ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્પૂરશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કર્પૂરશેખર'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘કર્પૂરમંજરી’ | ||
|next = | |next = કર્મ | ||
}} | }} |
Latest revision as of 08:53, 2 August 2022
કર્પૂરશેખર [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરની પરંપરામાં વાચક રત્નશેખરના શિષ્ય. તેમણે રત્નશેખરે ઈ.૧૭૦૫માં રચેલ હિંદી કૃતિ ‘રત્નપરીક્ષા’ની પ્રથમ આદર્શ પ્રત લખી હતી. એમની રચેલી ૨૫ કડીની ‘નેમરાજુલ-બારમાસા’ (મુ.) તથા ૩૪ કડીની ’ગોડીપાર્શ્વનાથ-છંદ’ એ ૨ કૃતિઓ મળે છે. ‘નેમરાજુલ-બારમાસા’માં રાજુલની વિરહવેદનાનું ભાવપૂર્ણ આલેખન થયું છે. કૃતિ અસાડથી આરંભાય છે અને જેઠમાં નેમિનાથ સાથેના મિલન સાથે પૂરી થાય છે. દરેક કડીમાં પહેલી ૨ પંક્તિને તેમ જ પછીનાં ૪ ચરણને અંતે એક જ પ્રાસ રચ્યો છે તે પ્રાસવૈચિત્ર્ય ધ્યાન ખેંચે છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. મુપુગૂહસૂચી.[પા.માં.]