી ચાટતી માએ પૂછ્યું હતુંઃ
‘ઊં..ખાછ અમણાં, તમે ખઈ લ્યો પછી!’ એણે શાંતિથી જવાબ વાળ્યો હતો. માથી હાંડલી જોવા ઊઠાય એમ નહોતું. તળિયે થોડાક પોપડા બાઝી રહ્યા હતા. પલળીને ઊખડી રહે એટલા હારુ કમરીએ એમાં પાણી છણકોર્યું હતું. બેચાર કોળિયા ખવાશે તો કળસ્યો પાણી પી લેશ, આમેય ઓંઘ ચ્યાં આવવાની છે, કાલની-આવતી હવારની આબધ્યામાં!’ એણે વિચાર્યું હતું ને ખાઈ રહ્યા પછી તાવડી ચાટતી માએ પૂછ્યું હતુંઃ

‘કાલ્ય હાતર ચેટલી કોદરી વધી છ બોન?’
‘કાલ્ય હાતર ચેટલી કોદરી વધી છ બોન?’

તાંણી-તોશીને કમરીએ આજની ટંક રાંધતા બે મૂઠ કોદરી બચાવી હતી. આભ ના વરસે તો કાંઈ નહીં, પણ કાલની જરીક આશા તો રહે! પાણીટેકા પૂરતી! એણે ટાઢા પેટે માને ભરોસો દીધો હતોઃ
તાંણી-તોશીને કમરીએ આજની ટંક રાંધતા બે મૂઠી કોદરી બચાવી હતી. આભ ના વરસે તો કાંઈ નહીં, પણ કાલની જરીક આશા તો રહે! પાણીટેકા પૂરતી! એણે ટાઢા પેટે માને ભરોસો દીધો હતોઃ

‘છ મા છ, કાલની એક ટંક ચાલ ને તો ય થોડીક વધ એટલી છે. તું બળતના મેલ્ય!’
‘છ મા છ, કાલની એક ટંક ચાલ ને તો ય થોડીક વધ એટલી છે. તું બળતના મેલ્ય!’
Line 44: Line 44:
કમરી બહુ પહેલેથી આ જીવતર સમજતી આવી હતી, પણ એને સમજાતું નહોતું તે આઃ દિવાળીએ ગામમાં ધૂમધડાકે દારૂખાનું ફૂટતું હતું, બેહતા વરસે ગામના મોટેરા ગણાતા લોકોનાં ઘર ઝળાંબોળ થઈ રહેતાં હતાં. ટાઢી શિયોર અને ઊની શિયોર, ઉજાણી ને નોરતાં-એમની હાતર જાણે શું ન’તું! ને એને પોતાને દોણી લઈને છાશ લેવા જવું પડતું! ઊંચા હાથે પટલેણ મહા ઉપકાર વરસાવતી હોય એવા ભાવે દોણીમાં છાશ રેહતી ને પછી એક કાંડી-સીલબંધ દીવાસળી રોક્કડ લેતી! છાશ લેઈને એ ખડકી કે ફળિયામાંથી પસાર થતી ત્યારે કઢી કે દાળનો વઘાર એનાં નસકોરાં ભરી દેતો ને ક્યાંકથી શીરો શેકાવાની સુગંધ એનાં ભૂખ્યાં આંતરડાંને આલહ-વેલણ કરી મેલતી. આ બધું માણનારા નિરાંતે મહાલતાં જ્યારે એનાં મા-બાપને હાહ (શ્વાસ) ખાવાની મોકળાશ ના મલતી. એની માના બોલ – ‘ગાંડને ને ભોંયને હગઈ નથી થતી એટલાં વેઠ-વૈતરાં ને ઉધામો કરવો પડ છ, પણ સખે ધાન નથી પામતાં. પરહુ તું તે ચિયા ભવનું આદવેર લેઈ બેઠો છે?

ધીરે-ધીરે દીવાસળીની કાંડી બદલ મળતી છાશ પણ બંધ થઈ ગઈ હતી. પડખેના શહેરમાં દૂધની ડેરી ખૂલી હતી અને હવે ભેંસોવાળા મોટા લોક ડેરીએ દૂધ ભરતા થઈ ગયા હતા. છાશ કદી વેચવાની વસ નહોતી ને છાશ હવે વેચાવા માંડી હતી ને એ છાશ ખરીદવાના જૈં (પૈસા) પણ ગરીબ લોકને ભારે પડવા માંડ્યાં હતાં. છેલ્લાં ત્રણેક વરસોથી વરસાદ પડું ના પડું કરતો ટે’પું ફોરે વરસીને જતો રહ્યો હતો. અનાજની અછત થઈ ગઈ હતી અને મોંઘવારીએ માઝા મેલી હતી! બે ટંકના રોટલા ભેળા થવાની વાતે ગરીબોની બૂરી વનોબત આવી હતી.
ધીરે-ધીરે દીવાસળીની કાંડી બદલ મળતી છાશ પણ બંધ થઈ ગઈ હતી. પડખેના શહેરમાં દૂધની ડેરી ખૂલી હતી અને હવે ભેંસોવાળા મોટા લોક ડેરીએ દૂધ ભરતા થઈ ગયા હતા. છાશ કદી વેચવાની વસ નહોતી ને છાશ હવે વેચાવા માંડી હતી ને એ છાશ ખરીદવાના જૈં (પૈસા) પણ ગરીબ લોકને ભારે પડવા માંડ્યા હતા. છેલ્લાં ત્રણેક વરસોથી વરસાદ પડું ના પડું કરતો ટે’પું ફોરે વરસીને જતો રહ્યો હતો. અનાજની અછત થઈ ગઈ હતી અને મોંઘવારીએ માઝા મેલી હતી! બે ટંકના રોટલા ભેળા થવાની વાતે ગરીબોની બૂરી વનોબત આવી હતી.

