ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર ગણિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર(ગણિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિના શિષ્ય. ૫૫૭૦ કડીના પ્રાકૃત ગ્રંથ ‘સમ્યકત્વ સપ્તતિકા’ પર ‘સમ્યકત્વ રત્નપ્રકાશ’ નામ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નચંદ્ર_મુનિ-૧
|next =  
|next = રત્નચંદ્ર-૩
}}
}}

Latest revision as of 06:24, 9 September 2022


રત્નચંદ્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિના શિષ્ય. ૫૫૭૦ કડીના પ્રાકૃત ગ્રંથ ‘સમ્યકત્વ સપ્તતિકા’ પર ‘સમ્યકત્વ રત્નપ્રકાશ’ નામના બાલાવબોધ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, પોષ સુદ ૧૩), ‘સમવસરણ-સ્તવન’ પરના બાલાવબોધ એ ગદ્યકૃતિઓ તથા સમ્યકત્વ પર ‘સંગ્રામસૂરકથા’ એ પદ્યકૃતિના કર્તા. આ ઉપરાંત સંસ્કૃતમાં કવિએ ધર્મસાગરના મતખંડનરૂપે ‘કુમતાહિવિષજાંગુલિ’ (ર.ઈ.૧૬૨૩) અને ‘પ્રદ્યુમ્નચરિતમહાકાવ્ય’ની રચના તેમ જ ‘નૈષધચરિત’ તથા ‘રઘુવંશ’ જેવાં મહાકાવ્યો, ભક્તામર આદિ જૈન સ્તોત્રો-સ્તવનો પર ટીકાઓ લખી છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન કથા રત્નકોશ : ૩; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૦; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩, (૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]