અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જ્યોત્સ્ના શુક્લ/અન્ધારાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન! ના’વ્યો પ્રકાશ પગથાર : {{space}}...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અન્ધારાં |જ્યોત્સ્ના શુક્લ}}
<poem>
<poem>
આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન!
આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન!
Line 22: Line 25:
{{Right|(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)}}
{{Right|(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/માતા, તારો બેટડો આવે!| માતા, તારો બેટડો આવે!]]  | માતા! તારો બેટડો આવે:]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/ઓ ન્યૂયૉર્ક! | ઓ ન્યૂયૉર્ક!]]  | ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!]]
}}

Latest revision as of 08:48, 20 October 2021


અન્ધારાં

જ્યોત્સ્ના શુક્લ

આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન!
ના’વ્યો પ્રકાશ પગથાર :
         જગે એકલી, રે બ્હેન!
         શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!

શોધ્યો વસન્ત લીલી કુંજમાં, રે બ્હેન!
ખીલી કળીઓ કરમાય :
         દિલ દાઝતાં, રે બ્હેન!
         શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!

શોધ્યો મેં માનવીનાં યૂથમાં, રે બ્હેન!
મેલા કુટિલ એ વ્યવહાર :
         ઝેર વરસતાં રે બ્હેન!
         શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!

શોધ્યો કથા પુરાણ-મન્દિરે રે બ્હેન!
દીઠાં ત્યાં દંભ, અનાચાર :
         જીવન શોષતાં રે બ્હેન!
         શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!

શોધું હું કલ્પનાની સ્હાયથી, રે બ્હેન!
ઊડું ઊડું ને પડું છેક :
         વને એકલી, રે બ્હેન!
         શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!

(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)