પણ આવું બધું વિચાર્યું કમરીનો દા’ડો વળે એમ નહોતું. એને ગમે કે ના ગમે. એની ઇચ્છા હોય કે ના હોય, એને તમાકુની ખળીએ જવું જ પડવાનું હતું. મા-બાપે એને ઉછેરી-પાછેરીને મોટી કરી હતી, આ નિરાધાર અવસ્થામાં એમનું કોઈ નહોતું થતું ત્યારે પોતે એમની કઈ રીતે મટી શકે!
પણ આવું બધું વિચાર્યે કમરીનો દા’ડો વળે એમ નહોતું. એને ગમે કે ના ગમે. એની ઇચ્છા હોય કે ના હોય, એને તમાકુની ખળીએ જવું જ પડવાનું હતું. મા-બાપે એને ઉછેરી-પાછેરીને મોટી કરી હતી, આ નિરાધાર અવસ્થામાં એમનું કોઈ નહોતું થતું ત્યારે પોતે એમની કઈ રીતે મટી શકે!

બે જ દા’ડા પહેલાં કોહલીએ એને કહ્યું હતુંઃ
બે જ દા’ડા પહેલાં કોહલીએ એને કહ્યું હતુંઃ
Line 94: Line 94:
ને કમરીને ભણવું જ હતું, ખૂબ ભણવું હતું, માધવ જેટલું. એને તો માધવનાં ચોપડાંય લાવીને વાંચવાં હતાં. પણ ભૂખ…પેટની ભૂખ…અશક્ત મા-બાપની તગતગતી આંખોમાં ઘુરકિયાં કરતી ભૂખ… ઊપડે ત્યારે ભલ-ભલું ભુલાવી દેતી ભૂખ કમરી લાચાર થઈ ગઈ હતી આ ભૂખ સામે.

એ ભૂખ ભાંગવાનો એક જ માર્ગ હતો. કાહલી જોડે મજૂરીએ જવાનો. પણ કોહલીની યાદે જ એ કમકમી જતી હતી. કાહલી વિશે લોકમોઢે લાખ જાતની વાતો ચાલ્યા કરતી. કમરીએ કદીયે એ મન દઈને નથી સાંભળી, પણ જેટલી સાંભળી હતી એમાંની આ મજૂરીએ જવાની પળે જે પણ યાદ આવતી એ એવી હતી જે એના શરીરમાં તીખી ઝેર પાયેલી શારડી ફેરવી જતી.
એ ભૂખ ભાંગવાનો એક જ માર્ગ હતો. કાહલી જોડે મજૂરીએ જવાનો. પણ કોહલીની યાદે જ એ કમકમી જતી હતી. કોહલી વિશે લોકમોઢે લાખ જાતની વાતો ચાલ્યા કરતી. કમરીએ કદીયે એ મન દઈને નથી સાંભળી, પણ જેટલી સાંભળી હતી એમાંની આ મજૂરીએ જવાની પળે જે પણ યાદ આવતી એ એવી હતી જે એના શરીરમાં તીખી ઝેર પાયેલી શારડી ફેરવી જતી.

એટલે જ દમનો ઊથલો સહેજ હેઠો બેઠો ને ઘૂંટ પાણી ગળે ઊતર્યું ત્યારે બહાર નીકળી ગયેલ કરોડથી ખરબચડો થઈ ગયેલ માનો બરડો પસવારતી કરીને માએ કહ્યું હતુંઃ
એટલે જ દમનો ઊથલો સહેજ હેઠો બેઠો ને ઘૂંટ પાણી ગળે ઊતર્યું ત્યારે બહાર નીકળી ગયેલ કરોડથી ખરબચડો થઈ ગયેલ માનો બરડો પસવારતી કરીને માએ કહ્યું હતુંઃ
Line 134: Line 134:
ખળીમાંથી બહાર નીકળતાં કોહલીએ કમરીના હાથમાં એક શીશી ભળાવીઃ
ખળીમાંથી બહાર નીકળતાં કોહલીએ કમરીના હાથમાં એક શીશી ભળાવીઃ

‘તમારી માને બઊ દમ ચડ છે. હાંજે દૂતાં પેલાં આ દવા આલજો, દમ બેહી જશે!’
‘તમારી માને બઊ દમ ચડ છે. હાંજે હૂતાં પેલાં આ દવા આલજો, દમ બેહી જશે!’

મારગમાં આવતી કરિયાણાની એક દુકાન આગળ કોહલી થોભી. પેલા આગોતરા પૈસામાંથી એણે ચોખા, દાળ અને બાજરી ખરીદ્યાં અને કમરીને ભળાવતાં સલાહ દીધીઃ
મારગમાં આવતી કરિયાણાની એક દુકાન આગળ કોહલી થોભી. પેલા આગોતરા પૈસામાંથી એણે ચોખા, દાળ અને બાજરી ખરીદ્યાં અને કમરીને ભળાવતાં સલાહ દીધીઃ

‘હાંજે ખીચડી રાંધજો, આ પૈસા વધ્યા છે એમાંથી વાણિયાના તાંથી રૂપિયાનું જી મંગાઈ લીજો. તમારા બાપાના આંતયડા જરાક ભેનાં થશે તો ખયમાંથીય ખડાંધડાં બેઠા થે જશે! આપણને તો બોન ખધા વિના ખય ભરછી ખાય છે. આ તમારી કાયા કાચા કોપરા જેવી છે પણ ભૂખની મારી એવી કરમાઈ ગઈ છે!’
‘હાંજે ખીચડી રાંધજો, આ પૈસા વધ્યા છે એમાંથી વાણિયાના તાંથી રૂપિયાનું જી મંગાઈ લીજો. તમારા બાપાના આંતયડા જરાક ભેનાં થશે તો ખયમાંથીય ખડાંધડાં બેઠા થે જશે! આપણને તો બોન ખાધા વિના ખય ભરછી ખાય છે. આ તમારી કાયા કાચા કોપરા જેવી છે પણ ભૂખની મારી એવી કરમાઈ ગઈ છે!’

એ સાંજે કેટલાયે દહાડે મા-બાપ અને છોકરીએ ધરાઈને ધાન ખાધું.
એ સાંજે કેટલાયે દહાડે મા-બાપ અને છોકરીએ ધરાઈને ધાન ખાધું.
Line 172: Line 172:
‘આઈ ગૈ બા…!’
‘આઈ ગૈ બા…!’

