શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૦. ટેકો રે મળે તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૦. ટેકો રે મળે તો|}} <poem> ટેકો રે મળે તો ટકીએ આપણે, ટેકો મળશે ક...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૪)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૯. નથી મળાતું
|next = ૪૧. નભ ખોલીને જોયું...
}}

Latest revision as of 09:40, 14 July 2022

૪૦. ટેકો રે મળે તો


ટેકો રે મળે તો ટકીએ આપણે,
ટેકો મળશે કોનો રે ટટાર?
એકલા ઊભીને તૂટીએ આપણે,
આપણી ચારે પાસ ધરાર
પડછાયાના ટેકા પ્હોળા જાણીએ. – ટેકો રેo

હાથ રે મળે તો ઝાલીએ આપણે,
હાથ રે કોણ દેવાને તૈયાર?
હાથ તો લંબાવી ભોંઠા આપણે,
આપણા સીમાડે આવકાર
હાથલા થોરોનો મનભર માણીએ. – ટેકો રેo

તેડું રે મળે તો જઈએ આપણે,
કોણ તેડે જાણીને બુખાર?
આપણા પાણીએ બળીએ આપણે,
આપણો ક્યાંથી હોય ઉગાર?
ઝાંઝવે વલોણાં જુઠ્ઠાં તાણીએ. – ટેકો રેo

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૪)