ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસુંદર વાચક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મસુંદર (વાચક)'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] :...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મસિંહ_ઉપાધ્યાય_૪_ધર્મવર્ધન-ધર્મસી
|next =  
|next = ધર્મહંસ
}}
}}

Latest revision as of 13:10, 18 August 2022


ધર્મસુંદર (વાચક) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. આંદોલા, ફાગ, રાસક અને ‘કાવ્યં’ નામથી સંસ્કૃત વૃત્તોને ગૂંથતા ૧૭૨/૧૭૪ કડીના ‘નેમીશ્વર બાલલીલા-ફાગ’ (ર.ઈ.૧૪૩૮ મુ.)માં ‘કાવ્યં’ની કેટલીક કડીઓ સંસ્કૃતમાં છે તથા ફાગમાં આંતરયમકનો આશ્રય લેવાયો છે. નેમિનાથના સમગ્ર ચરિત્રનું કથન કરતા આ ફાગુકાવ્યમાં પરંપરાગત અલંકારછટાથી રૂપ, વસંતક્રીડા, વરયાત્રા વગેરેનાં વિસ્તૃત વર્ણનો થયેલાં છે. આ ઉપરાંત આ કવિએ ‘શ્રીપાલ પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૮/સં.૧૫૦૪, આસો -) પણ રચેલ છે. કૃતિ : ૧. સંબોધિ, જુલાઈ ૧૯૭૫-‘ધર્મસુંદરકૃત નેમીશ્વર બાલલીલા ફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.); ૨. સામીપ્ય એપ્રિલ ૧૯૮૪-‘ધર્મસુંદર કૃત નેમીશ્વર બાલલીલા ફાગ (સં. ૧૪૯૪)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]