કમરાએ કશો જ ઉત્તર ના વાળ્યો. દીવો ધરી એ અડારામાં ગઈ. હાંડલી ચડાવી ખીચડી રાંધી. બંને મા-બાપને તાવડીમાં ખીચડી પીરસી ફરી એ અડારમાં આલોપ થઈ ગઈ. મા-બાપના પી ગયા પછી એણે ઓઢણી કાઢી. ઊંચી કોઠીના કાંઠલે ચડીને એણે ગોખલામાં ટમટમતો દીવો ફૂંક મારીને રામ કરી દીધો.
કમરીએ કશો જ ઉત્તર ના વાળ્યો. દીવો ધરી એ અડારામાં ગઈ. હાંડલી ચડાવી ખીચડી રાંધી. બંને મા-બાપને તાવડીમાં ખીચડી પીરસી ફરી એ અડારમાં આલોપ થઈ ગઈ. મા-બાપના પી ગયા પછી એણે ઓઢણી કાઢી. ઊંચી કોઠીના કાંઠલે ચડીને એણે ગોખલામાં ટમટમતો દીવો ફૂંક મારીને રામ કરી દીધો.

ભળભાંખળે દમલી મા જાગી. પડખેની માંચી ખાલી જોઈ એણે બૂમ પાડી? કમરી…ઈ…ઈ – જવાબ ના મળતાં એ કોઠીના આશરે ઊભી થઈ. અડારામાં જવા કરતી હતી ને એને કમરીના લટકી રહેલા પગ અથડાયા. ભેંકારાની મારી એ ભોંયભેળી થઈ ગઈ. એના ગળાનો ચિત્કાર હાંફમાં અટવાઈ ગયો ને આંખો અજવાસ ખોઈ બેઠી. ફેક્યા વળતાં વળતાં તો ભળભાંખળું અજવાળામાં વટલાઈ ચૂક્યું હતું. હવાતિયું મારતાં એણે માંચીનું ઉપરું ઝાલ્યું ને એના હૈડિયામાંથી દીકરીના અવગતિયા અવતારની મરણપોક ફૂટી નીકળી. એ સાંભળીને –

Line 178: Line 178:
– ધસી આવેલા લોકોએ જોયું તો કમરીના ડોળા પથરાઈ ચૂક્યા હતા અને કુમળી કેડ નીચેની ઘાઘરીમાં પડેલા લાલચોળ રક્તના ડાઘા શરમના માય સુકાઈને કાળાશ ઓઢી બેઠા હતા!
– ધસી આવેલા લોકોએ જોયું તો કમરીના ડોળા પથરાઈ ચૂક્યા હતા અને કુમળી કેડ નીચેની ઘાઘરીમાં પડેલા લાલચોળ રક્તના ડાઘા શરમના માય સુકાઈને કાળાશ ઓઢી બેઠા હતા!

માંચીના ઉપરાને મુકીઓમાં ભીંસતાં કમરીની માએ રાઠ્ય નાખીઃ કાહલી…ઈ…ઈ!’
માંચીના ઉપરાને મુકીઓમાં ભીંસતાં કમરીની માએ રાડ્ય નાખીઃ કોહલી…ઈ…ઈ!’

થર થર કાંપતી કોહલીને બે-ચાર જણે આગળ હડસેલીઃ એનાં લૂગડાં ચપસીને કમરીની મા ફૂત્કારી ઊઠીઃ
થર થર કાંપતી કોહલીને બે-ચાર જણે આગળ હડસેલીઃ એનાં લૂગડાં ચપસીને કમરીની મા ફૂત્કારી ઊઠીઃ
Line 184: Line 184:
‘ચિયા ભવનું વેર તે વાર્યું અક્કમેંણા જઈને તારા હગલાને કીજે કે તેં જે લોય બોટ્યું એ તારા હગા બાપનું હતું, બીજા કોઈનુંય નંઈ!’
‘ચિયા ભવનું વેર તે વાર્યું અક્કમેંણા જઈને તારા હગલાને કીજે કે તેં જે લોય બોટ્યું એ તારા હગા બાપનું હતું, બીજા કોઈનુંય નંઈ!’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/પન્નાભાભી|પન્નાભાભી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/ઘરનું ઘર|ઘરનું ઘર]]
}}

Latest revision as of 02:18, 3 September 2023

બાપનું લો’ય

જોસેફ મેકવાન

સવારમાં આંગણે માસ્તરનો પોકાર સંભળાયો.

‘કમરી…ઈ…ઈ… ચાલ બેન નિશાળે!’

બેઠા ઘાટની કોઠીના કાને ઢાંકેલા ભાંગેલા માટલાના કાંઠા પર હંમેશ પડી રહેતા એના ‘દફ્તર’ ભણી અનાયાસે જ એના પગ ધસી ગયા અને પરસાળમાં પડી રહેતા માંદલા બાપે ખાંસી ખાધી. કાયમની પથારીમાં પડી રહેતી દમલી માના ઉહકારાનો કણસાટ એમાં ભળ્યો અને કમરીના દફ્તર લેવા લંબાયેલા હાથ હતા ત્યાં જ અટકી ગયા.

રાત્રે મા-બાપને એણે ખાવાનું કાઢી આપ્યું ત્યારે માએ પૂછ્યું હતું…: ‘તેં ખાધું બેટા?’

‘ઊં..ખાછ અમણાં, તમે ખઈ લ્યો પછી!’ એણે શાંતિથી જવાબ વાળ્યો હતો. માથી હાંડલી જોવા ઊઠાય એમ નહોતું. તળિયે થોડાક પોપડા બાઝી રહ્યા હતા. પલળીને ઊખડી રહે એટલા હારુ કમરીએ એમાં પાણી છણકોર્યું હતું. બેચાર કોળિયા ખવાશે તો કળસ્યો પાણી પી લેશ, આમેય ઓંઘ ચ્યાં આવવાની છે, કાલની-આવતી હવારની આબધ્યામાં!’ એણે વિચાર્યું હતું ને ખાઈ રહ્યા પછી તાવડી ચાટતી માએ પૂછ્યું હતુંઃ

‘કાલ્ય હાતર ચેટલી કોદરી વધી છ બોન?’

તાંણી-તોશીને કમરીએ આજની ટંક રાંધતા બે મૂઠી કોદરી બચાવી હતી. આભ ના વરસે તો કાંઈ નહીં, પણ કાલની જરીક આશા તો રહે! પાણીટેકા પૂરતી! એણે ટાઢા પેટે માને ભરોસો દીધો હતોઃ

‘છ મા છ, કાલની એક ટંક ચાલ ને તો ય થોડીક વધ એટલી છે. તું બળતના મેલ્ય!’

