કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૫. વાંસળી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. વાંસળી|પ્રહ્લાદ પારેખ}} <poem> એક વાંસળી અંધારાની: નવલખ તા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૪. દિલડાંની વાત | ||
|next = | |next = ૪૬. ભૂલજા દાદા | ||
}} | }} |
Latest revision as of 05:10, 25 June 2022
૪૫. વાંસળી
પ્રહ્લાદ પારેખ
એક વાંસળી અંધારાની: નવલખ તારા છિદ્ર,
તેનાં નવલખ તારા છિદ્ર;
વગાડતો આકાશે કોઈ સુરગંગાને તીર,
ઊભો સુરગંગાને તીર.
પંખી પાંખો બીડે સુણતાં ધીમા થાય સમીર,
સુણતાં ધીમા થાય સમીર;
પુષ્પોની પાંખડીઓ મળતી, નેને મળતી નીંદ,
સૌને નેને મળતી નીંદ.
અણદીઠી આંખોથી ઝમતાં શબનમ કેરાં નીર,
સુણતાં, શબનમ કેરાં નીર;
અધીર વાંછા-પંખી મારાં ફરતાં નિજને નીડ,
આવી સૂતાં નિજને નીડ,
કોણ બજાવે બંસી એવી લાગે કરુણગભીર,
હૈયે લાગે કરુણગભીર ?
મુજ ભીતર કો આકુળ રાધા મળવા થાય અધીર,
તેને મળવા થાય અધીર !
(સરવાણી, પૃ. ૪૨)