ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ફાગુ’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિનાથ-ફાગુ’'''</span> [ર.ઈ.૧૩૪૯ આસપાસ] : મલધાર/હર્ષપુરીગચ્છના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ’ની છંદ-યોજના તેમ જ પંક્તિ વિભાજનને અનુસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘નેમિનાથ-ફાગ’ | ||
|next = | |next = ‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’ | ||
}} | }} |
Latest revision as of 13:07, 27 August 2022
‘નેમિનાથ-ફાગુ’ [ર.ઈ.૧૩૪૯ આસપાસ] : મલધાર/હર્ષપુરીગચ્છના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ’ની છંદ-યોજના તેમ જ પંક્તિ વિભાજનને અનુસરતી, અનુક્રમે બે ચરણની ૧ અને ૪-૪ ચરણની ૨ એ રીતે બનેલી ૨૭ કડીની પ્રાચીન ગુજરાતીની અપભ્રંશપ્રધાન ફાગુરચના છે. મુખ્યત્વે નેમિનાથ-રાજિમતીના અધૂરા રહેલા લગ્ન અને નેમિનાથના વૈરાગ્યપ્રેરિત મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને નિરૂપતી આ કૃતિ વસંતવિહાર, રાજિમતીનું સૌંદર્ય, નેમિનાથનો વરઘોડો તથા હતાશ રાજિમતીના હૃદયભાવોનાં કાવ્યત્વપૂર્ણ વર્ણનોથી અને ભાષાશૈલીગત લાલિત્યથી ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]