અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/શુક્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સંધ્યાની સોનેરી ભાત ઝાંખી થાતાં ઊગે રાત; ઊઘડ્યાં એ હૈયાનાં દ્વા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શુક્ર|કૃષ્ણલાલ શ્રીધરાણી}}
<poem>
<poem>
સંધ્યાની સોનેરી ભાત
સંધ્યાની સોનેરી ભાત
Line 16: Line 19:
{{space}}મલકે શુક્ર.
{{space}}મલકે શુક્ર.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = પૂજારી
|next = સપૂત
}}

Latest revision as of 15:23, 20 October 2021


શુક્ર

કૃષ્ણલાલ શ્રીધરાણી

સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
         ચળકે શુક્ર.

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ?
         ઝળકે શુક્ર.

ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
         મલકે શુક્ર.