ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/વસન્તાવતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''વસન્તાવતાર'''}} ---- {{Poem2Open}} ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહાર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''વસન્તાવતાર'''}}
{{SetTitle}}
----
{{Heading|વસન્તાવતાર | વિનોદિની નીલકંઠ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે!

Line 21: Line 21:
દર વર્ષે આવતી, છતાં નિત્ય નવીન, ચિરયૌવના, ઉલ્લાસવન્તી, રૂપ-રંગ અને સુગન્ધભરી મહારાણી વસન્ત! તમારા આગમનને લીધે સકલ જીવન્ત સૃષ્ટિના હૈયામાં કેવો ખળભળાટ મચી રહ્યો છે! માટે ધીરે-ધીરે! જરા ધીરે! આવડો તે શો ઉન્માદ? રંગ, રસ અને સુગન્ધની આટલી તે શી છાકમ-છોળ!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/ચાલો મળવા જઈએ|ચાલો મળવા જઈએ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/આંસુ અને કમળ|આંસુ અને કમળ]]
}}

Latest revision as of 07:53, 24 September 2021

વસન્તાવતાર

વિનોદિની નીલકંઠ

ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે!

નકામા વ્યવસાયો અને વહોરી લીધેલી બિનજરૂરી ઉપાધિઓના ભારને લઈને મોસમના રંગ તરફ ઘણા કમભાગી માનવીઓ કેટલું ઓછું લક્ષ આપી શકે છે? બાકી દરેક ઋતુ તો પોતપોતાની રીતે ભવ્યતાપૂર્વક અને સુન્દરતા વેરતી-વેરતી પ્રતિવર્ષ પૃથ્વી ઉપર અચૂક પ્રવેશ કરે છે. તેમાં પણ વસન્તાવતારના ઠાઠ વળી સૌથી ન્યારા હોય છે!

સૌથી પહેલાં તો દક્ષિણ અને પશ્ચિમ દિશાને સાંધી લેતા નૈઋત્ય ખૂણામાંથી ધીમો, હળવો, કોઈ વિરહિતાના નિઃશ્વાસ જેવો હૂંફભર્યો વાયરો, વસન્ત વાયુનો છડીદાર બનીને આવે છે. તે વસન્ત વાયુનો અણસારો માત્ર થતાં જ, આ શો ગજબનો અજાયબીભર્યો ચમત્કાર! જુઓ! આંબાનાં ઝાડ મહોરે ઊભરાઈ રતૂમડાં અને કેવાં રળિયામણાં બની રહ્યાં છે! બેસતી વસન્તે મહોરેલા આંબાની અભિરામ શોભાને કોઈ કવિ ન્યાય કરી શકતો નથી. જેનાં તમામ પાંદડાં ખરી પડેલાં હતાં, તેવા પીપળાના ઝાડ ઉપર શરમાતી, લજવાતી ઝીણી-ઝીણી ગુલાબી અને રાતીચોળ કૂંપળો ફૂટે છે; તે સૌન્દર્યન્વિત, નવપલ્લવિત કુમાશની નકલ કરવાનું કોઈ ચિત્રકારનું ગજું નથી.

કુદરતની ઉદારતાનો ખ્યાલ, વસન્તમાં મહોરેલા લીમડાથી આવે છે. આછી-આછી, છતાં માદક સુગન્ધભર્યા મહોર, લીમડાનાં લાંબાપહોળાં વૃક્ષોને આવરી લે છે, અને ચોદિશ તેની પીમળ વસન્તના આગમનનો પૈગામ પહોંચાડે છે. મેંદીના છોડ ઉપર પણ અતિશય મીઠી સુવાસભરી મંજરીઓ ફૂટી નીકળી છે, અને વાતાવરણને મસ્ત બનાવે છે. ગુલમહોરનું ઝાડ પોતાની કેસરી અને પીળાં છાંટણાંવાળી છત્રી ઉઘાડી, ઋતુઓની રાણીને ફૂલભર્યો છાંયો કરી દે છે. પૂરબહારમાં ખીલેલી વસન્તની શોભાનો ખ્યાલ લેવો હોય, તો પલાશ વનમાં કેસૂડાંની નયનરંજન શોભા જોવી જોઈએ. ભગવા, કેસરી અને આતશિયા રંગથી આખું વન છવાઈ ગયું હોય, ત્યારે તે વનની શ્રીને નિહાળનાર ચકિત-મોહિત બની જાય છે! એક કવિ કહે છે કે વસન્તઋતુ કાળજીભર્યા ચિત્રકાર જેવી છે, ફૂલે-ફૂલે અને પાંદડે-પાંદડે તે સંભાળપૂર્વક ઝીણવટથી રંગ પૂરે છે. કેસૂડાંનાં દરેક પુષ્પની પાંદડીઓ કુસુમાકરે જરૂર ધ્યાનપૂર્વક રંગી છે, છતાં અહીં તેણે રંગની કસર નથી કરી. રંગનાં તો તેણે જાણે કૂંડાં ઢોળી દીધાં છે!

