અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/એક સવારે: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી? વસંતની ફૂલમાળા પ્હેરી,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક સવારે|સુન્દરમ્}} | |||
<poem> | <poem> | ||
{{space}}એક સવારે આવી | {{space}}એક સવારે આવી | ||
| Line 17: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઘણ ઉઠાવ | |||
|next = ૧૩-૭ની લોકલ | |||
}} | |||
Latest revision as of 11:15, 20 October 2021
એક સવારે
સુન્દરમ્
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજને.
કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજને.
(વસુધા, ૧૯૬૪, પૃ. ૫)