ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાસાર'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દયાસાગર-૨-દામોદર_મુનિ | ||
|next = | |next = દયાસિંહ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 12:25, 17 August 2022
દયાસાર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીર્તિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧૦) અને ૧૧ ઢાળની ‘ઈલાપુત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, ભાદરવા સુદ ૯)ના કર્તા. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પદ્માવતી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ’ તરીકે ઉલ્લેખાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]