કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૧.આજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧.આજ|}} <poem> આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, ::: આજ સૌરભ ભરી રાત સાર...")
 
No edit summary
 
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧૦.એક દિવસ તો આવ પ્રભાત!
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧૨.અમે અંધારું શણગાર્યું
}}
}}

Latest revision as of 08:46, 24 June 2022


૧૧.આજ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. – આજ૦

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મ્હેકતી આવતી શી સુગંધી ! – આજ૦

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી ? – આજ૦

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે; હતું,
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? – આજ૦
(બારી બહાર, પૃ. ૭૪)