અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પંખી ના જાણે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પંખી ના જાણે|બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
{{Center|''અંજની ગીત''}} | {{Center|'''અંજની ગીત'''}} | ||
પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ, | પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ, | ||
ભભક કેટલી પર પરની નિજ, | ભભક કેટલી પર પરની નિજ, |
Latest revision as of 10:07, 9 July 2021
પંખી ના જાણે
બળવંતરાય ક. ઠાકોર
અંજની ગીત
પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ,
ભભક કેટલી પર પરની નિજ,
સુર સુલપલટા શા કંઠે નિજ — પંખી ના જાણે. ૧
ઉડન કુજન દિક્કાલ કયામાં,
શા થકિ બઢત વિલાય કશામાં,
રસે ચગે વા કથળત શામાં — પંખી ના જાણે. ૨
ઉડન કુજન નિજ જીવન વ્હેતૂં,
લોલવિલોલ લ્હેરિયાં લેતૂં,
અવર દુઃખસુખ જગ શુ ં હૈતૂં — પંખી ના જાણે. ૩
ઉડન કુજનથી કશૂં સધાતૂં
શૂં એ કો સચિતે પમાતૂં?
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪
ઈ. ૧૯૪૨