અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’ /બીજું ગગન: Difference between revisions

(Created page with "<poem> વેદના-ભરપૂર ચિંતાતુર મન આપો મને, આપની આંખોનું ઘેરું સંવનન આપો મન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|બીજું ગગન|અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’}}
<poem>
<poem>
વેદના-ભરપૂર ચિંતાતુર મન આપો મને,
વેદના-ભરપૂર ચિંતાતુર મન આપો મને,
Line 42: Line 45:
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’  /પુરાણી યારી (કોઈની પાલવ કિનારી છે) | પુરાણી યારી (કોઈની પાલવ કિનારી છે)]]  | તમારા રૂપની નયનો મહીં ઘેરી ખુમારી છે]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’  /મિલનની ઝંખના  | મિલનની ઝંખના ]]  | અનાદિમય થકી પીધું હતું મેં આચમન તારું, ]]
}}

Latest revision as of 12:12, 20 October 2021


બીજું ગગન

અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

વેદના-ભરપૂર ચિંતાતુર મન આપો મને,
આપની આંખોનું ઘેરું સંવનન આપો મને;
જીભ પર વહેતું મહા કો સંસ્તવન આપો મને,
આપના સૌંદર્યનું હરપળ મનન આપો મને;
આપના આગારમાં કાયમ વતન આપો મને.

ઝેર આખા વિશ્વનું હું ગટગટાવું એકલો,
આંખથી સૌની વતી અશ્રુ વહાવું એકલો;
સાજ આ બ્રહ્માંડનાં સૌએ બજાવું એકલો,
બોજ આખા વિશ્વનાં દુઃખનો ઉઠાવું એકલો;
આપને ફરિયાદ કરવા જો કવન આપો મને.

આપની કાતિલ જફાના ઘાવનું ઈનામ લઈ,
ન હકીમોના સકળ ઉપચારને ત્યાગી દઈ;
દર્દથી બેહોશ થઈને હસ્તીથી આઝાદ થઈ,
હું જ પહોંચી જાઉં મારા દેહની મૈયત લઈ;
આપ જો પાલવ તણું એક જ કફન આપો મને.

આજ આ નયનો રડે છે આપ વિરહે ઝારઝાર,
આજ મારું દિલ બન્યું છે આપના વિણ બેકરાર;
આજ તો હૈયે ચડે છે એ અનાદિનો કરાર,
સારી દુનિયા પર સવારે હું ખિલાવું નવબહાર;
રાતભર સાન્નિધ્યનું એક જ સપન આપો મને.

આપના જાદુની વાતો જઈ સુણાવું દબ-બ-દર,
સારી મહેફિલને બનાવું અસ્મિતાથી બેખબર;
ભેદની દીવાલની ખોદી લઉં ઊંડી કબર,
મંદિરો ને મસ્જિદોનાં વીજ થઈ તોડું શિખર;
ઉડ્ડયન થઈને રહે એવું પતન આપો મને.

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા-મઝધારમાં;
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને.

આંખ ઊંચા તાલાના તેજને ચૂમી રહી,
ને નજર પ્રતિબિંબ પાડી વિશ્વ પર ઝૂમી રહી;
જ્યાં ફરે ત્યાં સરહદોની ડારતી ભૂમિ રહી,
પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી;
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.