ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય ગણિ-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવિજય(ગણિ)-૨'''</span> [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જયવિજય-૧ | ||
|next = | |next = જયવિજય-૩ | ||
}} | }} |
Latest revision as of 06:50, 13 August 2022
જયવિજય(ગણિ)-૨ [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. એમનો દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળનો ‘કલ્યાણ-વિજયગણિનો રાસ’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૫; મુ.) હાલરડાને વણી લેતા માતૃવાત્સલ્યના આલેખન, વિસ્તૃત વિદ્યાપ્રશંસા, હિંદીમાં અકબરમિલનપ્રસંગનું નિરૂપણ, વણજારાના રૂપકથી ગુરુની કરેલી પ્રશસ્તિ વગેરે કેટલાક અંશોથી ધ્યાન ખેંચે છે. એ ઉપરાંત, આ કવિએ મથુરાના સંઘવી બિંબુએ કાઢેલા સંઘ વિશે, રસ્તામાં આવતા પ્રજાવર્ગ, વૃક્ષો, તીર્થો વગેરેના નોંધપાત્ર ચિત્રણો ધરાવતા ૯૧ કડીના ‘સમેતશિખરનો રાસ/પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૦૫/સં. ૧૬૬૧-“સસિરસસુરપતિવરછરઈ”, આતમ એકાદશી, બુધવાર; મુ.), હીરવિજયસૂરિ (અવ.ઈ.૧૫૯૬)નું સંક્ષિપ્ત ચરિત્રનિરૂપણ કરતી ૨૩ કડીની ‘હીરવિજયસૂરિપુણ્યખાનિ-સઝાય’(મુ.), ૧૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’(મુ.) તથા ‘વિજયસેનસૂરિ-લેખ’ (ર.ઈ.૧૬૦૦)એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. સમેતશિખર રાસ, પ્ર. ચીમનલાલ ડા. દલાલ, ઈ.૧૯૧૫ (+સં.); ૨. ઐસમાલા : ૧; ૨. જૈઐકાસંચય (+સં.).; ૩. જૈએરાસમાળા : ૧ (+સં.)}} સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨; મુપુગૂહસૂચી. ૩. હેજૈજ્ઞાસૂચિ :૧.