ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલહર્ષ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલહર્ષ-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કમલહર્ષ-૧ | ||
|next = | |next = ‘કયવન્ના શાહનો રાસ’ | ||
}} | }} |
Latest revision as of 08:46, 2 August 2022
કમલહર્ષ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. એમનો ૪ ઢાળ અને ૬૯ કડીનો ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ’ (ર. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિનરત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭), ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં ૧૭૨૫, આસો સુદ ૬) ‘પાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ/અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭./સં. ૧૭૩૩, ભાદરવા સુદ ૭), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, માગશર-) તથા ‘આદિનાથ-ચોપાઈ/આદિનાથ-ચોઢાળિયું’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨). [ચ.શે.]