અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/તૂટેલ મિનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|તૂટેલ મિનાર|‘સાબિર’ વટવા}}
<poem>
<poem>
ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું;
ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું;
Line 23: Line 26:
{{Right|(ધ્રૂજતી પ્યાલી, ૧૯૮૮, પૃ. ૨૬)}}
{{Right|(ધ્રૂજતી પ્યાલી, ૧૯૮૮, પૃ. ૨૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/વિલીનગત થાવ  | વિલીનગત થાવ ]]  | વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]]  | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના...]]
}}

Latest revision as of 10:39, 20 October 2021


તૂટેલ મિનાર

‘સાબિર’ વટવા

ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું;
એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું.

હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો;
માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઈ શક્યું.

દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ,
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.

ખંડેર દેખી આશાના કૈંક કાફલા રડ્યા;
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું.

હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ,
શું ઝાંઝવાથી, કાર્ય મનોહર ન થઈ શક્યું.

પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો!
‘મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’

‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું

(ધ્રૂજતી પ્યાલી, ૧૯૮૮, પૃ. ૨૬)