રાજા-રાણી/પાંચમો પ્રવેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 43: | Line 43: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
| | |'''નારાયણી''' : | ||
|એમ કે? બહુ સારું. ઝાળ થતી હશે તો હવે મૂંગાં મરી રહેશું. હવે એક અક્ષરેય ન બોલવો! પહેલેથી જ કહી દેવું હતું ને! હું શું જાણું કે ઝાળ થતી હશે? જાણતી હોત તો કોણ તમને... | |એમ કે? બહુ સારું. ઝાળ થતી હશે તો હવે મૂંગાં મરી રહેશું. હવે એક અક્ષરેય ન બોલવો! પહેલેથી જ કહી દેવું હતું ને! હું શું જાણું કે ઝાળ થતી હશે? જાણતી હોત તો કોણ તમને... | ||
}} | }} | ||
Line 143: | Line 143: | ||
}} | }} | ||
{{Right|[જાય છે.]}} | {{Right|[જાય છે.]}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચોથો પ્રવેશ | |||
|next = છઠ્ઠો પ્રવેશ | |||
}} |
Latest revision as of 12:25, 25 July 2022
પાંચમો પ્રવેશ
પહેલો અંક
સ્થળ : દેવદત્તનું ઘર.
[ગોરાણી નારાયણી ઘરકામમાં પડેલી છે. દેવદત્ત પ્રવેશ કરે છે.]
દેવદત્ત : | કાં પ્રિયે, ઘરમાં કાંઈ છે કે નહીં? |
નારાયણી : | હા, હવે બાકી એક મારું ખોળિયું રહ્યું છે. એ પણ ન રહે તો આફત ટળે! |
દેવદત્ત : | વળી પાછું શું થયું? |
નારાયણી : | તમારે તો જાણે રસ્તામાંથી ગોતી ગોતીને રાજમાં જેટલા ભિખારી છે એ બધાને આંહીં ઉપાડી લાવવા; અને આંહીં ઘરમાં એક ઠીકરું યે નથી રહ્યું. ઢસરડા કરી કરીને મારું શરીર પણ તૂટી ગયું. |
દેવદત્ત : | શું હું નકામો આણું છું આ બધાને? તમને ખબર નથી, ગોરાણી, પણ હાથમાં કામકાજ હોય તો તમને પણ ઠીક રહે અને પરિણામે મને પણ ઠીક રહે. બીજું ભલે ન બને, પણ તમારી આ જીભ તો છાની રહેને? |
નારાયણી : | એમ! તો લ્યો આ અમે મૂંગાં મર્યાં. અમારી વાત તમારાથી ખમાતી નથી એ કોને ખબર હતી? તે તમને કોણ પાણો મૂકે છે કે અમારી વાત સાંભળો? |
દેવદત્ત : | તમે જ કહો છો; બીજું તે કોણ? હું એક વાત ન સાંભળું તો એક સાથે દસ સંભળાવો છો. |
નારાયણી : | એમ કે? એક સાથે દસ સંભળાવું છું, કાં? સારું. આ મૂંગાં મર્યાં. મૂંગી મરું તો જ તમારાથી જીવાશે. માડી, હવે કાંઈ એ દિવસ રહ્યા છે? એ દિવસો તો ગયા. હવે નવીન મોંની નવી નવી વાતો સાંભળવા મન તલપતું હશે! અમારી વાતો તો હવે જૂની થઈ ગઈ, ખરુંને? |
દેવદત્ત : | ઓ મારા બાપ! હવે વળી નવા મોઢાની નવી વાતો? સાંભળતાં જ પેટમાં ઝાળ થાય છે. પણ હવે તો આ જૂની વાતો સાંભળવાનો અભ્યાસ થતો આવે છે. ફિકર નથી. |
નારાયણી : | એમ કે? બહુ સારું. ઝાળ થતી હશે તો હવે મૂંગાં મરી રહેશું. હવે એક અક્ષરેય ન બોલવો! પહેલેથી જ કહી દેવું હતું ને! હું શું જાણું કે ઝાળ થતી હશે? જાણતી હોત તો કોણ તમને... |
દેવદત્ત : | અગાઉ મેં નહોતું કહ્યું? કેટલી કેટલી વાર કહ્યું છે? પણ એ તો પથ્થર પર પાણી. |
નારાયણી : | એમ કે? તો બહુ સારું. આજથી મૂંગા મરશું. બળ્યું! તમનેય સુખ, અને મનેય સુખ. હું શું વિના કારણે બક્યા કરું છું? તમારા આ ચાળા જોઈને... |
દેવદત્ત : | આનું નામ જ મૂંગા મરવું કહેવાય કે? |
નારાયણી : | બહુ સારું. [મોં ફેરવે છે.] |
દેવદત્ત : | પ્રિયે! પ્રેયસી! મધુરભાષિણી! કોકિલગંજીની! |
નારાયણી : | લ્યો, હવે બસ કરો. જરા શરમાઓ. |
દેવદત્ત : | રોષ કરો ના, પ્રિયે, કોકિલના જેવો રંગ મેં નથી કહ્યો; પણ કોકિલ સમો મીઠો કંઠ કહ્યો છે હો! |
નારાયણી : | જાઓ જાઓ, હવે બકો મા. પણ હું સાફ સંભળાવી દઉં છું કે હવે જો ભિખારા ઉપાડી આવશો, તો મારી મારીને કાઢી મૂકીશ, કાં હું પોતે જ બાવણ બનીને વનમાં ચાલી નીકળીશ. |
દેવદત્ત : | તો હુંય તમારી પાછળ આવીશ, અને આ ભિખારી બધાં પણ આવવાનાં. |
નારાયણી : | ખરું છે. શાસ્ત્રમાં ખોટું કહ્યું છે કે ઘરની ઊઠી વનમાં ગઈ, તો ત્યાંય લાગી આગ! મારા ભાગ્યમાં જ શાંતિ નથી. |
[નારાયણી જાય છે, ત્રિવેદી માળા ફેરવતા ફેરવતા આવે છે.]
