ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(21 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખઈદાસ-અખૈયો | અખઈદાસ/અખૈયો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખઈદાસ-અખૈયો | અખઈદાસ/અખૈયો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખયચંદ્ર | અખયચંદ્ર ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખયચંદ્ર | અખયચંદ્ર ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખંડાનંદ/અખંડ(મુનિ) | અખંડાનંદ/અખંડ(મુનિ) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખંડાનંદ-અખંડ_મુનિ | અખંડાનંદ/અખંડ(મુનિ) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખા(ભગત)/અખાજી/અખો | અખા(ભગત)/અખાજી/અખો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખા_ભગત-અખાજી-અખો | અખા(ભગત)/અખાજી/અખો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખાના છપ્પા | અખાના છપ્પા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખાના છપ્પા | અખાના છપ્પા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અખે-ગીતા’ | ‘અખે-ગીતા’ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અખે-ગીતા’ | ‘અખે-ગીતા’ ]]
Line 24: Line 24:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતપ્રભ | અજિતપ્રભ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતપ્રભ | અજિતપ્રભ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતસાગર | અજિતસાગર ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતસાગર | અજિતસાગર ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અડવા વાણિયાનો વેશ’ | ‘અડવા વાણિયાનો વેશ’ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અત્તરશાહ | અત્તરશાહ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અદેસંગ | અદેસંગ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અદ્ભુતાનંદ | અદ્ભુતાનંદ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતકીર્તિ | અનંતકીર્તિ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતસાગર | અનંતસાગર ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતસુત| અનંતસુત ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતહંસ | અનંતહંસ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનંતહંસશિષ્ય | અનંતહંસશિષ્ય ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અનુભવબિંદુ’ | ‘અનુભવબિંદુ’ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનુભવાનંદ | અનુભવાનંદ ]]
{{Poem2Open}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપચંદ | અનોપચંદ ]]
'''અક્કલદાસ''' [સં.૧૮મી સદી] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. ભીમસાહેબના શિષ્ય. હરિજન મેઘવાળ જ્ઞાતિના ગેડિયા બ્રાહ્મણ. ગુરુના આદેશથી થાન (જિ. સુરેન્દ્રનગર)માં સદાવ્રત ચલાવી ગરીબોની સેવા કરી હતી. સરળ ભાષામાં જ્ઞાનબોધ આપતાં ને ગુરુમહિમા કરતા ત્રણથી ૭ કડીનાં ૩ ભજનો(મુ.)ને ૧ સાખી(મુ.) તેમની પાસેથી મળ્યાં છે.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપચંદશિષ્ય | અનોપચંદશિષ્ય ]]
કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપમચંદ | અનોપમચંદ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપસિંહ | અનોપસિંહ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
'''અખઈદાસ/અખૈયો''' [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિઆનંદ(મુનિ)-૧ક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૪. ભજનસાગર : ૧; ૫. સંતવાણી.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[નિ.વો.]}}

'''અખયચંદ્ર''' [ઈ.૧૭૦૧માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં વિનયચંદ્રના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૦૧)ના કર્તા.
૧૧ કડીના ‘આત્મનિન્દાગર્ભિત પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’ (મુ.) અને ૭ કડીના ‘શાન્તિનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત અખયચંદ્ર હોવાની શક્યતા છે.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''અખંડાનંદ/અખંડ(મુનિ)''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ભક્તિવિષયક કેટલાંક પદો(૩ મુ.)ના કર્તા. સંસ્કૃત ભાષામાં‘પુરુષોત્તમકવચ’અને ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ જેવી કૃતિઓ પણ તેમની પાસેથી મળી છે.
કૃતિ : કીર્તનમુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[હ.ત્રિ.]}}

'''અખા(ભગત)/અખાજી/અખો''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે.
‘ગુરુશિષ્ય-સંવાદ’ની ઈ.૧૬૪૫માં અને ‘અખે-ગીતા’ની ઈ.૧૬૪૯માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાની શકાય.
જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂક્યો તેમ જ ટંકશાળમાં એમના પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા.
