શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૫. માતાજીને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૫. માતાજીને|}} <poem> હું તો બાળ તમારો, માતા! સદાય રાખો સાથે; કમ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૯૮)}}
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૯૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૭૪. સ્વરસપ્તક
|next = VIII. કવિતા – જળ વાદળ ને વીજ (૨૦૦૫)
}}

Latest revision as of 09:18, 15 July 2022

૭૫. માતાજીને



હું તો બાળ તમારો, માતા! સદાય રાખો સાથે;
કમળ સમો કર રહો તમારો ફરતો મારે માથે!

આ દુનિયાના દોડા કરતાં જ્યારે થાકું ત્યારે,
તમે જ શીળી લહર સમાં મા, ધાજો મારી વ્હારે!

ધોમ ભલે ને ધખે, તમારી છાંય લીમડી જેવી;
ઠારે મારા તનને – મનને આંખ તમારી એવી!

અટાપટાળી અહીંની વાટે અટવાતો રહું જ્યારે,
ઝળહળ આંગળીએ મા, ચીંધો પથ સાચો અંધારે.

અંદર મારે તરસ ઊપડે, ત્યારે અમરત વરસી;
હરિયાળી એવી લહેરાવો, રહું હરિ ત્યાં દરશી!

દર્શનદિન,
૨૪-૪-૨૦૦૨

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૯૮)