‘બળતના તે ચ્યમની મેલું બોન! કળિએ-કળિએ કારજું કરપાય છ, તારા મોં હાંમું જોવાતુ નથ્ય. બળ્યો આ મનખો. શા હાતર ભગવાન આપણનં જલમ દેતો અશે? મોટી બોનનો કાંય જબાપ આયો?’

મહિનો-માસ પહેલાં મા-બાપે કાગળ લખાવ્યો હતો. કમરીએ પંડે લખ્યો હતોઃ

‘અમે હમ હાજાં-ભલાં છીયે, તેમ તમેય હશો. બાદ લખવાનું કે, મારે હવે દમના ઊથલા પર ઊથલા આવે છે. બાપાનો ટી.બી. ય વકરી ગયો છે. ખાવાની ટંકો જાય છે. ત્યાં દવા દારૂની તો વાત જ શી? માટે કરીને તમે…’ માએ પૂર કરાવ્યું હતું, ‘મોટું મન રાછીનં દયા દાખવજો,’ બાપા બોલ્યા હતાઃ ‘અડચ્યા-ભીડ્યાની વા’ર કરજો, બાચી તો હીનો ભગવાન છે!’

પણ કમરી બેમાંથી એકેયની એ ટીપ કાગળમાં ટાંકી શકી ન હતી. કાગળ એણે અધૂરો જ છોડી દઈને લિખિતન તમારી કમરી-કરી દીધું હતું. મોટી બેન મુંબઈ પરણાવી હતી. એનો ધણી કશુંક કામ કરતો હતો. કામથી વધીને દારૂ પીતો હતો. છતાંય કદી-કદા મુંબઈથી પીળું પરબીડિયું આવી જતું તો એમાંથી પાંચ-દસની નોટ અણધારી કૃપા બનીને વરસી પડતી હતી. મોટી બેન હંમેશા સલાહ લખતીઃ ‘કમરી તું દિલ દેઈનં ભણજે, સુખી થૈશ.’

મા એ જ કાગળના જવાબની રાહ વલોણાના વારાની પેશ્ય જોઈ રહી હતી. કમરી એને શો સધિયારો બંધાવે? છતાં એણે કહ્યું હતુંઃ

‘મુંબઈથી કાગર આવતાં વાર થાય મા. બઉ આઘું. આજ નહીં તો કાલ આવશે.’

‘દઈ જાંણ બોન…’ કરતાં માએ નિસાસો નાખ્યો હતો અને પછી પૂછી લીધું હતુંઃ

પછી તેં શો વચાર કર્યો બોન! કોહલીનં મલીયાઈ?

કોહલી એટલે તમાકુની ખળીમાં મજૂરોને કામે લઈ જતી મુકાદમણ. છેલ્લા સાત-આઠ દા’ડાથી ઘરમાં એકટાણાં ચાલ્યાં કરતાં હતાં. વાસણ-કૂસણ ભંગારમાં વેચાઈ ચૂક્યાં હતાં, બચ્યાં હતાં હવે ઠોબર-ઠીકર! જણસભાવ તો કદી હતાં જ નહીં. મજૂરીએ ઢસરડા કરતાં મા-બાપ દમ-ખયનાં ખોખાં બની ચૂક્યાં હતાં જણસમાં જણસ ઘરમાં હવે એક માત્ર બચી હતી ચૌદ વરસની કમરી, ને ભેંકાર ભવિસ જાણતી હોવા છતાં મા એને ખળીમાં મજૂરીએ મોકલવા લાચાર બની ગઈ હતી. એ એને ભરોસો બંધાવતી હતીઃ

જેનો પરહુ પાધરો એનો વેરી આંધેરો બેટા! રામ રાખ એનં…કોણ ચાખ! ધોરા દા’ડ કાંઈ કારાં કરજગ નથી નેમજતાં. આપણો છૂટકારો નથી ડીચરા, બાચી મારી વશે કાંમ થતું હોત તો ઊં તને કુરી લહણ જેવીન કાળખાન ના ઢચેલત!’

ત્રણ દા’ડા પહેલાં કાળજું કઠણ કરીને માએ દીકરીને કહ્યું હતુંઃ

‘અવ તો તારો જ એક આધાર બાપા! ભણવાનું પડી મેલ્યનં કાંક કામકાજ હોધી કાઢ્યું. ભૂખનાં વેપલાં વે’લાચોંટા કરાવશે પણ જીવ નંઈ ટોંપવે! રૂપિયો-રેડો રોકડો મલ તો ઝેર તો ખવાય! ચ્યાં હુધી આમ વેઠ્યા કરવાનું?

કમરી બહુ પહેલેથી આ જીવતર સમજતી આવી હતી, પણ એને સમજાતું નહોતું તે આઃ દિવાળીએ ગામમાં ધૂમધડાકે દારૂખાનું ફૂટતું હતું, બેહતા વરસે ગામના મોટેરા ગણાતા લોકોનાં ઘર ઝળાંબોળ થઈ રહેતાં હતાં. ટાઢી શિયોર અને ઊની શિયોર, ઉજાણી ને નોરતાં-એમની હાતર જાણે શું ન’તું! ને એને પોતાને દોણી લઈને છાશ લેવા જવું પડતું! ઊંચા હાથે પટલેણ મહા ઉપકાર વરસાવતી હોય એવા ભાવે દોણીમાં છાશ રેહતી ને પછી એક કાંડી-સીલબંધ દીવાસળી રોક્કડ લેતી! છાશ લેઈને એ ખડકી કે ફળિયામાંથી પસાર થતી ત્યારે કઢી કે દાળનો વઘાર એનાં નસકોરાં ભરી દેતો ને ક્યાંકથી શીરો શેકાવાની સુગંધ એનાં ભૂખ્યાં આંતરડાંને આલહ-વેલણ કરી મેલતી. આ બધું માણનારા નિરાંતે મહાલતાં જ્યારે એનાં મા-બાપને હાહ (શ્વાસ) ખાવાની મોકળાશ ના મલતી. એની માના બોલ – ‘ગાંડને ને ભોંયને હગઈ નથી થતી એટલાં વેઠ-વૈતરાં ને ઉધામો કરવો પડ છ, પણ સખે ધાન નથી પામતાં. પરહુ તું તે ચિયા ભવનું આદવેર લેઈ બેઠો છે?

ધીરે-ધીરે દીવાસળીની કાંડી બદલ મળતી છાશ પણ બંધ થઈ ગઈ હતી. પડખેના શહેરમાં દૂધની ડેરી ખૂલી હતી અને હવે ભેંસોવાળા મોટા લોક ડેરીએ દૂધ ભરતા થઈ ગયા હતા. છાશ કદી વેચવાની વસ નહોતી ને છાશ હવે વેચાવા માંડી હતી ને એ છાશ ખરીદવાના જૈં (પૈસા) પણ ગરીબ લોકને ભારે પડવા માંડ્યા હતા. છેલ્લાં ત્રણેક વરસોથી વરસાદ પડું ના પડું કરતો ટે’પું ફોરે વરસીને જતો રહ્યો હતો. અનાજની અછત થઈ ગઈ હતી અને મોંઘવારીએ માઝા મેલી હતી! બે ટંકના રોટલા ભેળા થવાની વાતે ગરીબોની બૂરી વનોબત આવી હતી.

પણ આવું બધું વિચાર્યે કમરીનો દા’ડો વળે એમ નહોતું. એને ગમે કે ના ગમે. એની ઇચ્છા હોય કે ના હોય, એને તમાકુની ખળીએ જવું જ પડવાનું હતું. મા-બાપે એને ઉછેરી-પાછેરીને મોટી કરી હતી, આ નિરાધાર અવસ્થામાં એમનું કોઈ નહોતું થતું ત્યારે પોતે એમની કઈ રીતે મટી શકે!

બે જ દા’ડા પહેલાં કોહલીએ એને કહ્યું હતુંઃ

‘તમે ધારો તો બોન ટંકો ટોંકી કરી હકો, ખાસ્સાં હમણાં છો! આપણે તો અસ્ત્રીનો અવતાર, રૂપ આવ્યું બીજા શા કામનું? જો એ હાંકડી-હાટીમાં ખપ ના લાગ તો…!’

કમરી અવસ્થા પહેલાં જ ઘણુંબધું સમજવા લાગી હતી. રાત-દિવસ પીડતા અભાવોએ એની તમામ જ્ઞાનેન્દ્રિયોને ખૂબ સતેજ કરી મેલી હતી. એટલે જ રૂ૫ની વાત કરતાં કાહલીએ આંખ મીંચકારી એ એને જરાય નહોતું ગમ્યું. ફટ કરતીકને ઊભી થઈ એ પાછી ઘેર ચાલી આવી હતી! પણ કોહલી પાવરધી હતી. એણે જરાય માઠું નહોતું લગાડ્યું. દળણું દળાવીને પાછા વળતાં એ પડે કમરીની માની ખબર કાઢવાને બહાને એને ઘેર પહોંચી ગઈ હતી, બે રોટલાનો લોટ ત્યાં મૂકતી આવી હતી અને પથારીવશ કમરીની માને કહેતી આવી હતીઃ

‘મારા ભરૂંહે મોકલજો બા! ઊં છું નં બોન બાને હંભારેશ, મારા જીવની જેમ! બાચી અવતાર જ આ ગોલાપ કરતી વૈંણ્યમાં મલ્યો તે વૈતરાં કર્યા વના કાંઈ છૂટકો છ!’

ઓસરીની પડધીના આશરે ઊભી ઊભી કરી એ સંધુય સાંભળી રહી હતી.

બે વરસ પહેલાં માધવ આવ્યો હતો. પિતરાઈ કાકાની દીકરીનો દિયર હતો એ. મીઠડો ને મોહામણો. કમરી તો ત્યારે સાવ છોકરમત! ઘાઘરી-ડગલીભેર એ રમતી-રમતી કાકાને ઘેર પહોંચી ગયેલી ને માધવની નજરે ચડી ગયેલી. એને જોતાંવેંત માધવ આભો બની ગયેલો.

ભાભી…ઈ…ઈ..આ વૃંદાવનની રાધા અહીં તમારા ગામમાં ક્યાંથી ભૂલી પડી?!’ કહેતાં કહેતાં એણે કમરીના બંને ખભા પર હાથ મેલીને એની આંખોમાં આંખો પરોવી હતી. તે પછી ભાભીને સંભળાવ્યું હતુંઃ

‘બસ્સ ભાભી, આજે મારી શોધ પૂરી થઈ ગઈ. આની સંગાથ મને પરણાવજો!’

‘પણ દેવરજી! હજુ તો એ સાવ બાળક છે.’

‘તે મને ક્યાં ઉતાવળ છે! એ મોટી થાય ત્યાં લગી મારી કૉલેજ પણ પૂરી થઈ જશે! આ તો તમે મને અહીં છોકરી જોવા લાવ્યાં હતાં તે જુઓ, મેં જોઈ લીધી. આના વિના હવે કોઈનો હાથ ના ઝાલું.’

‘પણ એને પૂછો તો ખરા, એ તમારી વાટ્ય જોશે? વાટ્ય-બાટ્ય જોવાનું એને ભાન-બાન છે ખરું? એ તો નાણો!’ ભાભી સહેજ ઈતરાજીથી બોલી હતી. માધવે એ જ ભાવે રમત માંડતો હોય એમ કરીને પૂછ્યું હતું?

બોલ્ય રાધા! તારું નામ શું?’

‘કમરી…ઈ…!’

કમરી હસી પડી હતી…

‘કમરી? ઓ.કે. કમરી. પણ કમરી નહીં, હવેથી કહેવાનું કમલિની! બોલ્ય તો કમલિની?’

‘કમલિની…ઈ નં’ઈ કરી…ઈ…ઈ…’ – કહેતાં કહેતા માધવની પકડમાંથી એ નાસી છૂટી હતી!

‘લોક કે’છે એમ તમે તે સાવ ઘેલા છો. આવડી છોકરીમાં શું જોઈ ગયા?’

‘જે જોવાનું હતું એ જોવાઈ ગયું ભાભી એની આંખોમાં મેં મારી ઓળખ વાંચી લીધી છે. હજી તો કળી છે. ચાર-પાંચ વરસ પછી પૂર્ણ કુસુમ રૂપે એ ખીલી ઊઠશે ત્યારે તમે ઊભાં ને ઊભાં ઈર્ષ્યાનાં માર્યાં સળગી ઊઠશો! બસ, તમારા દિયરનુ ભલું ચાહતા હો તો આટલું કરજો!’

પણ આવી ઓળખ આપી જનારો માધવ બીજે જ વરસે અકસ્માતમાં માર્યો ગયો હતો ને એનો શોક ભાંગવા ભાભી પિયર પધારી હતી ત્યારે કમરીને પાંખમાં લઈને એટલું રડી હતી, એટલું તો આક્રંદી હતી કે એ રુદન કમરીના અંગે-અંગમાં થીજી ગયું હતું. કમરીને તે દિવસે પહેલી વાર જાણે સાક્ષાત્કાર થયો હતો કે હવે એણે કોઈનીય વાટ જોવાની રહેતી નથી. ને એને પોતાને ના સમજાય એવું કશુંક એના અંતરમાં તૂટી ગયું હતું. એનાં લોચન જળજળાં થઈ ગયાં હતાં અને પિતરાઈ બહેનની પાંખમાંથી છૂટીને એ પોતાના ઘેર દોડી આવી હતી અને પછી ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી હતી. એ રુદન શાંત પડ્યું ત્યારે આંસુ ભરેલી એની આંખો આગળ એક આકાર ઊભો થયો હતો. એ માધવ હતો ને માધવની ઓળખ કરીને એના કાળજે કોતરાઈ ગઈ હતી. એ પછી જ મનોમન એણે સંકલ્પ કર્યો હતોઃ માધવ ભણતો હતો, હું ય ભણીશ. ભણી-ગણીને મારા માધવને યાદ રાખેશ.

પણ ત્યારેય પાછું કમરીને એ જ ના સમજાતુંઃ માધવ એનો શું હતો! એની સરખી એકેય છોકરીને નથી થતું એવું એવું એને જ કેમ થાય છે!

આ બધા જવાબ ભણતરમાંથી જ મળશે એમ માની એણે દિલ દઈને ભણવા માંડ્યું હતું. મિશનરી શાળાના ઘરડા માસ્તર કદી-કદા એની સામે ચિંતાભરી નજરે તાકી રહેતા ને પછી માથે હાથ મેલીને કહેતાઃ

‘તું ભણવાનું ના છોડેશ બેટા, ભણેશ તો સુખી થૈશ!’

ને કમરીને ભણવું જ હતું, ખૂબ ભણવું હતું, માધવ જેટલું. એને તો માધવનાં ચોપડાંય લાવીને વાંચવાં હતાં. પણ ભૂખ…પેટની ભૂખ…અશક્ત મા-બાપની તગતગતી આંખોમાં ઘુરકિયાં કરતી ભૂખ… ઊપડે ત્યારે ભલ-ભલું ભુલાવી દેતી ભૂખ કમરી લાચાર થઈ ગઈ હતી આ ભૂખ સામે.

એ ભૂખ ભાંગવાનો એક જ માર્ગ હતો. કાહલી જોડે મજૂરીએ જવાનો. પણ કોહલીની યાદે જ એ કમકમી જતી હતી. કોહલી વિશે લોકમોઢે લાખ જાતની વાતો ચાલ્યા કરતી. કમરીએ કદીયે એ મન દઈને નથી સાંભળી, પણ જેટલી સાંભળી હતી એમાંની આ મજૂરીએ જવાની પળે જે પણ યાદ આવતી એ એવી હતી જે એના શરીરમાં તીખી ઝેર પાયેલી શારડી ફેરવી જતી.

એટલે જ દમનો ઊથલો સહેજ હેઠો બેઠો ને ઘૂંટ પાણી ગળે ઊતર્યું ત્યારે બહાર નીકળી ગયેલ કરોડથી ખરબચડો થઈ ગયેલ માનો બરડો પસવારતી કરીને માએ કહ્યું હતુંઃ

‘આમ લાંધણો ખેંચી ખેંચીનંય જીવ કાઢવાનું તો હૂતર પડશે, બેટ્ટા! પણ તારા હાથ રંજ્યા વના મરીશું તો અવગતિયાં થઈ જૈશું. એક તારી ચંત્યા ના હોત તો જો…પેલા ખેરાની દોયડી લટચી રૈ’ છ નં… તારા બાપાને બે વાર મેં ગળાફાંહો ખાતા ઝાલી રાછ્યા છે, બેટ્ટા! એક જરાક આધાર મલ… તારા બનેવીનં પરહુ હારી મત્ય હુઝાડ…કશોક આશરો મલ નં આપણો દંન ફર…તો આ ખોયડું વેચીનંય બે જણસો છોડાઈએ નં પછી તારો…તારો…’ ને માની બાકીની મંશા દમમાં અટવાઈ ગઈ હતી.

ને બસ, એ પળે કમરીએ નિર્ણય લઈ લીધો હતો. માની એક અબળખા હતી, અબળખાથી વધીને જિજીવિષા હતી. એ પૂરી થાય કે ના થાય પણ એ ઝંખે છે એવો આધાર તો એને પૂરો પાડવો જ જોઈએ.

માસ્તરની બૂમ સમાણો દફ્તર લેવા લંબાયેલો હાથ જ્યાં અટકી ગયો હતો ત્યાંથી એણે લાંબો કર્યો. દક્તરની થેલી હાથમાં લીધી ભાગલો કાંઠો ઊંચો કર્યો ને પેલી થેલી કોઠીમાં નાંખી દીધી.

ને એમ ભણતરના ઓરતા કોઠીમાં દફનાવી દઈને ખળીએ જવાની વેળા થતાં કમરીએ વળગણી પર લટકી રહેલી એક માત્ર ઓઢણી ઓઢી લીધી ને એ પરસાળમાં આવીને દાડિયાં નીકળવાની રાહ જોવા લાગી.

એના સરખી સાહેલીઓએ એને દાડિયે આવવા તૈયાર થયેલી જોઈને આંખો નમાવી દીધી. ‘લે હેંડ કમુ!’ એવો હરખની હેલ્લાળો એ ના દાખવી શકી. આમાંની જ એક-બેએ કરી આગળ પોતાની દુર્ગત વર્ણવી હતી ને ત્યારે એક સલાહ આપવાનું નહોતી વીસરીઃ ‘ગમે એ થાય કમુ, પણ તું તો બોન આ દિશે ચડશે જ નંઈ! તારું આ રૂપ જ તારું દશમન થઈ જશે. પછી જીવવા વારો નંઈ રે!’

