અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/પાંજે વતનજી ગાલ્યું: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પાંજે વતનજી ગાલ્યું, {{space}}{{space}}અનેરી પાંજે વતનજી ગાલ્યું. દુંદાળા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પાંજે વતનજી ગાલ્યું|સુંદરજી બેટાઈ}} | |||
<poem> | <poem> | ||
પાંજે વતનજી ગાલ્યું, | પાંજે વતનજી ગાલ્યું, | ||
Line 34: | Line 37: | ||
{{Right|(તુલસીદલ, ૭૧-૭૨)}} | {{Right|(તુલસીદલ, ૭૧-૭૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = પંખાળા ઘોડા | |||
|next = બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી) | |||
}} |
Latest revision as of 10:30, 20 October 2021
સુંદરજી બેટાઈ
પાંજે વતનજી ગાલ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું.
દુંદાળા દાદાજી જેવા એ ડુંગરા,
ઉજ્જડ છો દેખાવે ભૂંડા ને ભૂખરા :
બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું. અનેરી.
પાદરની દેરી પે ઝૂકેલા ઝુંડમાં,
ભર્યે તળાવ, પેલા કૂવા ને કુંડમાં :
છોટપણું છંદમાં ઉછાળ્યું. અનેરી.
પેલી નિશાળ જેમાં ખાધી’તી સોટીયું
પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટીયું :
કેમે ભુલાય કાનઝાલ્યું? અનેરી.
બુઢ્ઢાં મીઠીમા, એની મીઠેરી બોરડી;
ચોકી ખડી — એની થડ માંહે ઓરડી!
દીધાં શાં ખાવાં? અમે ઝંઝેરી બોરડી :
બોર ભેળી ખાધી’તી ગાળ્યું. અનેરી.
બાવા બજરંગીની ઘંટા ગજાવતી,
ગોમી ગોરાણીની જીભને ચગાવતી,
ગોવા નાવીની છટાને છકાવતી,
રંગીલી, રંજીલી ગાલ્યું. અનેરી.
વ્હાલભર્યાં વેલાંમા, ચંચી એ ચીકણી,
તંતીલી અંબા ને ગંગુ એ બીકણી,
શ્યામુ કાકાની એ ધમકીલી છીંકણી
જેવું બધુંય ગયું હાલ્યું. અનેરી.
છોટી નિશાળેથી મોટીમા ચાલ્યાં,
પ…ટ પ…ટ અંગરેજી બોલ બે’ક ઝાલ્યા,
ભાઈ ભાઈ ક્હેવાતાં અકડાતા હાલ્યા :
મોટપણું મ્હોરન્તું મ્હાલ્યું. અનેરી.
(તુલસીદલ, ૭૧-૭૨)