અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/ભરતી: Difference between revisions

(Created page with "<poem> સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ભરતી|કૃષ્ણલાલ શ્રીધરાણી}}
<poem>
<poem>
સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
Line 20: Line 23:
{{Right|(કોડિયાં, પૃ. ૧૯૪)}}
{{Right|(કોડિયાં, પૃ. ૧૯૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = સપૂત
|next =પતંગિયું ને ચંબેલી
}}

Latest revision as of 06:40, 21 October 2021


ભરતી

કૃષ્ણલાલ શ્રીધરાણી

સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે–હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી,
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ–હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?
ધડોધડ પડી–ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!

(કોડિયાં, પૃ. ૧૯૪)