અખા વિશેની આ જનશ્રુતિઓ માટે કોઈ પ્રમાણભૂત આધારો નથી. ૨૫૦-૩૦૦ વર્ષે અખાની પાંચમી પેઢી જ હયાત હોય એ ઉમાશંકર જોશીને બંધબેસતું લાગતું નથી. સોનીના વ્યવસાય કે ટંકશાળને લગતા શબ્દો અખાની કૃતિઓમાં આવે છે ખરા, પણ બીજા ઘણા વ્યવસાયોને લગતા શબ્દો પણ અખા પાસેથી મળતા હોવાથી એમનો વ્યવસાય નક્કી કરવામાં આ પ્રમાણ કેટલું ઉપયોગી ગણાય એ વિશે અભ્યાસીઓને શંકા છે.
ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ કવિ પોતે એક છપ્પામાં કરતા હોવાથી એ કેટલોક સમય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હોવાનું જણાય છે. પરંતુ એનાથી એમને ઝાઝો સંતોષ થયો લાગતો નથી (“વિચાર નગુરાનો નગુરો રહ્યો” - છપ્પા, ૧૬૮). આ પછી કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની તત્ત્વજિજ્ઞાસા સંતોષી એવી જનશ્રુતિ છે. અખાની કૃતિઓમાં પણ અવારનવાર ‘બ્રહ્માનંદ’ નામ મળે છે, પણ એ ગુરુનું નામ છે કે ‘બ્રહ્મનો આનંદ’ એવા અર્થનો પ્રયોગ છે એ વિશે મતભેદ પ્રવર્તે છે.
જંબુસર પાસેના ક્હાનવા બંગલાના ભગવાનજી મહારાજ અખાની શિષ્યપરંપરામાં સાતમા હોવાનું બતાવતું અક્ષયવૃક્ષ મળે છે પણ ૩૦૦ જેટલાં વર્ષોમાં માત્ર ૭ ગાદીધરો થયા હોય એ વાત પણ શંકાતીત ગણાતી નથી.
અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ ‘ગુરુશિષ્ય-સંવાદ’ના સંમતિના સંસ્કૃત શ્લોક એની સંસ્કૃતની જાણકારી અને ‘અખે-ગીતા’ના ત્રીજા કડવામાં નિર્દિષ્ટ અધ્યાત્મબોધની એતદ્દેશીય પરંપરા એમની એ વિષયની સજ્જતા બતાવે છે. અખાના ગ્રંથોમાંના નિર્દેશોના આધારે ન. દે. મહેતા અખાએ શ્રવણ દ્વારા સારી રીતે સમજેલા યોગવાસિષ્ઠાદિ ૧૦ ગ્રંથોની યાદી આપે છે. પુરાણો, જ્યોતિષ, ખગોળ, શિલ્પ, સંગીત, ખેતી, ઔષધિ વગેરે વિષયો, વિવિધ વ્યવસાયો, ખનિજો, વનસ્પતિઓ, પશુપંખીઓ લોકસમયો અને કવિસમયો - આ બધાંને દૃષ્ટાંતાદિક રૂપે પ્રચુરપણે ઉપયોગમાં લેતા આ કવિ ઐહિક જગત પરત્વે પણ બહુશ્રુત અને અસાધારણ અનુભવમૂડી ધરાવતા પ્રતીત થાય છે.
ગુજરાતી ઉપરાંત હિંદીમાં સાહિત્યસર્જન, ‘ઝૂલણા’માં પંજાબીમિશ્રિત ફારસીપ્રધાન હિંદીનો વિનિયોગ તથા અન્ય કવિતામાં મારવાડી, કચ્છી વગેરે અનેક ભાષા-બોલીઓના જોવા મળતા શબ્દો અખાના વિવિધ પ્રદેશોના સીધા સંપર્કના અથવા તો એમની બહુશ્રુતતાના એક વિશેષ પ્રમાણરૂપ હોઈ શકે. અખાએ ખેડેલા સાખી જેવા કાવ્યપ્રકારો કબીર, દાદુ જેવા અખિલ ભારતીય કક્ષાના કવિઓની અસર દર્શાવે છે, તો સામે પક્ષે સિંધી લિપિમાં મળતી અખાની કૃતિઓ તથા સિંધના હંસદેવ આશ્રમ તરફથી પ્રકાશિત ગ્રંથોમાં સમાવેશ પામતાં એમનાં પદો બતાવે છે કે અખાનો ગુજરાત બહાર ભારતીય સંતપરંપરામાં સ્વીકાર થયેલો છે.
ગુજરાતીમાં ઈ.૧૭મી સદીમાં બળવત્તર બનેલી જ્ઞાનમાર્ગી કવિતાધારાના અખા-ભગત સૌથી મોટા પ્રતિનિધિ છે. એકંદરે એ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને અનુસરતું તત્ત્વનિરૂપણ કરે છે, પણ એમાં ચુસ્તપણે બંધાયેલા રહેતા નથી. ગોપાલ, બુટિયા અને નરહરિની જેમ એ શંકરાચાર્યના વિવર્તવાદને સ્થાને ગૌડપાદાચાર્યના અજાતવાદને સ્વીકારે છે, એમનો બ્રહ્મવાદ સર્વાત્મવાદને તથા નિર્ગુણવાદ સગુણવાદને સમાસ આપે છે અને જ્ઞાનને એ આત્મસિદ્ધિનું શિરમોર સાધન માનતા હોવા છતાં ભક્તિ, વૈરાગ્ય અને યોગને આત્મસાધનામાં ઉચિત સ્થાન આપે છે. અંતે જતાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને એક રૂપે પણ ઘટાવે છે. શંકરાચાર્યની જેમ એ વિરક્તને માટે સંન્યાસમાર્ગનો આગ્રહ રાખતા નથી.
અખાની સર્વ કૃતિઓને તપાસતાં તેમનો તત્ત્વવિચાર કોઈ વીગતોમાં બદલાયેલો કે વિકસિત રૂપ પામેલો દેખાય છે. જેમ કે, ‘પંચીકરણ’ અને ‘ગુરુશિષ્ય-સંવાદ’માં સૃષ્ટિદૃષ્ટિવાદનો સ્વીકાર છે એટલે કે પરમેશ્વરની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જગત વ્યાવહારિક સત્તા ધરાવે છે અને જીવ એને ભિન્ન દૃષ્ટિથી જુએ છે તેથી દ્વૈત ઉત્પન્ન થાય છે એવો મત રજૂ થયો છે. ‘ચિત્તવિચાર-સંવાદ’માં દૃષ્ટિસૃષ્ટિવાદનો એટલે કે આપણા અનુભવમાં આવતું જગત આપણા ચિત્તે નામરૂપની મિથ્યા વાસનાથી ઊભું કરેલું છે એવા મતનો સ્વીકાર છે.
અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનું પારિભાષિક નિરૂપણ કર્યું છે અને બૌદ્ધોના શૂન્યવાદ ને વેદાંતના બ્રહ્મવાદ વચ્ચેનો ભેદ દર્શાવવા જેવું (‘અખે-ગીતા’, કડવાં ૨૫-૨૬-૨૭) ઝીણું કામ પણ કર્યું છે, છતાં શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતને એ અધ્યાત્મસાધનામાં સર્વોપરી મહત્ત્વ આપતા નથી. ષડ્દર્શનોના મતાગ્રહોની તો એ હાંસી ઉડાવે છે. તત્ત્વજ્ઞાન અખાની દૃષ્ટિએ જીવનનું પરમ લક્ષ્ય છે, પણ એ તત્ત્વજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મત નહીં, પણ જગતના મૂળ તત્ત્વનો - પરમાત્મતત્ત્વનો અંતરમાં થતો અનુભવ, આતમસૂઝ. એટલે જ એ શબરી, કરમાબાઈ જેવાં નિરક્ષર જ્ઞાની ભક્તોનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે.
અખાએ, ખાસ કરીને છપ્પામાં, તત્કાલીન ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાંજ્યાં દંભ

Latest revision as of 11:20, 1 August 2022