કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૧. એકતારો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. એકતારો|}} <poem> ભાઈ, મારું નામ જ છે એકતારો રે, ભાઈ, હું તો સો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
ભાઈ, હું તો સોહમ્માં રમનારો રેઃ | ભાઈ, હું તો સોહમ્માં રમનારો રેઃ | ||
ભાઈ, મારું નામ જ છે એકતારો રે. | ભાઈ, મારું નામ જ છે એકતારો રે. | ||
ભજનિક મને ભજે છે ને હું | ભજનિક મને ભજે છે ને હું | ||
ભજનિકને ભજનારો રે, | ભજનિકને ભજનારો રે, | ||
Line 15: | Line 16: | ||
ધરમીનો ધબકારો રેઃ | ધરમીનો ધબકારો રેઃ | ||
ભાઈ, મારું નામ જ છે એકતારો રે. | ભાઈ, મારું નામ જ છે એકતારો રે. | ||
એક હાથે કરતાલ, બીજામાં | એક હાથે કરતાલ, બીજામાં | ||
લીધો છે એકતારો રે, | લીધો છે એકતારો રે, | ||
Line 21: | Line 23: | ||
ગાયો રાગ કેદારો રેઃ | ગાયો રાગ કેદારો રેઃ | ||
ભાઈ, મારું નામ જ છે એકતારો રે. | ભાઈ, મારું નામ જ છે એકતારો રે. | ||
કોઈ ભગત કે કોઈ ભિખારી | કોઈ ભગત કે કોઈ ભિખારી | ||
શોધીને સથવારો રે | શોધીને સથવારો રે |
Latest revision as of 09:48, 19 July 2022
૨૧. એકતારો
ભાઈ, મારું નામ જ છે એકતારો રે,
ભાઈ, હું તો સોહમ્માં રમનારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
ભજનિક મને ભજે છે ને હું
ભજનિકને ભજનારો રે,
ભાઈ, હું તો ભજનિકને ભજનારો રે;
મારા તાર ઉપર નાચે છે
ધરમીનો ધબકારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
એક હાથે કરતાલ, બીજામાં
લીધો છે એકતારો રે,
ભાઈ મારા, લીધો છે એકતારો રે;
નરસૈયાંએ ભીડને ટાણે
ગાયો રાગ કેદારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
કોઈ ભગત કે કોઈ ભિખારી
શોધીને સથવારો રે
ભાઈ, મારો શોધીને સથવારો રે
એક જાગે છે, એક જીવે છે,
એમ વીતે જન્મારો રેઃ
ભાઈ, મારું નામ જ છે એકતારો રે.
(દીપ્તિ, પૃ. ૩૩)