આપણે તો ઉષ્ણ કટિબંધમાં વસ્યાં છીએ, તેથી આપણો શિયાળો એવો અસહ્ય નથી હોતો, અને તેથી વસન્તના આગમનની ખુશાલી પણ આપણને એટલે દરજ્જે ઓછી લાગે છે. પાનખર અને ભર શિયાળામાં પણ આપણે તો પંખીનાં ગાન સાંભળીએ છીએ, રંગબેરંગી ફૂલ પણ ઊગેલાં જોઈ શકીએ છીએ, અને લીલોતરી પણ બારે માસ ભાળી શકીએ છીએ. એક રીતે તે આપણું સદ્ભાગ્ય છે. પરંતુ બીજી રીતે પણ તે પરિસ્થિતિ વિચારવા જેવી છે. કવિ કાલિદાસે કહ્યું છે કે:

निर्वाणाय तरुच्छाया तप्तस्य हि विशेषतः ।

તે ઘણું સાચું છે. તાપમાં તપેલા માનવીને ઝાડનો છાંયડો જરૂર વધારે સુખમય લાગે છે; તે જ ન્યાયે જે પ્રદેશમાં શિયાળો બહુ આકરો હોય, જ્યાં બરફની સતત વર્ષા ધરતીને ઢાંકી દેતી હોય, ત્યાં વસતા માનવીઓને વસન્તઋતુની પધરામણી જેવી આવકારદાયક લાગે, તેવી આપણને ન લાગે એ સ્વાભાવિક છે. મહિનાઓ સુધી લીલું ઝાડપાન તો શું, પણ એક લીલું તણખલું પણ જેમને જોવા ન મળ્યું હોય, પંખીના ગીતનો ધ્વનિ તો શું, પણ જીવન્ત પક્ષીનું એક પીંછું પણ જેમની નજરે ન પડી શક્યું હોય, ફૂલ અને તાજાં ફળ તો જે માત્ર ચિત્રમાં કે સ્વપ્નમાં જ જોઈ શકતાં હોય, તેવા દેશમાં રહેતા માનવીઓ વસન્તઋતુના આગમનથી હર્ષઘેલા બને તો શી નવાઈ?

બેસતી વસન્તની પાછલી રાત્રે, મોસમનું પ્રથમ વારનું પંખીનું ગીત સાંભળવા માટે, ઠંડા પ્રદેશના શોખીન લોકો રાતભર જાગરણ કરતાં મેં જાણ્યા છે. નવાં ઊગેલાં નાજુક અને શરમાળ વાયોલેટનાં ખસખસી કે આછા લવંડર રંગનાં ફૂલ જ્યારે સ્વેચ્છાપૂર્વક, છતાં મુગ્ધાસુલભ લજ્જાથી મૂંઝાતા ઉપવનોમાં ઊગી નીકળે છે, ત્યારે ‘વસન્ત આવી, જુઓ આ વસન્ત આવી!’ (Spring is here, look, here is the Spring) કહી બાળકો, અને યુવાનો જ નહિ, પણ ઘરડાંઓ પણ હર્ષથી ઊભરાઈ જાય છે. વસન્તનો વિયોગ તેમણે બહુ ઉગ્ર સ્વરૂપે વેઠેલો હોઈ, તે મોસમને તેમનો આવકાર પણ એટલો જ ઉમળકાભર્યો બની રહે છે.