અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/સપૂત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{Center|'''(દાંડીકૂચ પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)'''}} આવવું ન આશ્રમે – મળે નહિ સ્વ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સપૂત|કૃષ્ણલાલ શ્રીધરાણી}}
<poem>
<poem>
{{Center|'''(દાંડીકૂચ પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)'''}}
{{Center|'''(દાંડીકૂચ પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)'''}}
Line 24: Line 27:
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો!
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = શુક્ર
|next = ભરતી
}}

Latest revision as of 15:24, 20 October 2021


સપૂત

કૃષ્ણલાલ શ્રીધરાણી

(દાંડીકૂચ પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)


આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!
પુત્ર-દાર!
જન્મમૃત્યુના જુહાર!
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર!
મૃત્યુ કે સ્વતંત્રતા: લખી ન આ લલાટ હાર!”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા!
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં!
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા!
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા!
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો!
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો!
રાષ્ટ્રદેવ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા!
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા!
પગો પડે!
સુવર્ણ માટીમાં મઢે!
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે!
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે!
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો!
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો!