અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/નેવલે બોલે કાગ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર, લીંપ્યુંગૂંપ્યું આંગણુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|નેવલે બોલે કાગ|નાથાલાલ દવે}} | |||
<poem> | <poem> | ||
નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર, | નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર, | ||
Line 29: | Line 32: | ||
{{Right|(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)}} | {{Right|(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/ધરતીના સાદ | ધરતીના સાદ]] | એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ! ગામડે ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/કવિની પ્રિયા | કવિની પ્રિયા]] | શી એમની અદાઓ, શી એમની જવાની!]] | |||
}} |
Latest revision as of 07:04, 21 October 2021
નાથાલાલ દવે
નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર,
લીંપ્યુંગૂંપ્યું આંગણું, ચૂલે મેલ્યો રે કંસાર. — ને.
ભીંતે ચાકળા ચંદરવા ને
ટોડલે તોરણ ઝૂલે,
ફળિયે મ્હેકે ગુલછડી ને
ચંપો ફાલ્યો ફૂલે,
ભાલે બિંદી, નાકે વેસર, પહેરું નૌસર હાર,
રંગબેરંગી ચૂંદડી, હાથે ચૂડીના ખનકાર. — ને.
અલકમલક ઓરતા ઉરે,
અલપઝલપ નેન;
છૂટક છૂટક ચૂરમાં અને
ત્રુટક ત્રુટક વેણ.
ઢોલિયા ઢાળું, વીંઝણે ગૂંથું આભલાના શણગાર,
ગઢની રાંગે મોરલા ગહેકે, દિશ રેલે ટહુકાર. ને.
સાવ સોનાને સોગઠે, મરમી!
ખેલજો રે ચોપાટ;
ચાલમાં પડે ચૂક, તો વાયરે
વેરાઈ જાશે વાત.
નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર;
આગલે ભવે ક્યાંક મળ્યાના, ઉર જાણે અણસાર. ને.
(પિયા બિન, ૧૯૭૮, પૃ. ૭૬)