અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/જનની: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
HardikSoni (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જનની|દામોદર ખુ. બોટાદકર}}
<poem>
<poem>
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
Line 28: Line 30:
{{Right|(રાસતરંગિણી, પૃ. ૩૩-૩૪)}}
{{Right|(રાસતરંગિણી, પૃ. ૩૩-૩૪)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/14/Jananee.mp3
}}
દામોદર ખુ. બોટાદકર • જનની • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: ફાલ્ગુની શેઠ
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/આણાં | આણાં]]  | આવી આવી વગડા વીંધી વેલ્ય જો, ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/શિકારીને | શિકારીને]]  | રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;]]
}}

Latest revision as of 11:24, 19 October 2021

જનની

દામોદર ખુ. બોટાદકર

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની.

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે. જનનીની.

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ્ય રે. જનનીની.

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની.

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની.

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની.

ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે. જનનીની.

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની.

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની.

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

(રાસતરંગિણી, પૃ. ૩૩-૩૪)



દામોદર ખુ. બોટાદકર • જનની • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: ફાલ્ગુની શેઠ