ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનોદય સૂરિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનોદય(સૂરિ)-૧'''</span> [જ.ઈ.૧૩૧૯ - અવ. ઈ.૧૩૭૬/સં. ૧૪૩૨...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનેશ્વર_સૂરિ-૧
|next =  
|next = જિનોદય_સૂરિ-૨
}}
}}

Latest revision as of 12:43, 13 August 2022


જિનોદય(સૂરિ)-૧ [જ.ઈ.૧૩૧૯ - અવ. ઈ.૧૩૭૬/સં. ૧૪૩૨, ભાદરવા સુદ/વદ ૧૧] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિશિષ્ય. પાલણપુરના વતની. ગોત્ર માલ્હ. પિતા રુદ્રપાલ શાહ. માતા ધારલદેવી. મૂળ નામ સમર. ઈ.૧૩૨૬માં દીક્ષા. દીક્ષાનામ સોમપ્રભ. ઈ.૧૩૫૦માં વાચનાચાર્યની પદવી. અવસાન પાટણમાં. તેમણે ‘ત્રિવિક્રમ-રાસ’ (ર.ઈ.૧૩૫૯) રચેલ છે. સંદર્ભ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈગૂકવિઓ : ૧,૨.[ચ.શે.]