શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૩. બેસ, બેસ, દેડકી!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. બેસ, બેસ, દેડકી!|}} <poem> બેસ, બેસ, દેડકી! ગાવું હોય તો ગા, ને ખા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨૫)}} | {{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૨. એક ઉંદરડી | |||
|next = ૧૪. કક્કાજીની અ-કવિતા! | |||
}} |
Latest revision as of 16:25, 13 July 2022
૧૩. બેસ, બેસ, દેડકી!
બેસ, બેસ, દેડકી!
ગાવું હોય તો ગા,
ને ખાવું હોય તો ખા;
નહીં તો જા…
મારે પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.
તું તો બોલ્યા કરે,
ને આકાશ પેટમાં ફુલાવ્યા કરે!…
મારે તો સાત લાખ સપનાં
ને વીસ લાખ વાસના બાકી છે.
તું તારે ડોલ્યા કર,
ને ગળ્યા કર જીવડાં…
મારે તો અનંત ગાઉનાં મરવાં
ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે.
બેસ, બેસ, દેડકી! મૂગી!
ખા તારે ખાવું હોય તો,
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!…
મારે તો સાત પગથિયાં ઊતરવાં
ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.
દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંતર જા… પાવલો પા…
(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨૫)