અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વિપ્રયોગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વિપ્રયોગ| 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}}
<poem>
<poem>
‘આકાશે એની એ તારા :
‘આકાશે એની એ તારા :
Line 19: Line 21:
{{Right|(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)}}
{{Right|(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઉદગાર
|next = વત્સલનાં નયનો
}}

Latest revision as of 10:41, 19 October 2021

વિપ્રયોગ

'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

‘આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા–
         ક્યાં છે એની એ?

‘શું એ હાવાં નહિ જોવાની?
આંખલડી શું નહિ લ્હોવાની?
ત્યાંએ ત્યારે શું રોવાની? –
         દારા એની એ?’


‘છે, જ્યાં છે સ્વામીની તારા!
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
         ત્યાં છે એની એ!

‘છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખલડી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
         દારા એની એ!’

(પૂર્વાલાપ, પૃ. ૧૦૧-૧૦૨)