ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ-માધવદાસ-માધોદાસ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવ/માધવદાસ/માધોદાસ'''</span> : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માણેકવિમલ | ||
|next = | |next = માધવ-૧ | ||
}} | }} |
Latest revision as of 16:07, 7 September 2022
માધવ/માધવદાસ/માધોદાસ : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો મળે છે, તથા ૨૩ કડીનો ‘કલ્યાણજીનો સલોકો’ નામે જૈન કૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીનો વિવાહ’(મુ.) ને ‘કૃષ્ણરાધાની સોગઠી’(લે.ઈ.૧૭૯૯) કૃતિઓ માધવદાસ-૨ની હોવાની સંભાવના છે. એ સિવાય આ નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા’(મુ.), ‘શ્રીનાથજી મહારાજના શણગારનું પદ’ તથા કેટલાંક પદ(મુ.) મળે છે. મધોદાસને નામે વ્રજમાં રચાયેલાં કૃષ્ણભક્તિનાં પદ(૮ મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માધવ/માધવદાસ/મધોદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ (માસ્તર), ઈ.૧૯૨૬; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, સં. અમરચંદ ભોવાન. ઈ.૧૮૭૬; ૩. નકાદોહન; ૪. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૫. ભસાસિંધુ; ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.; કી.જો.]