અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/આત્મવિહંગને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી વૃથા વ્યથિત થા અહીં તિમિરનાં અરણ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આત્મવિહંગને|પૂજાલાલ}}
<poem>
<poem>
વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી
વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી
Line 16: Line 19:
{{Right|(પારિજાત, પૃ. ૧૫)}}
{{Right|(પારિજાત, પૃ. ૧૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/વિસર્જન | વિસર્જન]]  | પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/મરજીવિયા | મરજીવિયા]]  | સમુદ્ર ભણી ઊપડયા કમરને કસી રંગથી]]
}}

Latest revision as of 08:51, 20 October 2021


આત્મવિહંગને

પૂજાલાલ

વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી
વૃથા વ્યથિત થા અહીં તિમિરનાં અરણ્યો મહીં;
ઉઘાડ તવ પાંખ શુભ્ર નભનીલિમાને વરી;
ભરી પ્રબળ ફાળ ઊડ સુરનંદનોની જહીં
વસંત વિલસી રહી સ્થિર સુહાગ સૌન્દર્યનો
સજી, પરમ પ્રેમકોકિલ તણા ટુહૂકારને
રવે હૃદય રીઝવી, અનનુભૂત આનંદનો
રચી રસિક રાસ પૂર્ણ બહલાવતી પ્રાણને.

વિહાર તુજને વિહંગવર! વ્યોમ કેરા સ્મરે;
ન વાર કર, ઊડ, ઊડ; ઋતરંગને ચુંબને
સુરંગિત બનાવ ચંચુ; દ્યુતિલોકને ઊમરે
બની અતિથિ માણ મંગલ મહોત્સવો મુન્મને.

ધ્વને અપરિમેયનાં અરવ ગૂઢ આમંત્રણો :
વિહંગ! ભર ફાળ, લે ઝટ અતાગમાં ઊડણો.

(પારિજાત, પૃ. ૧૫)