કમરી એમને સામું કશું જ નહોતી કહી શકતી. એની પરસાળ આગળ રહીને જ દાડિયે જતી બે-ચાર વહુવારુઓએય એને જોઈને માથાં નમાવી દીધાં હતાં. કમરીના વિચારે એમનાં કાળજાંય કમકમી ઊઠતાં, પણ એય કરે કે કહે શું, એ જ એમને નહોતું સમજાતું.

સૌથી છેલ્લે દેખાઈ કાહલી, મુકાદમણ. કમરીને જોતાંની સાથે જ એની આંખોમાં એક અકળ ખુશી ચમકી ઊઠી. કમરીના ખભે હાથ મેલીને એ બોલીઃ

‘હિંડો બોન! તમે બહુ હમજણાં!’ – ને ખળીમાં પેસતાં જ એણે ઉપરના માળે ઓફિસમાં વિરાજતા શેઠને પોકાર કર્યોઃ ‘શેઠ! એક નવું નામ લખવાનું સે!’

આ પોકારમાં એક ગર્ભિતાર્થ રહેતો જે કોહલી ને શેઠ બે જ સમજી શકતાં. એ સાંભળતાંવેંત એક કાયા નીચે ઊતરી. એની નજરો સીધી નવાગંતુક કમરી પર મંડાઈ. દુઃસહ ભયના ભારણે નમી ગયેલાં કમરીનાં પોપચાં કશાક અકળ કુતૂહલે સહેજ ઊંચા થયાં. નાની હતી ત્યારે મા વારતા માંડતી. એમાં ભૂખ્યું ડાંસ વરુ જે જીભ લપલપાવતું એ જ ઓચિંતું એને આ પળે યાદ આવી ગયું ને બીજી પળે પોતાની ચોપડીમાંનું વરુ અને ઘેટાનું ચિત્ર સાંભરી આવ્યું. એણે ઊંચકાયેલાં પોપચાં ભીડી દીધાં. એક અજાણ્યા ઓથારે જાણે એનાં અંગાંગ થીજવી દીધાં.

‘એને હળવું કામ હોંપજે! હાંજે નામ નોંધી દઈશું!’

શેઠની નજરોનો રાજીપો વાંચીને કોહલી ન્યાલ થઈ ગઈ.

ખળીમાં બરાબરનો ગોહ (રજકણ) ઊડતો હતો. તમાકુની સહી ના જાય એવી બદબૂથી નસકોરાં ને ગળું ત્રાસ-ત્રાસતાં હતાં. કેટલાંક મોઢે ડૂચા બાંધીને તો ટેવાયેલાં ખુલ્લા મોઢે કામ કરતાં હતાં. એક પા ચાળણા ધમધોકાર ચાલતા હતા, બીજી પા તમાકુની રગો ટિપાતી હતી. સામેના ચોકમાં સૂકવવા પાથરેલી તમાકુની રગોના પાથરા પડ્યા હતા. કોહલીએ કરીને એક સૂપડું અને ટોપલો ભળાવતાં સમજાવ્યું: ‘તમાકુથી ટેવાવ ત્યાં લગી હલકાં કામ હોંપવાનું કર્યું છે શેઠ સાહેબે તે આ રગો ભરીભરીને પેલા ખોંણે ઢગલું કરજો.’

બપોરાની વેળા થતાં કલાકની છૂટી મળતી એમાં કમરીએ ઘેર જઈ પેલા બે રોટલાના લોટનું ભૈડકું બનાવ્યું ને બેઉ મા-બાપને પીરસ્યું. હાંડલીમાં બે કપ પાણી રેડી, હલાવીને એ પીવા જતી હતી ને કોહલી હણકા હેઠળ ઢાંકીને એક રોટલો ને. શાક લઈ ત્યાં આવી પહોંચી હતી.

‘લ્યો બોન! આટલું તમે કટક-બટક કરી લ્યો, મૂછયે પેટે કાંઈ કામ ના થાય, ઘરમાં હાંડલાં કુસ્તી કરછ એ ઊં જાણ છે, બય આપણો તે કંઈ મનખો છે! આજ હાંજ આપણ તમારી હાટુ આગોતરું ચલણ લઈ લેશું!’

બરાબર ત્રીજે દિવસે એ બપોરનો રોટલો પામી હતી. બપોર સુધી ઊંચકેલા ટોપલાએ એની ભૂખને બરાબરની ખાજી-ભરખૂ કરી મેલી હતી. એ ભૂખના ઉકાળાએ ઘમસાણ મચાવતા વિચારોને ધરબી દીધા – ને એ નહોતી ચાહતી તોય એનાં હાથમ્હોં પેલા રોટલા પર તૂટી પડ્યા.

સંધ્યા ઢળી ત્યાં સુધીમાં કમરીએ રગોનું ઢગલું વામી નાખ્યું હતું. એ ટોપલા ઊંચકતી હતી એ દરમિયાન ચાળીસીની ઉમ્મરે પહોંચવા આવેલ શેઠે એને ચારપાંચ વાર નજરો ભરીને નીરખી લીધી હતી.

સાંજે છૂટવાની વેળા થતાં સૌથી છેલ્લે કોહલી એને લઈને શેઠના ચોપડે ઊભી રહી. શેઠે એનું નામ નોંધ્યું અને પાંચ-પાંચની ત્રણ નોટો કોહલીના હાથમાં આગોતરી મજૂરી પેટે મેલી.

ખળીમાંથી બહાર નીકળતાં કોહલીએ કમરીના હાથમાં એક શીશી ભળાવીઃ

‘તમારી માને બઊ દમ ચડ છે. હાંજે હૂતાં પેલાં આ દવા આલજો, દમ બેહી જશે!’

મારગમાં આવતી કરિયાણાની એક દુકાન આગળ કોહલી થોભી. પેલા આગોતરા પૈસામાંથી એણે ચોખા, દાળ અને બાજરી ખરીદ્યાં અને કમરીને ભળાવતાં સલાહ દીધીઃ

‘હાંજે ખીચડી રાંધજો, આ પૈસા વધ્યા છે એમાંથી વાણિયાના તાંથી રૂપિયાનું જી મંગાઈ લીજો. તમારા બાપાના આંતયડા જરાક ભેનાં થશે તો ખયમાંથીય ખડાંધડાં બેઠા થે જશે! આપણને તો બોન ખાધા વિના ખય ભરછી ખાય છે. આ તમારી કાયા કાચા કોપરા જેવી છે પણ ભૂખની મારી એવી કરમાઈ ગઈ છે!’

