અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`લલિત'/મઢૂલી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મઢૂલી| લલિત}} | |||
<poem> | <poem> | ||
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! | મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! | ||
Line 13: | Line 15: | ||
{{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br> | {{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br> | ||
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! | મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! | ||
{{space}}{{space}}અનેરી અમારી એ લગીર! | {{space}}{{space}}અનેરી અમારી એ લગીર!<br> | ||
{{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}} | {{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ પ્રેમ પરભ્રહ્મ | પરમ પ્રેમ પરભ્રહ્મ]] | પરમ પ્રેમ પરભ્રહ્મ]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/અવરોહણ | અવરોહણ]] | રખે હૃદય ! ત્યાં જશો ! પથ જુદો ધરો કાં તમે ?]] | |||
}} |
Latest revision as of 12:15, 19 October 2021
મઢૂલી
લલિત
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર! — મઢૂલી.
વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં,
લઈ જાવ લ્હાણ એ લગીર, સંતો વ્હાલા!
મનની કૈં મોજમજાઓ, રસિયા ઉરનાે કૈં લ્હાવો,
લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!
સામે સંસારી વિલસે, વચ્ચે જીવનસરિતા વ્હે,
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!
ઊડવાય સફર સહિયારી, સુખદુ :ખની કંથા ધારી,
આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!
લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની,
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર!
(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)