ત્રિવેદી : | શિવ! શિવ! શિવ! તું રાજ-પુરોહિત થયો, એમ કે? |
દેવદત્ત : | થયો છું તો ખરો! પણ એમાં રોષ શીદને કરો છો, ત્રવાડીજી? એમાં મેં કાંઈ દોષ નથી કર્યો, નથી માળા જપી, કે નથી ભગવાનનું નામ લીધું, એ તો રાજાની મરજી થઈ! |
ત્રિવેદી : | હરિ! હરિ! પિપિલિકાનો પક્ષચ્છેદ થયો! |
દેવદત્ત : | મારા ઉપરનો ગુસ્સો બિચારા શબ્દ-શાસ્ત્ર ઉપર કાં ઉતારો? ‘પક્ષચ્છેદ’ ન કહેવાય, પક્ષોદ્ભેદ. |
ત્રિવેદી : | છેદ અને ભેદ, બધું એકનું એક. કથામાં પણ છેદ ભેદ કહેવાય છેને! હે ભવેશ્વર! ગમે તેમ હોય, બાકી તારે તો જેટલો મોટો થવાનું હતું તેટલો તું થઈ ચૂક્યો — |
દેવદત્ત : | ના, ત્રવાડીજી! પૂછો ગોરાણીને, હજી એમ કાંઈ મારી જુવાની નથી ચાલી ગઈ! |
ત્રિવેદી : | હું પણ એ જ કહું છું. જુવાનીના મદમાં ને મદમાં જ તું આટલો ચડી ગયો છે; અને હવે તું મરવાનો છે. હે...એ હરિ! હે...એ દીનબંધુ પ્રભો! |
દેવદત્ત : | બ્રહ્મવાક્ય મિથ્યા થાય જ નહીં, એટલે હું સાચે જ મરવાનો. પરંતુ તે માટે આપને કાંઈ ખાસ તસ્દી નહીં લેવી પડે. ત્રવાડીજી, જમરાજા પોતે જ એ બધું કરવાના. બાકી તો આપના કરતાં મારી સાથે એમને કાંઈ વિશેષ સગપણ નથી — તમામ પ્રત્યે એમની તો એકસરખી જ દૃષ્ટિ છે. |
ત્રિવેદી : | પણ તારા દહાડા હવે ખવાઈ રહ્યા છે, દેવદત્ત! હે...એ દયાળુ પ્રભુ! |
દેવદત્ત : | તે તો હવે શી રીતે જાણવું? બાકી આજકાલ તો અનેક માણસો મરે છે — કોઈ ગળે ફાંસો ખાઈને, તો કોઈ ગળે ગાગર બાંધીને; કોઈ વળી સર્પદંશથીયે મરે છે; પણ બ્રહ્મશાપથી કોઈ મર્યો સાંભળ્યો નથી. હા, બ્રાહ્મણનો ડંડો ખાઈને કોઈ કોઈ મર્યા હશે, પણ બ્રાહ્મણને બોલ્યેથી તો કોઈ ન મરે. એટલે પછી, મારાથી જો વેળાસર ન મરી શકાય, તો આપ રોષ ન કરતા, મહાશય; એમાં મારો વાંક નથી, કાળનો વાંક છે. |
ત્રિવેદી : | અહા, પ્રણિપાત! શિવ, શિવ, શિવ! |
દેવદત્ત : | બીજું કાંઈ પ્રયોજન હોય તો ફરમાવો. |
ત્રિવેદી : | ના, ના, આ તો તને માત્ર આટલા સમાચાર દેવા જ આવેલો. હે...એ દયાળુ! હાં, હાં, તારા વાડામાં એક-બે પતકાળાં પાક્યાં હોય તો લાવને! મારે જરા જરૂર છે. |
દેવદત્ત : | ત્યારે એમ જ વદોને! લ્યો, લાવી આપું. |
[જાય છે.]