ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરામ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેરામ-૧'''</span> [ઈ.સ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ] : ચતુર્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જેરાજદાસ
|next =  
|next = જેરામ-૨
}}
}}

Latest revision as of 13:05, 13 August 2022


જેરામ-૧ [ઈ.સ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ] : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. અવટંકે જાની. મુંદ્રા (કચ્છ)ના વતની. કવિના પુત્ર વિસનજીએ ઈ.૧૭૨૮માં એમના ‘બભ્રુવાહન-આખ્યાન’ની હસ્તપ્રત લખી હતી, એ આધારે આ કવિનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. પૂર્વછાયા અને ચોપાઈની ૫૦૦ કડીનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૯૪?/સં.૧૭૫૦ - “પાંડવ પ્રાકર્મ હરી ગુણ ગાયે તે સાલ અક્ષર સત અણીયાં”) સુશ્લિષ્ટ પદબંધ અને મધુર ભાષા ધરાવતું વીરરસપૂર્ણ કાવ્ય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૧.[કૌ.બ્ર.]