એ સાંજે કેટલાયે દહાડે મા-બાપ અને છોકરીએ ધરાઈને ધાન ખાધું.

સૂતી વેળાએ એણે માને પેલી દવા પિવાડી, પણ ચાહવા છતાંયે મા કમરીના મોઢા સામું મોં ના માંડી શકી. ને કમરીએ જોયું તો કેટલાંયે દિવસ ને રાતો પછી એ રાતે પહેલી વાર એની માને દમનો ઊથલો ના આવ્યો. બાપે બેએક વાર ખાંસી ખાધી ખરી, પણ ધરાયેલા પેટનો ખેસવાટોય ઝાઝો ના ટક્યો. ને તેમ છતાં કરીને નિરાંતની નીંદર નહોતી આવતી. એ રહી રહીને જાગી જતી હતી. દરરોજની ટેવ હતી માને ઓરાંસવાની, બાપાને પાણી પાવાની. પણ એ રાતે એણે ભય પેટનો પહેલો પરચો જાયો. આછા ઉજેતમાં એણે આંખો માંડી. બાજરી, ચોખા ને દાળની ત્રણ-ત્રણ માટલીઓ ઢંકાઈને ઢગલી વળી રહી હતી! આંખો પર અવળો હાથ દાબી એણે સવાર સવાર ઊંઘવાનાં ઝાંવાં નાખ્યાં કય.

સવારે એ બાજરીનું દળણું કરી રહી હતી ને વળી પાછી માસ્તરની બૂમ સંભળાઈઃ

‘કમરી…ઈ…ઈ! તું નિશાળ કેમ નથી આવતી બેન!’ ને એ લાગલા ઓરડીમાં ધસી આવ્યા?

‘આજે પાદરી સાયેબ આવવાના છે. કમરીને મિશનની બોર્ડિંગમાં મૂકવાનું આજે નક્કી થઈ જાય એમ લાગે છે. કમરીની બા.. તમે એના ભવિષ્યનો વિચાર કેમ નથી કરતાં?’

‘અમારા ભવિસને તો ચેદા’ડાનાંય ભૂખનાં તારાં વાજી જ્યાં છે સાહેબ! અમારી વશે અવ ઉઠાતુંય નથી. છોકરી વના કોણ અમારું આલુ-ટુલું કર બા?’

‘પણ એ આ આટલું વરસ ભણી લે તો એનું ક્યાંક નોકરીનુંય ઠેકાણું પડી જશે. છોકરી હોંશિયાર છે. તમે એને મોકલો. હું પાદરી સાહેબને તમારી વાત કરીશ. કશોક જોગ જોગવાઈ જશે.’

માસ્તર બોલતા હતા અને ત્યાં કોહલી આવી પહોંચી. એની સામે જોવું ના પડે એટલા માટે જ માસ્તર બહાર નીકળી ગયા. કહેતા ગયાઃ

‘કમરી તું નિશાળે આવી પહોંચ બેન! બાકીનું હું જોઈ લઉં છું!’

કાહલી ખંધું હસી પડીઃ ‘આ જોનારા તે દા’ડાના ચ્યાં જ્યા’તા!’

અડારામાં ઓથે ઊભેલી કમરી બહાર આવીઃ ‘ભાભી! હું નિશાળે જાઉં તો…પાદરી સાયેબ મન મિશનમાં લઈ જવા આવવાના છે!’

‘તમે ભણી-ગણીને મઢમ થાવ એથી રૂડું શું બોન! પણ આ તમારાં માબાપનું કોણ પછી? રૂપિયા પર આગમચ આયા તારા એ ધરઈન ધાન પામ્યાં. તમારું તો મિશન જ આ? ન બોન પૈસા આપ્યા એટલા વારી તો આલવા જ, પડને! અનવતના આપણાથી ઓછા ખવાય?’ કમરીની માએ પડખું બદલીને મોટું ઢાંક્યું. કમરીએ એક ફળફળતો નિશ્વાસ નાખ્યોઃ ‘તમે નેકરો ભાભી! હેંડો ઊં આવું છું!’

એ દિવસે બપોર સુધી કમરીને ગૂણો છોડવાનું કામ સોંપાયું. બપોર પછી કોહલીએ એને પોતાની સાથે સરસામાનનો ઓરડો, શેઠનો બેઠકખંડ ને એવા બધાની સાફસૂફી કરવા લીધી. તમાકુના ચાળણના કામની આંટીઘૂંટી ને એવી-તેવી અન્ય વાતોમાં પાવરધી કોહલીએ એને એવી તો વાતે વીંટી લીધી કે એને પોતાનેય ખ્યાલ જ ના રહ્યો કે કઈ પળે કોહલી ત્યાંથી રફુચક્કર થઈ ગઈ. બારણું ભિડાવાના અથડાટ થકી એ ચોંકી ગઈ ત્યારે એની સામે હરાયા આખલા શો દૈત્યાકાર ઊભો હતો. એ પછીની કુમળી કમરીની કરુણ ચીસ ક્યા અવકાશમાં ઓગળી ગઈ એની કાનોકાન કોઈનેય ખબર ના પડી.

એ સાંજે ઘડી-અંધારે દાડિયાં છૂટ્યાં ત્યારે એમાં કમરી નહોતી. વાચા હરાઈ ગઈ હોય એમ એ સૌ અવાચક ઘરભણી ડગ માંડી રહ્યાં હતાં પણ એ એકમેકની ખોપરીને પાછળ બબ્બે આંખો ફૂટી હતી અને એ કમરીને શોધતી હતી. હરફ ઉચ્ચારવાનીયે એ હામ હારી બેઠાં હતાં ત્યારે એ સૌની પછવાડે દૂર એકલી-અટૂલી કમરી ચાલી આવતી હતી. આંખો એની પથરાઈ ગઈ હતી અને લાગણી લકવાઈ ગઈ હતી.

એની પગરવટના અણસારે માંચીમાં પડેલી મા બોલી ઊઠીઃ