કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૦.એક દિવસ તો આવ પ્રભાત!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦.એક દિવસ તો આવ પ્રભાત!| પ્રહ્લાદ પારેખ}} <poem> એક દિવસ તો આવ પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૯.મારા રે હૈયાને તેનું પારખું | ||
|next = | |next = ૧૧.આજ | ||
}} | }} |
Latest revision as of 08:45, 24 June 2022
૧૦.એક દિવસ તો આવ પ્રભાત!
પ્રહ્લાદ પારેખ
એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !
જુગ જુગથી આવે જગ-આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ.
– એક દિવસ૦
વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ.
– એક દિવસ૦
અંધકારનું લોહ છે પડિયું;
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ.
– એક દિવસ૦
અણખીલી મુજ કમળકળી આ, પડી રાતને હાથ;
આવ, આવ તું, ખિલાવ એને : દેને પૂરણ ઘાટ !
– એક દિવસ૦
(બારી બહાર, પૃ. ૭૩)