અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વર્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વર્ષાની ધારના કોણે આકાશથી {{space}}અવનિને ઉર આ તાર સાંધિયા? અંગુલી વી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વર્ષા|પ્રહલાદ પારેખ}} | |||
<poem> | <poem> | ||
વર્ષાની ધારના કોણે આકાશથી | વર્ષાની ધારના કોણે આકાશથી | ||
Line 22: | Line 25: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૧૧૪)}} | {{Right|(બારી બહાર, પૃ. ૧૧૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વાતો | |||
|next =ઘાસ અને હું | |||
}} |
Latest revision as of 06:49, 21 October 2021
વર્ષા
પ્રહલાદ પારેખ
વર્ષાની ધારના કોણે આકાશથી
અવનિને ઉર આ તાર સાંધિયા?
અંગુલી વીજની કોણે આ ફેરવી,
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં? વર્ષાની.
ગીતે એ થનથન નાચે છે મોરલા,
ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાઓ નાચતાં,
પર્વતના બંધ સૌ તૂટી ગયાં. વર્ષાની.
ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. વર્ષાની.
ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતનાં વ્હેતાં થયાં. વર્ષાની.
(બારી બહાર, પૃ. ૧૧૪)