અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/અનંતદર્શન: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અનંતદર્શન|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી! | આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી! | ||
Line 12: | Line 14: | ||
{{space}}{{space}}જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર, | {{space}}{{space}}જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર, | ||
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી! | દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી! | ||
{{space}}{{space}}ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર : આવો આવો. | {{space}}{{space}}ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર : આવો આવો.<br> | ||
{{Right|(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૧૧૨)}} | {{Right|(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૧૧૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = શતદલ પદ્મમાં પોઢેલો | |||
|next = વિરાટનો હિન્ડોળો | |||
}} |
Latest revision as of 12:06, 19 October 2021
ન્હાનાલાલ દ. કવિ
આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી!
ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ પાથર્યા જગતના પગથાર,
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી!
આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર. આવો આવો.
આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજ તેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી!
દીઠા મેં ત્યાં રૂમઝૂમતા દીનદયાળ : આવો આવો.
અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર,
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી!
ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર : આવો આવો.
(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૧૧૨)